વધેલી બ્રેડમાંથી બનાવો 'ચીઝ બોલ ગ્રેવી'

 • Share this:
  મને ચીઝ બોલ્સ નથી ભાવતા.., આ શબ્દો લગભગ કોઈએ નહીં સાંભળ્યા હોય. તેનો ચીઝી સ્વાજ ભલભલા ડાયટ કરનારાઓને પણ લલચાવે છે. તો ચાલો આ જ વાનગીને કંઈક અલગ રીતે બનાવીએ...

  ચીઝ બોલ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી :

  200 ગ્રામ પનીર
  2 બ્રેડ સ્લાઇસ
  2 ચમચી કોર્નફ્લોર
  2 લીલાં મરચાં
  ચપટી ખાવાનો સોડા
  મીઠું અને મરી પાવડર
  કોથમીર
  તળવા માટે તેલ

  ગ્રેવી માટેની સામગ્રી  :

  1 કપ છીણેલું ચીઝ
  3 ટામેટાં
  2 ડુંગળી
  1 ચમચી આદું પેસ્ટ
  1 ચમચી મીઠું
  2 ચમચી કોર્નફ્લોર
  1/2 ચમચી ખાંડ
  3 ચમચી બટર
  2 ચમચી ક્રીમ

  ચીઝ બોલ ગ્રેવી બનાવવાની રીત:

  બ્રેડને પાણીમાં નાખી નિચોવીને મસળી કાઢો. પછી તેમાં પનીર છીણીને નાખો. ત્યારબાદ બાકીની સામગ્રી તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો. પછી તળવા માટે તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને તળી લો.

  ત્યારબાદ ગ્રેવી બાનવવા માટે: એક કઢાઈમાં થોડું બટર લઈ સહેજ ગરમ કરી તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળી લો. પછી તેમાં ટામેટાંની પેસ્ટ નાખી થોડું પાણી ઉમેરો. પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી આ ગ્રેવીને સારી રીતે સાંતળી લો. પછી કોર્નફ્લોરની પેસ્ટ બનાવી તેને ગ્રેવીમાં ઉમેરી થોડીવાર ચડવા દો. થઈ જાય એટલે તેમાં થોડું ક્રીમ ઉમેરી ગ્રેવી તૈયાર કરી લો. તેને સર્વ કરતી વખતે એક બાઉલમાં બોલ્સ લઈ ઉપરથી ગ્રેવી ઉમેરી ગરમા ગરમ ચીઝ બોલ્સની મજા માણો.

  VIDEO: 5 માંથી 1 ને હોય છે OCD: જાણો કઈ છે આ વિચિત્ર બીમારી અને લક્ષણો

  દરેકની દાળ ઢોકળી બનાવવાની રીત અલગ હોય છે, શીખી લો આ રીત
  Published by:Bansari Shah
  First published: