Home /News /lifestyle /ચૈત્રી નવરાત્રિ: ઉપવાસમાં આ તેલમાં વસ્તુઓ તળો છો અને ખાઓ છો? તો બંધ કરી દેજો, નહીં તો ઉપવાસ તૂટી જશે
ચૈત્રી નવરાત્રિ: ઉપવાસમાં આ તેલમાં વસ્તુઓ તળો છો અને ખાઓ છો? તો બંધ કરી દેજો, નહીં તો ઉપવાસ તૂટી જશે
ઉપવાસનું અનેક રીતે મહત્વ રહેલું છે.
Which oil using In Navratri vrat: નવરાત્રિના નવ દિવસોમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ સમયે મોટાભાગના લોકો ફરાળ કરતા હોય છે. આ સાથે પુરી, પરાઠા જેવી વાનગીઓ કયા તેલમાં તળવી જોઇએ એ વિશે ખાસ જાણી લો તમે પણ. સાથે જાણો ધાર્મિક માન્યતાઓ અનુસાર કયુ તેલ ઉપવાસમાં ઉપયોગમાં લેવું જોઇએ.
Which oil using In Navratri vrat: હાલમાં ચૈત્રિ નવરાત્રિ શરૂ છે. આ નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાની આરાધના સાથે અનેક લોકો નવ દિવસના ઉપવાસ કરીને પૂજા અર્ચના કરતા હોય છે. આ દિવસોમાં ફળાહાર કરવાનો નિયમ હોય છે. નવ દિવસના ઉપવાસ દરમિયાન સામાન્ય રીતે પુરી, પરાઠા તેમજ બીજી અનેક વસ્તુઓ ફરાળમાં ઘરે બનતી હોય છે. પરંતુ અનેક લોકોને આ વિશે એવું થતુ હોય છે કે ઉપવાસમાં કયા તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો જાણો વ્રત દરમિયાન કયા તેલમાં ફરાળી વાનગીઓ બનાવવી જોઇએ.
રિફાઇન્ડ ઓઇલ અનેક પ્રકારના બીજમાંથી બનાવવામાં આવે છે. જેમાં મગફળી, સોયાબીન અને સનફ્લાવરના બીજ હોય છે. રિફાઇન્ડ ઓઇલનો સ્મોકિંગ પોઇન્ટ ઘણો હોયછે. આને હેલ્ધી ફેટ લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે. આ સમયે તમે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરો છો તો ડાયજેશન સિસ્ટમમાં સમસ્યા થઇ શકે છે. આ સાથે અપચો અને બ્લોટિંગની સમસ્યા થવાના ચાન્સિસ વધી જાય છે.
જાણો કયુ તેલ નોરતામાં ઉપયોગમાં લેવુ જોઇએ
નોરતાના ઉપવાસમાં તમે મગફળીનું તેલ, જૈતુનનુ તેલ તેમજ બદામના તેલનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તેલને ફરાળી શ્રેણીમાં સ્થાન છે.
ઉપવાસ દરમિયાન રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ દેસી ઘી અને ઘરનું માખણ ઉપયોગમાં લો છો તો સૌથી બેસ્ટ છે. તમે દેસી ઘીનો ઉપયોગ પરાઠા તેમજ શાકના વઘારમાં ઉપયોગ લઇ શકો છો.જો કે દેસી ઘીમાં ક્યારે તળવુ જોઇએ કારણકે આનાથી સ્મોકિંગ પોઇન્ટ ઓછા થઇ જાય છે, જ્યારે ઘીના બધા ન્યૂટ્રિશન ગરમ કરતાની સાથે જ ખતમ થઇ જાય છે.
જાણો કયા તેલનો ઉપયોગ ના કરવો જોઇએ
બીજમાંથી બનતા તેલનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળો. જેમ કે સરસિયાનું તેલ, સનફ્લાવરનું તેલ, અળસીનુ તેલ..આ તેલ વ્રત દરમિયાન જરા પણ વસ્તુ બનાવવાના ઉપયોગમાં લેવા જોઇએ નહીં. કહેવાય છે કે આ તેલનો ઉપયોગ કરવાથી જાણતા-અજાણતા તમારો ઉપવાસ તૂટી ગયો એમ કહેવાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર