Home /News /lifestyle /બાળકોના રૂમમાંથી તરત જ આ વસ્તુઓ બહાર ફેંકી દો, નહીં તો જીવ જોખમમાં મુકાશે અને અંતે રોવાનો વારો આવશે
બાળકોના રૂમમાંથી તરત જ આ વસ્તુઓ બહાર ફેંકી દો, નહીં તો જીવ જોખમમાં મુકાશે અને અંતે રોવાનો વારો આવશે
બાળકોની અનેક રીતે કેર કરવી પડે છે.
Child room: બાળકો નાના હોય કે મોટા..દરેક રીતે એમનું ધ્યાન રાખવું પડે છે. તમે બાળકોનું પ્રોપર રીતે ધ્યાન રાખતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે જ હાલમાં બાળકોનો રૂમ અલગ હોય એવો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે અનેક વસ્તુઓ એવી હોય છે જે તમારે બાળકોના રૂમમાં રાખવી જોઇએ નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગનાં પેરેન્ટ્સની એવી ઇચ્છા હોય છે કે તેઓ બાળકોને એમનો રૂમ અલગ આપે. જો કે આ વિચાર એક સારો અને સાચો છે, પરંતુ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે જ્યારે તમે બાળકોને રૂમ આપો ત્યારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. રૂમમાં પડેલી અનેક વસ્તુઓ એવી હોય છે જે બાળકોનો જીવ લઇ શકે છે. આમ, તમે નાના બાળકોને અલગ રૂમ આપી રહ્યા છો તો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો. આ સાથે જ નાના બાળકોના રૂમમાં એવી વસ્તુઓ ના રાખો જે એને ઇજા પહોંચાડી શકે અને તમને પસ્તાવો થાય.
ચપ્પુ, પેંચક્સ, ટેસ્ટક, હેર ક્લિપ જેવી નકલી અને ધારદાર વસ્તુઓ ક્યારે પણ બાળકોના રૂમમાં રાખશો નહીં. બાળકોનો આ બધી જ વસ્તુઓ જોવાની બહુ આદત હોય છે. આમ, જો એ કોઇ ધારવાળી વસ્તુ હાથમાં પકડવા જાય છે તો એને વાગી જાય છે. આ સાથે જ જો એ ગળામાં કે શરીરના બીજા ભાગમાં જોસથી મારી દે છે તો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આ ધારવાળી વસ્તુઓ અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
ટેબલ જેવી વસ્તુઓની કિનારી ધારવાળી ના રાખો
ક્યારે પણ ટેબલ જેવી વસ્તુઓની કિનારી ઘારવાળી રાખશો નહીં. ટેબલ તેમજ બીજી વસ્તુઓ ધારવાળી હોવાથી બાળકોને ગમે ત્યારે ઇજા પહોંચાડી શકે છે. બાળકો જ્યારે મસ્તી કરે ત્યારે એમને ધ્યાન હોતું નથી કે એ શું કરી રહ્યા છે.
ખાસ ધ્યાન એ રાખો કે બાળકોના રૂમમાં કોઇ પણ પ્રકારની દવા રાખશો નહીં. બાળકને ખ્યાલ આવતો નથી અને એ દવા મોંઢામાં મુકીને ખાઇ જાય છે તો અનેક ઘણી તકલીફો પડે છે. આ માટે હંમેશા દવા એવી જગ્યા પર મુકો જ્યાં બાળકો પહોંચાઇ ના શકે અને એમનામાં હાથમાં ના આવે.
ઇલેક્ટ્રોનિક સામાન
બાળકોના રૂમમાં ક્યારે પણ ઇલેક્ટ્રોનિક સામાન રાખશો નહીં. આ ટાઇપનો સામાન તમને અનેક રીતે મુશ્કેલીમાં મુકી શકે છે. બાળકોને રૂમમાં વાયર, ઝામર, ફોન, ટેબલ લેમ્પ જેવી અનેક વસ્તુઓ પડી હોય તો એને દૂર કરી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર