આજના સમયમાં એર કંડીશનર ખરીદવું મોંઘી ડીલ સાબિત થાય છે. તે માટે ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડે છે, જેના કારણે ગ્રાહકોનું ખિસ્સું જલ્દી ખાલી થઈ જાય છે. આ કારણોસર લોકો કૂલર તો ખરીદે છે, પરંતુ એર કંડીશનર ખરીદતા નથી. તમે તમારા ઘરના દરેક રૂમમાં એર કંડીશનર લગાવવા માંગતા હોવ તો આ ડીલ ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં જો તમે તમારી ઓફિસમાં કૂલિંગ કરવાનું વિચારી રહ્યા હોવ અને તમારું બજેટ ખૂબ જ ઓછું છે તો ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં એક એવું એર કંડીશનર છે, જે માત્ર ગણતરીની મિનિટોમાં કૂલિંગ આપે છે અને તેની કિંમત જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.
એર કંડીશનર અને તેની વિશેષતા
આ એર કંડીશનર તમે એમેઝોન પરથી ખરીદી શકો છો, જેનું નામ છે rexera personal air conditioner. આ એર કંડીશનરની કિંમત 2,500 રૂપિયા છે. પરંતુ તેના પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો માત્ર 1,499 રૂપિયામાં આ એર કંડીશનર ખરીદી શકશે. આ કિંમત કોઈપણ વ્યક્તિના બજેટમાં ફિટ થઈ શકે છે.
પોર્ટેબલ એર કંડીશનર (Portable AC) હોવાને કારણે તમે કોઈપણ જગ્યાએ આ એર કંડીશનરનો ઉપયોગ કરી શકો છો. તમે બેડ અથવા ટેબલ પર પણ આ એર કંડીશનર વાપરી શકો છો. તમે બાળકોના રૂમમાં પણ આ ACનો ઉપયોગ કરી શકો છો. આ એક પોર્ટેબલ એર કંડીશનર હોવાને કારણે ઓફિસમાં પણ આ AC મુકી શકો છો.
તમે અનેક પ્રકારે આ ACનો ઉપયોગ કરી શકો છો, જેમાં તમને 3 સ્પીડ ફેન પણ આપવામાં આવશે. જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી કૂલિંગ સેટ કરી શકશો. ગ્રાહકને આ ACમાં અનેક ફિલ્ટર પણ આપવામાં આવશે. આ ફિલ્ટરની મદદથી શુદ્ધ હવા બહાર આવે છે અને પ્રદૂષિત હવા તથા માઈક્રોપાર્ટિકલ્સ અંદર જ રહી જાય છે. આ ACને USB કેબલની મદદથી ચલાવી શકાય છે અને કોઈપણ જગ્યાએ રાખી શકાય છે. આ AC ખૂબ જ નાનું હોવાને કારણે વધુ જગ્યા પણ રોકતું નથી. આ પૉર્ટેબલ એસી ખૂબ જ કિફાયતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર