Home /News /lifestyle /Parenting Tips: એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો
Parenting Tips: એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો
ચોખાનું ઓસામણ વિટામીન બી, સી, ઈ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. (Image- shtterstock)
Parenting Tips: આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણાં લોકો ભાત પ્રેશર કૂકરમાં બનાવે છે. પણ જો તમારા ઘરમાં એકથી ત્રણ વર્ષનું બાળક છે તો તમારે ભાત કોઈ પેનમાં ખુલ્લા રાંધવા જોઈએ, જેથી ભાતનું ઓસામણ (Rice Water) કાઢી શકાય.
Parenting Tips: મોટાભાગના ઘરોમાં દિવસમાં એક વખત લંચ કે ડિનરમાં ભાત (Rice) બને જ છે. તો કેટલાક લોકોને ભાત એટલા પસંદ હોય છે કે તેઓ સવારે અને રાત્રે બંને સમય રાઈસ ખાય છે. આમ તો આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણાં લોકો ભાત પ્રેશર કૂકરમાં પણ બનાવે છે. પણ જો તમારા ઘરમાં એકથી ત્રણ વર્ષનું બાળક છે તો તમારે ભાત કોઈ પેનમાં ખુલ્લા રાંધવા જોઈએ, જેથી ભાતનું ઓસામણ (Rice Water) કાઢી શકાય. હવે તમે વિચારતા હશો કે આવું શા માટે, તો જણાવી દઈએ કે ચોખાનું ઓસામણ બાળકો માટે કોઈ વરદાનથી ઓછું નથી.
ચોખાનું ઓસામણ વિટામીન બી, સી, ઈ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ જ કારણ છે કે આ બાળકો માટે વિવિધ કારણોસર ફાયદાકારક છે. તો આવો તમને ચોખાના ઓસામણના ફાયદા વિશે જણાવીએ જેથી તમે પણ ભાત કૂકરને બદલે પેનમાં બનાવવા લાગશો.
એનર્જી આપે છે
ભાતનું ઓસામણ બાળકોને પીવડાવવાથી બોડીમાં એનર્જી આવે છે. ચોખાના પાણીમાં પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ અને એમીનો એસિડ જેવા તત્વો હાજર હોય છે. તે બાળકોને પીવડાવવાથી તેમના શરીરમાં પોષક તત્વો પહોંચે છે, જે એનર્જી વધારવામાં મદદ કરે છે.
ચોખાનું ઓસામણ બાળકોને ડિહાઈડ્રેશન થવાથી બચાવે છે. વાસ્તવમાં જ્યારે બાળક જમવાનું શરુ કરે છે, તો તેના શરીરમાં પાણી પણ પર્યાપ્ત માત્રમાં હોવું જોઈએ. ઘણી વખત બાળકો પાણી પીવાની ના પાડે છે, તો એવામાં તમે બાળકને ચોખાનું પાણી પીવડાવી શકો છો.
ડાયેરિયાની સમસ્યાથી બચાવે છે
બાળકોના પેટમાં દુખાવો અને ડાયેરિયા (Diarrhea) જેવી મુશ્કેલીઓ રહેતી હોય છે.બાળકોના શરીરમાં પાણીની ઉણપ ન થાય એ માટે તમે તેમને ભાતનું ઓસામણ પીવડાવી શકો છો. તેનાથી ડાયરિયાની સમસ્યા દૂર થશે.
ઓસામણ તૈયાર કરવા માટે તમે કોઈ પેનમાં ચોખા લો અને તેમાં પાણી નાખીને રાંધવા મૂકો. પછી જ્યારે ભાત રંધાઈ જાય તો તેનું પાણી અલગ કાઢીને કોઈ વાસણમાં મૂકી દો, ઓસામણ તૈયાર છે. હવે તે થોડું ઠંડું થાય ત્યારે તેમાં મીઠું કે ખાંડ મિક્સ કરીને બાળકોને પીવડાવો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર