ઘરે જ ઝટપટ બની જતી હોય આ વાનગી, તો બહાર 200રૂ. શા માટે ખર્ચવા?

  • Share this:
    ઘરે  જ બનાવો ટેસ્ટી 'ચીઝ બટર મસાલા'

    સામગ્રી:

    2 ટામેટાં
    1 ડુંગળી
    1/4 કપ કાજુ
    2 સૂકા કાશ્મીરી લાલ મરચાં
    1 ટે.સ્પૂન લસણની પેસ્ટ
    2 ટે.સ્પૂન બટર
    તજ
    2 લવિંગ
    2 એલચી
    1 તમાલપત્ર
    2 ટેબલ સ્પૂન કસૂરી મેથી
    1 ટેબલ સ્પૂન ગરમ મસાલા
    મીઠું
    1 ચમચી ખાંડ
    2 ટે.સ્પૂન ફ્રેશ ક્રીમ
    1 કપ ચીઝના ક્યુબ

    બનાવવાની રીત :
    સૌ પ્રથમ મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, કાજુ અને લાલ સૂકા મરચાને પીસી લઇ પેસ્ટને બાજુ પર રાખવું.
    એક કડાઈમાં બટર લઇ તેમાં લસણની પેસ્ટ ઉમેરી તજ, લવિંગ, એલચી, તમાલપત્ર ઉમેરી સાંતળી લેવું, પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, બનાવેલ ગ્રેવી અને મીઠું ઉમેરી મીડીયમ તાપે 10-12 મિનિટ હલાવતા રહેવું, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી.
    પછી ખાંડ, 1/4 કપ પાણી, ક્રીમ ઉમેરી મીડીયમ તાપે 2 મિનિટ કુક કરવું.
    ચીઝ ઉમેરી ગેસ બંધ કરી દેવો.
    કોથમીર, છીણેલી ચીઝ વડે ગાર્નિશ કરવુ.
    તો તૈયાર છે ચીઝ બટર મસાલા.
    Published by:Bansari Shah
    First published: