Home /News /lifestyle /વજન ઓછુ કરવા ચીયા સિડ્સ ખાઓ છો? આ સચ્ચાઇ જાણીને તરત જ સાઇડમાં મુકી દેશો

વજન ઓછુ કરવા ચીયા સિડ્સ ખાઓ છો? આ સચ્ચાઇ જાણીને તરત જ સાઇડમાં મુકી દેશો

જાણી લો ચીયા સિડ્સ વિશે

Chia seeds: આજનાં આ સમયમાં અનેક લોકો વધતા વજનને ઓછુ કરતા હોય છે. વધતા વજનને ઓછુ કરવા માટે લોકો જાતજાતની મહેનત કરતા હોય છે. આમ વાત કરવામાં આવે તો વજન ઉતારવા માટે મોટાભાગનાં લોકો ચીયા સિડ્સ ખાતા હોય છે. ચીયા સિડ્સ અનેક ગુણોથી ભરપૂર હોય છે એ વાત સાચી છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચીયા સિડ્સ વિશે તમે અનેક વાર સાંભળ્યુ હશે. આ સાથે જ અનેક લોકો ચીયા સિડ્સ વજન ઉતારવા માટે ખાતા હોય છે. ચીયા સિડ્સ છેલ્લા ઘણાં સમયથી ખૂબ જ પોપ્યુલર થયા છે. ચીયા સિડ્સને સુપરફુડ માનવામાં આવે છે જે ન્યૂટ્રીશનથી ભરપૂર હોય છે. એવું માનવામાં આવે છે કે ચીયા સિડ્સ હાર્ટની બીમારીના રિસ્કને ઓછુ કરે છે. આ સાથે જ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. વજન ઓછુ કરવા માટે અનેક લોકો ચીયા સિડ્સ ખાતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે ચીયા સિડ્સમાં કેલરી વધારે હોય છે જે તમારું વજન વધારે એવું અનેક લોકો માનતા હોય છે. તો જાણી લો તમે પણ ચીયા સિડ્સ વિશે..

    આ પણ વાંચો:જાણો કોને હેવી ડ્રિંકર કહેવાય?

    ચીયા સિડ્સ બેસ્ટ ઓપ્શન નથી


    ચીયા સિડ્સના ફાયદાઓની વાત સામાન્ય રીતે થતી રહેતી હોય છે. જો કે આ વાત તો સાચી છે કે ચીયા સિડ્સ ન્યૂટ્રીશનલથી ભરપૂર હોય છે. વેટ લોસ કરતા લોકો પણ ચીયા સિડ્સમાં ખૂબ પૈસા ખર્ચી નાખતા હોય છે. livehindustan અનુસાર મેડિકલ સાયન્સનું માનીએ તો ચીયા સિડ્સ તમારું વજન ઓછુ કરવા માટે બેસ્ટ ઓપ્શન નથી.

    કેલરી રિચ હોય છે ચીયા સિડ્સ


    ચીયા સિડ્સ ફાઇબરથી ભરપૂર હોય છે. અનેક લોકો માનતા હોય છે કે ચીયા સિડ્સ ખાવાથી ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આમ, જો કેલરીની વાત કરીએ તો ચીયા સિડ્સમાં કેલરી ઘણી વઘારે હોય છે. આમાં શુગર હોતી નથી પરંતુ 100 ગ્રામ ચીયા સિડ્સમાં 486 કેલરી હોય છે.

    આ પણ વાંચો:આ રીતે ઘરે બેઠા થાઇરોઇડની સારવાર કરો

    ચીયા સિડ્સની ગણતરી કેલરીવાળા ફૂડ્સમાં થાય છે. આ વાત સાચી છે કે ચીયા સિડ્સ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી પરંતુ તમે વધારે માત્રામાં ખાઓ છો તો તમારું વજન ઘટવાની જગ્યાએ વધી જાય છે.


    વધારે ખાવાથી વજન વધે છે


    લોકો વિચારે છે કે ચીયા સિડ્સ એમનું વજન ઓછુ કરે છે. આ માટે હેલ્ધી સમજીને ખાતી વખતે ધ્યાન આપતા નથી અને વધારે માત્રામાં ખાતા હોય છે. આ કારણે વેટ લોસમાં તમે ખોટા પડી શકો છો. એક સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે ચીયા સિડસ્ ખાવાથી વજન ઓછુ થતુ નથી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style, Weight loss

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन