Home /News /lifestyle /Urine color sign: શું વારંવાર પેશાબના રંગમાં આવતો ફેરફાર છે કોઈ રોગના સંકેત, જાણો હકીકત
Urine color sign: શું વારંવાર પેશાબના રંગમાં આવતો ફેરફાર છે કોઈ રોગના સંકેત, જાણો હકીકત
યૂરિનનો રંગ બદલાય છે
Urine color sign: યૂરિનરી ટ્રેકરમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પેશાબનો રંગ વાદળી થઈ શકે છે. આ હાયપરકેલ્સીમિયા અથવા બ્લુ ડાયપર સિન્ડ્રોમની નિશાની હોઈ શકે છે.
Urine color sign: તમારા પેશાબ (Urine)નો રંગ ઘણું બધું કહી જાય છે. પેશાબનો રંગ કેટલાક રોગોની નિશાની પણ હોઈ શકે છે. કેટલાક લોકો સતત ચિંતાતુર રહે છે કે પેશાબનો બદલાતો રંગ તેમને થયેલા કોઈ રોગ થવાની નિશાની છે. MayoClinicની વેબસાઈટ અનુસાર, દરેક વખતે પેશાબનો રંગ બદલાવો તે રોગની નિશાની નથી. ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી મળતા પિગમિન્ટ અને રસાયણો પણ પેશાબનો રંગ બદલવા માટે જવાબદાર હોઈ શકે છે.
બીટ, બેરીઝનાં રસ અને કઠોળ વગેરે જેવી ઘણી વસ્તુઓ છે જેનું સેવન પેશાબનો રંગ બદલી શકે છે. કેટલીક દવાઓ પણ એવી પણ છે, જેના ઉપયોગથી પેશાબનો રંગ પીળો, લાલ અથવા ગ્રીનિશ બ્લૂ થઈ શકે છે, પરંતુ જો પેશાબના રંગમાં અસામાન્ય ફેરફાર થાય છે, તો તે કોઈ રોગનો સંકેત હોઈ શકે છે. લિવર, કિડની અને ડાયાબિટીસ જેવા રોગો વિશે જાણવા માટે પણ યુરિન ટેસ્ટ કરવામાં આવે છે. સાથે જ યુરિનરી ટ્રેક્ટની સમસ્યા પણ આના દ્વારા જાણી શકાય છે.
કઈ રીતે જાણવું કે યૂરિનનો રંગ સામાન્ય છે
જો બીટ અને જાંબુ વગેરેનું સેવન કરવામાં આવે અથવા કેટલીક દવાઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પેશાબનો રંગ લીલો, પીળો અને વાદળી પણ થઈ શકે છે, પરંતુ જો આવા કોઈ પદાર્થનું સેવન કરવામાં આવતું નથી અને તેમ છતાં પેશાબનો રંગ અસામાન્ય રીતે બદલાઈ ગયો છે તો તે કોઈ રોગની નિશાની હોઈ શકે છે
સામાન્ય રીતે પેશાબનો રંગ પાણી પીવા પર આધાર રાખે છે. પ્રવાહી પેશાબમાં પીળા પિગમિન્ટને પાતળું કરે છે, તેથી જેટલું વધુ પાણી પીવામાં આવે તેટવો જ પેશાબનો રંગ સ્પષ્ટ થશે. જ્યારે ઓછું પાણી પીવામાં આવે છે, તો પેશાબનો રંગ પીળો સાથે ઘટ્ટ થઈ જાય છે. જો કે, કેટલીકવાર પેશાબનો રંગ સામાન્ય કરતાં વધુ બદલાઈ શકે છે. તે લાલ, લીલો, વાદળી, ઘેરો બદામી અને સફેદ પણ હોઈ શકે છે.
ક્યારે કરવો જોઈએ ડોક્ટરનો સંપર્ક
જો યુરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેક્શન હોય કે કિડનીમાં પથરી હોય તો પેશાબનો રંગ લોહીના રંગ જેવો દેખાશે. સામાન્ય રીતે, પેશાબ કરતી વખતે દુખાવો થતો હશે, પરંતુ જો કોઈ દુખાવો ન હોય અને પેશાબનો રંગ લોહીવાળો હોય તો તે જોખમી હોઈ શકે છે.
યૂરિનરી ટ્રેકરમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પેશાબનો રંગ વાદળી થઈ શકે છે. આ હાયપરકેલ્સીમિયા અથવા બ્લુ ડાયપર સિન્ડ્રોમની નિશાની હોઈ શકે છે.
જો પેશાબનો રંગ ઘાટો અથવા નારંગી રંગનો હોય તો તે ઘણી સમસ્યાઓનો સંકેત છે.
ક્યારેક પેશાબનો રંગ ઘેરો બદામી અથવા કાળો હોઈ શકે છે. આ કોપર અથવા ફિનોલ ઝેરને કારણે હોઈ શકે છે. તે મેલાનોમાનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે. જો ખોરાકને કારણે પેશાબનો રંગ બદલાયો નથી, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર