ચીઝ ફૂદીના પૂરી બનાવવા માટે જોઈશે
સામગ્રી:
1 કપ ઘઉંનો લોટ
1 કપ મેંદો
1 કપ ફૂદીનાનાં પાન
50 ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ
4 ટેબલસ્પૂન તેલ
2 લીલાં મરચાં
અડધી ચમચી અજમો
અડધી ચમચી ખાંડેલાં કાળામરી
સ્વાદ અનુસાર મીઠું
તળવા માટે તેલ
બનાવવાની રીત :
સૌપ્રથમ ફૂદીનાનાં પાન લીલા મરચાની પેસ્ટ બનાવી દો. ત્યારબાદ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને મેંદો લો. ત્યારબાદ અંદર ફૂદીના-મરચાની પેસ્ટ નાખો. ત્યારબાદ અંદર તેલ, અજમો, કાળામરીનો પાવડર અને મીઠું એડ કરો. ત્યારબાદ અંદર ચીઝને ખમણીને બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ નવશેકા પાણીથી કડક લોટ બાંધી દો. લોટ મસળી-મસળીને બાંધવો. ત્યારબાદ લોટને ઢાંકીને 20 મિનિટ સેટ થવા દો.
20 મિનિટ બાદ લોટને થોડો મસળીને નાના-નાના લુવા બનાવી દો. ત્યારબાદ લુવાને ઢાંકીને રાખવા અને એક-એક લુવો બહાર કાઢી નાની-નાની પૂરીઓ વણી લેવી. ત્યારબાદ ફોકથી કાણા પાડવા. બધી જ પૂરીઓ પ્લેટમાં મૂકતા જવું. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે પૂરીને પલટી-પલટીને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન તળી લો. ત્યારબાદ પ્લેટમાં પેપર નેપ્કિન મૂકી તેલ નીતારી કાઢી લો.
Note:
લોટ થોડો કડક બાંધવો. વધરે પડતો કડક હશે તો, પૂરી વણવામાં તકલીફ પડશે.
પૂરી બહાર કાઢી ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો. વધારે ટેસ્ટી લાગશે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kitchen, ખોરાક, રેસીપી