Home /News /lifestyle /

ડેટિંગ એપ પર મહિલા ઇશ્ક ફરમાવતી હતી એક વ્યક્તિની સાથે, નીકળ્યો બહેનનો પતિ

ડેટિંગ એપ પર મહિલા ઇશ્ક ફરમાવતી હતી એક વ્યક્તિની સાથે, નીકળ્યો બહેનનો પતિ

ડેટિંગ એપ્સ

Cheating In Relationship: અમેરિકામાં રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ડેટિંગ એપ પર તેની પ્રોફાઈલ તેના કઝિનના પતિ (Cousin’s husband) સાથે મેચ થઈ છે.

    દુનિયાભરમાં એવી ઘણબધી ડેટિંગ એપ્સ (Dating app) છે, જેનાથી જીવનસાથી શોધવાની લોકોની મુશ્કેલીઓને ઘણી સરળ બનાવી દીધી છે. ઘણા લોકો જીવનસાથી શોધવા માટે ડેટિંગ એપ્સનો સહારો લેતા હોય છે અને તેમાં તેમને સફળતા પણ મળે છે. પરંતુ કેટલીકવાર આ ડેટિંગ એપ્સ મુશ્કેલીનું કારણ પણ બની જતી હોય છે. તાજેતરમાં એક મહિલા સાથે આવું જ કંઈક બન્યું. ડેટિંગ એપ દ્વારા મહિલાને એક પુરુષ મળ્યો જે તેની કઝિનનો પતિ હતો. આશ્ચર્યની વાત એ છે કે બંનેની પ્રોફાઈલ પણ મેચ થઈ ગઈ. પરંતુ હવે મહિલા ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ છે કે તેના કઝિનને આ વાતની જાણ કઈ રીતે કરવી.

    અમેરિકામાં રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ડેટિંગ એપ પર તેની પ્રોફાઈલ તેના કઝિનના પતિ (Cousin’s husband) સાથે મેચ થઈ છે. હવે મહિલાએ લોકોનો અભિપ્રાય માંગ્યો છે કે તે ગડબડ કર્યા વિના આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકે છે. મહિલાએ રિલેશનશિપ ફોરમને જણાવ્યું કે તેણે એક ડેટિંગ એપ ડાઉનલોડ કરી અને પોતાનું એકાઉન્ટ બનાવ્યું. આ પહેલા તે ક્યારેય તેના કઝિનના પતિને મળી ન હતી. માહિલે કહ્યું કે, હું અને મારી કઝિન બંને અલગ-અલગ દેશોમાં રહીએ છીએ અને એકબીજાને મળવું ખૂબ મોંઘું પડી જાય છે. તેણે ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે જ તેણે એક વ્યક્તિને રાઈટ સ્વાઇપ કર્યો અને પ્રોફાઇલ મેચ થઈ ગઈ. આ માટે મહિલાએ તેની ટ્રીપ કેન્સલ પણ કરી દીધી હતી.

    આ પણ વાંચો-Relationship Tips: આ ટિપ્સની મદદથી તમારા Male Partnerને રાખો ખુશ, મળશે પ્રેમ અને વઘશે સન્માન

    આવામાં કેટલાક લોકોએ મહિલાને સલાહ આપી કે તેણે તેની કઝિનને જાણ કરી દેવી જોઈએ કે તેનો પતિ ડેટિંગ એપ વાપરે છે. જ્યારે અન્ય કેટલાક લોકોએ સલાહ આપી કે આવુ કરવાથી તે બન્ને વચ્ચે ફસાઈ જશે, તેથી વધુ સારુ રહેશે જો તેને અન્ય કોઈ વ્યક્તિથી જાણ થાય કે તેનો પતિ ડેટિંગ એપ વાપરે છે.

    મહિલા આ વાતનો પણ સ્વીકાર કરી રહી છે કે હવે તેને ડર લાગે છે કે આ ગડબડને કારણે તેની કઝિન પર કેવી અસર થશે. મહિલાએ જણાવ્યું કે તેની કઝિનને એક પુત્ર પણ છે.

    આ પણ વાંચો-Weight loss: શેન વોર્ન કરતો હતો ડાયટ, વજન ઘટાડતી વખતે આ તકેદારીઓ લેવી ખૂબ જ જરૂરી

    મહિલાએ કહ્યું કે તેણે કઝિનના પતિના પ્રોફાઈલનો સ્ક્રીનશોટ પણ લીધો હતો, પરંતુ કોઈ વાતચીત શરૂ કરી ન હતી કેમ કે તેને ખબર ન હતી કે શું વાત કરવી. મહિલાએ કહ્યું કે તે તેની કઝિનને આ બધી બાબતો વિશે જાણ કરવા માંગે છે પરંતુ તેને કઈ રીતે કહેવું તે સમજાતું નથી. તેણે કહ્યું કે, જો બધી બાબતો અંગે જાણ કર્યા પછી પણ તે મારાથી ગુસ્સે થાઈ જાય તો પણ કંઈ વાંધો નથી. મને ખબર છે કે મે કશું જ ખોટું કર્યુ નથી.

    આના પર એક વ્યક્તિએ સલાહ આપી કે તમારે તમારી કઝિનને ફોન કરવો જોઈએ અને તેમને જણાવવુ જોઈએ કે તેને તેના પતિ સાથે સંબંધિત કંઈક મળ્યું છે અને તમામ સ્ક્રિનશોટ તેને મોકલી દેવા જોઈએ. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તમારી કઝિનને મળવા તેના ઘરે જાઓ અને અને જ્યારે તમે બન્ને એકલા હોવ ત્યારે તેને તમામ વસ્તુઓ જણાવી દો. આ સૌથી સારું રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, Dating App, Relationship, ગુનો

    આગામી સમાચાર