Home /News /lifestyle /ચિયા સીડ્સમાંથી ઘરે નેચરલ સ્ક્રબ બનાવો: ડેડ સેલ્સ સાફ થઇ જશે, ગ્લો આવશે..આ રીતે સ્કિન પર લગાવો
ચિયા સીડ્સમાંથી ઘરે નેચરલ સ્ક્રબ બનાવો: ડેડ સેલ્સ સાફ થઇ જશે, ગ્લો આવશે..આ રીતે સ્કિન પર લગાવો
ચિયા સીડ્સનો આ ફેસ પેક સ્કિન માટે બેસ્ટ છે.
Chia seeds scrub: ચિયા સિડ્સનો તમે સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ સ્કિનની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. ચિડા સિડ્સમાંથી તમે આ રીતે ઘરે સ્ક્રબ બનાવીને ફેસ પર એપ્લાય કરો છો તો સૌથી બેસ્ટ છે.
Chia seeds skin benefits: સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ચિયા સિડ્સ ઘરાવે છે. ચિયા સિડ્સનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. ચિયા સિડ્સમાં અનેક ગુણો રહેલા હોય છે. ચિયા સિડ્સ હેલ્થ અને સ્કિન માટે ખૂબ ઉપયોગી છે. ચિયા સિડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને ઝિંક જેવા અનેક તત્વો હોય છે. આમ, તમે ચિયા સિડ્સમાંથી ઘરે સ્ક્રબ બનાવો અને ફેસ પર યુઝ કરો છો તો ડેડ સ્કિન દૂર થાય છે અને સાથે સ્કિન ચમકી ઉઠે છે. તો આ રીતે ઘરે બનાવો સ્ક્રબ..
શું ચિયા સિડ્સના બીજનો ઉપયોગ દરરોજ કરી શકાય?
દરેક લોકોના મનમાં આ સવાલ થતો હોય છે. ચિયા સિડ્સનો તમે દરરોજ ઉપયોગ ચહેરા પર કરી શકો છો. આ બીજ તમારી સ્કિનને કોમળ બનાવે છે અને સાથે મસ્ત ગ્લો લાવે છે. તો જાણો ચહેરા પર કેવી રીતે ઉપયોગ કરશો.
ચિયા સિડ્સમાંથી સ્ક્રબ બનાવવા માટે સૌ પ્રથમ ચિયાને અધકચરા પીસી લો. પછી આમાં ગુલાબ જળ મિક્સ કરો. હવે આ તમારા ચહેરા પર લગાવો. હળવા હાથે મસાજ કરો અને થોડી વાર માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી ફેસને ક્લિન કરો.
જાણો સ્કિન માટે ચિયા સિડ્સના શું ફાયદાઓ છે
ચિયા સિડ્સ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ચિયા સીડ્સમાં વિટામીન સી હોય છે જે એક્નેને ઓછા કરવાનું કામ કરે છે. આ સાથે ઝિંક હોય છે જે સ્કિનમાં કોલેજન બુસ્ટ કરે છે.
આમ, તમને જણાવી દઇએ કે ચિયા સિડ્સ સ્કિનને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે અંદરથી ચમકદાર બનાવવાનું કામ કરે છે. ચિયા સિડ્સમાંથી બનેલું સ્ક્રબ કોઇ પણ સ્કિનના ટોનના લોકો માટે બેસ્ટ છે. આ સ્ક્રબ તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આ નેચરલ સ્ક્રબ તમારી સ્કિનનો ટોન સુધારવાનું કામ કરે છે.
ચિડા સિડ્સ તમે રેગ્યુલર ખાઓ છો તેમજ એનું પાણી પીઓ છો તો વજન ઝડપથી ઘટવા લાગે છે. વજન ઉતારવા માટે ચિયા સિડ્સ સૌથી બેસ્ટ છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આઘારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર