ચિકન કે ઈંડા? આ બેમાંથી પ્રોટિન અને પોષકતત્વો શ્રેષ્ઠ સ્ત્રોત કયો? એક જ ક્લિકમાં ફટાફટ જાણી લો

ચિકનના અલગ અલગ ભાગમાં અલગ-અલગ પ્રમાણમાં પોષકતત્વો હોય છે.

ચિકનના અલગ અલગ ભાગમાં અલગ-અલગ પ્રમાણમાં પોષકતત્વો હોય છે.

 • Share this:
  દુનિયામાં પહેલા ઈંડુ આવ્યું કે મરઘી તે પ્રશ્ન લાખો વખત પુછાય ચૂક્યો છે. ઉત્તર મેળવવા સંશોધકોએ અનેક પ્રયત્નો કર્યા છે. આવો જ એક સવાલ એ પણ છે કે પ્રોટીન અને પોષકતત્વો શેમાં વધુ હોય છે? મરઘીમાં કે ઇંડામાં? આ સવાલનો જવાબ તો મળી જ જશે.

  ચિકનમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું?

  ચિકનમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોવાથી સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકાના કૃષિ વિભાગના મત મુજબ, 100 ગ્રામ ચિકનમાં 22.11 ગ્રામ પ્રોટીન, 2.68 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 3.12 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે.

  અલગ-અલગ હિસ્સામાં પોષકતત્વોનું પ્રમાણ વિભિન્ન

  જોકે, એક વાત સમજવી પડે કે, ચિકનના અલગ અલગ ભાગમાં અલગ-અલગ પ્રમાણમાં પોષકતત્વો હોય છે. જેથી તમારે પ્રોટીનની જરૂર કેટલી છે તે મુજબ ચિકન ખાવું જોઈએ. જો તમે વજન ઘટાડવા અથવા સ્નાયુબદ્ધ શરીર ઈચ્છાતા હોય તો ચિકન બ્રેસ્ટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે તેમાં ફેટ અને કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જો તમે  વજન વધારવા માંગતા હોય, તો પછી થાઈ, લેગ અને વિંગ્સ જેવા ચરબીયુક્ત ભાગો તમારી જરૂરિયાતો પૂરી કરશે.

  સુરતમાં કોરોના રસી આપવામાં લોલંલોલ? રસી લીધા વગર જ વૃદ્ધના નામે આવ્યું સર્ટિફિકેટ, તંત્ર મૌન

  ઈંડા પોષકતત્વોનો ખજાનો

  અમેરિકાના કૃષિ વિભાગે જણાવ્યા મુજબ, બાફેલા ઇંડામાં 155kcal ઉર્જા હોય છે, 12.58 ગ્રામ પ્રોટીન, 1.12 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 10.61 ગ્રામ ફેટ હોય છે. ઇંડાથી લોહીમાં કોલેસ્ટ્રોલ વધતો નથી. ઇંડામાં પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, મેંગેનીઝ, સેલેનિયમ, ફ્લોરાઇડ, વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે.

  Grammy Awards 2021: બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે રચ્યો ઇતિહાસ, જાણો વિજેતાઓની યાદી

  ખાસ કરીને ઇંડાના પીળા ભાગમાં લુટેઇન અને ઝીએકસાનથીન જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે સ્નાયુ બનાવવામાં મદદ કરે છે. વજન પણ ઘટે છે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

  ઇન્ડિયન ડેરમેટોલોજી ઓનલાઈન જર્નલ 2019માં કહ્યા મુજબ, ભારતમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીનની ઉણપ અનેક લોકોમાં છે. મેરસ્મસ, એડીમા, સ્નાયુઓની મુશ્કેલી, ડાયાબિટીઝ, ડિસલિપિડેમિયા અને ત્વચા અને વાળની ​​નબળી સ્થિતિ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જો તમારું વજન 50 કિલોથી વધુ હોય તો કિલો દીઠ 0.8 ગ્રામ પ્રોટીન જોઈએ.
  First published: