બનાવવાની રીત :- સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં બટર ગરમ કરી તેમાં ક્રશ કરેલું લસણ સાંતળી લો.હવે તેમાં મેંદો નાખી 1/2 મિનીટ માટે ફરી સાંતળી લો.હવે તેમાં દૂધ નાખી કુકિંગ ચીઝ અને 3 ટે.સ્પૂન પ્રોસેસ ચીઝ નાખી મિશ્રણ જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે સતત હલાવતા રહો.ઘટ્ટ થાય એટલે તેમાં લીલા મરચા,ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી હલાવી લો. હવે દાબેલીના બનને વચ્ચેથી કાપી તેની સ્લાઈસને બટર લગાવી સહેજ શેકી કરી તેની ઉપર તૈયાર કરેલો ચીઝ સોસ પાથરી ઉપર થી બાકીનું પ્રોસેસ ચીઝ ભભરાવી ઓવન માં ગ્રીલ કરવા મુકો ઉપર નો ભાગ બદામી થવા આવે એટલે બહાર કાઢી કટ કરી ગરમ હોય ત્યારે જ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
- એકલું પ્રોસેસ ચીઝ પણ વાપરી શકાય. - જો લસણ ન નાખવું હોય તો તેના વગર પણ આ વાનગી બની શકે છે. - ઓવન ન હોય તો માઈક્રોવેવ ઓવન માં માત્ર ગ્રીલ ચાલુ કરી ને પણ બેક થઇ શકે છે.