Home /News /lifestyle /

Health: જીભનો બદલતો રંગ આપશે હ્રદય રોગનો સંકેત, જાણો કેવો હોવો જોઈએ તંદુરસ્ત જીભનો રંગ?

Health: જીભનો બદલતો રંગ આપશે હ્રદય રોગનો સંકેત, જાણો કેવો હોવો જોઈએ તંદુરસ્ત જીભનો રંગ?

આ રંગ આપશે હ્રદય રોગનો સંકેત

કેટલીકવાર ખોરાક અને દવાઓના કારણે જીભનો રંગ બદલાઈ જાય છે. જીભ પર એક જાડું પડ જમા થાય છે, જેને સાફ કરવાથી તમે તમારી જીભનો રંગ જોશો. જ્યારે તમે બીમાર હો ત્યારે ડોક્ટર પણ તમારી જીભનો રંગ જોઈને રોગનો અંદાજ લગાવી શકે છે. લોહી અને ઓરલ ઇન્ફેક્શન ઉપરાંત, તમારી જીભનો રંગ પણ સૂચવે છે કે તમને હૃદય રોગ (Heart Disease) છે, જેને ઓળખવું મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ ...
    Tongue Changing Color - તમારી જીભ તમારા સ્વાસ્થ્યનું રહસ્ય જણાવે છે. જી હાં, જીભના બદલતા રંગથી તમે શરીરમાં રોગને ઓળખી શકો છો. દરેક વ્યક્તિની જીભની રચના અને રંગ અલગ-અલગ હોય છે, પરંતુ જો જીભના રંગમાં અચાનક બદલાવ આવે તો તે કોઈને કોઈ રોગનો સંકેત આપે છે. જો કે કેટલીકવાર ખોરાક અને દવાઓના કારણે જીભનો રંગ બદલાઈ જાય છે. જીભ પર એક જાડું પડ જમા થાય છે, જેને સાફ કરવાથી તમે તમારી જીભનો રંગ જોશો. જ્યારે તમે બીમાર હો ત્યારે ડોક્ટર પણ તમારી જીભનો રંગ જોઈને રોગનો અંદાજ લગાવી શકે છે. લોહી અને ઓરલ ઇન્ફેક્શન ઉપરાંત, તમારી જીભનો રંગ પણ સૂચવે છે કે તમને હૃદય રોગ (Heart Disease) છે, જેને ઓળખવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કયો રંગ હૃદય રોગની નિશાની આપે છે.

    જાણો કેવો હોવો જોઈએ તંદુરસ્ત જીભનો રંગ?


    મેડિકલ ન્યૂઝ ટુડે મુજબ, સામાન્ય રીતે સ્વસ્થ શરીર માટે, જીભનો રંગ ગુલાબી હોવો જોઈએ અને તેના પર સફેદ પાતળું પડ હોવું જોઈએ. વ્યક્તિના શરીરના હિસાબે જીભનો રંગ આછો ગુલાબી અથવા ઘેરો ગુલાબી પણ હોઈ શકે છે. તંદુરસ્ત જીભમાં ઉપર અને બાજુઓ પર ઘણા પેપિલી હોય છે. પેપિલી નાના, આછકલા બમ્પ્સ છે જે જીભના ઉપરના ભાગને જાડા બનાવે છે.

    આ પણ વાંચો: તમારી ઊભા રહેવાની સ્ટાઇલ ખોલી દે છે તમારી પર્સનાલિટીનો રાઝ, જાણો કઇ રીતે

    વાદળી અને જાંબલી રંગ સૂચવે છે હૃદય રોગ


    |જો હૃદય સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ છે, તો તમારી જીભનો રંગ વાદળી અથવા જાંબલી થઈ જાય છે. જ્યારે હૃદય શરીરમાં લોહીને યોગ્ય રીતે પમ્પ કરતું નથી, ત્યારે જીભનો રંગ વાદળી અથવા જાંબલી થવા લાગે છે. ક્યારેક લોહીમાં ઓક્સિજનની અછતને કારણે જીભનો રંગ વાદળી થઈ જાય છે. જો આવી સ્થિતિ ગંભીર બની જાય તો જીભની રક્તવાહિનીઓમાં સોજો આવવાનું જોખમ પણ વધી જાય છે.

    આ પણ વાંચો: મહિલાઓને જો શરીરમાં દેખાય આ લક્ષણો તો તાત્કાલિક કરાવો ટેસ્ટ, હોઇ શકે છે જીવલેણ બીમારી

    હૃદય રોગના અન્ય સંકેત


    - બ્લડ સર્ક્યુલેશનનું અસંતુલન
    - હાઈ બ્લડ સુગર
    - હાઇ કોલેસ્ટ્રોલ
    - છાતીનો દુખાવો
    - ગળા અથવા જડબામાં દુખાવો
    - અતિશય પરસેવો
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन