6 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ શરુ, જાણો ક્યારે મનાવાશે રામનવમી અને ગુડી પડવો

News18 Gujarati
Updated: April 4, 2019, 3:42 PM IST
6 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ શરુ, જાણો ક્યારે મનાવાશે રામનવમી અને ગુડી પડવો
જાણો, આ ચૈત્ર નવરાત્રિની શું તિથિ અને દિવસ
News18 Gujarati
Updated: April 4, 2019, 3:42 PM IST
ચૈત્ર નવરાત્રી 6 એપ્રિલથી શરૂ થશે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. સમગ્ર વર્ષમાં ચાર વખત નવરાત્રી આવે છે. ચૈત્રી નવરાત્રીમાં સૌથી વધુ મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે, જે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન આવે છે. હિન્દુ માન્યતા મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રીને જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીને વસંતિક નવરાત્રી પણ કહેવામાં આવે છે.

6 એપ્રિલથી નવ દિવસ સુધી વિધિ-વિધાન સાથે દેવી દુર્ગાને રુપો શૈલપુત્રી, બ્રહ્મચારી, ચંદ્રઘંટા, કૃષ્માંડા, સ્કંદમાતા, કાત્યાની, કાલરાત્રિ, મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે 14 એપ્રિલે રામ નવમી ઉજવવામાં આવશે.

ચૈત્ર નવરાત્રી વર્ષમાં આવનાર સૌથી પહેલી નવરાત્રી છે. આ નવરાત્રીથી જ હિન્દુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આની સાથે રામાયણ અનુસાર માનવામાં આવે છે કે ભગવાન રામે ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજા કરી હતી અને રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો.

ચૈત્ર નવરાત્રી હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ લોકપ્રિય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં, 'ગુડી પડવો' આ દિવસથી શરૂ થાય છે, જ્યારે આંધ્ર પ્રદેશ જેવા દક્ષિણી રાજ્યોમાં આ દિવસે 'ઉગાદી' તહેવાર શરૂ થાય છે.

 
First published: April 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...