Home /News /lifestyle /બ્લેક વોટરના દિવાના છે વિરાટ કોહલી સહિત અનેક સેલેબ્રિટીઝ, જાણવા જેવા છે આ 5 મોટા ફાયદા

બ્લેક વોટરના દિવાના છે વિરાટ કોહલી સહિત અનેક સેલેબ્રિટીઝ, જાણવા જેવા છે આ 5 મોટા ફાયદા

બ્લેક વોટરના ગજબ ફાયદા

Black Water Health Benefits: પાછલા કેટલાક સમયથી બ્લેક વોટર લોકો માટે ચર્ચાનો વિષય બનેલું છે. વિરાટ કોહલી સહિત ઘણા સ્ટાર્સ બ્લેક વોટર પીવે છે, જેના કારણે તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.

    Black Alkaline Water And Virat Kohli Fitness: ક્રિકેટ અને બોલિવૂડ જગતના તમામ સ્ટાર્સ તેમની હેલ્થ અને ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે અને લોકો સેલિબ્રિટીઝના હેલ્થ સીક્રેટ્સ વિશે ચર્ચા કરે છે અને મોટી સંખ્યામાં લોકો તેમને ફોલો પણ કરે છે. સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટીઝ ખુલાસો કરી ચુક્યાં છે કે તેઓ ઘરે પણ 'બ્લેક વોટર' પીવે છે.

    બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, શ્રુતિ હાસન અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે પણ 'બ્લેક વોટર' પીવાની વાત સ્વીકારી છે. છેલ્લા કેટલાક સમયથી લોકો બ્લેક વોટર વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે બ્લેક વોટર પીવાના શું ફાયદા છે. આજે અમે તમને તેના હેલ્થ બેનેફિટ્સ વિશે જણાવીશું.

    આ પણ વાંચો : Makeup hacks: ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત સોફ્ટ-સોફ્ટ થઇ જશે

    Black Water શું હોય છે?


    સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે કે બ્લેક વોટર શું છે. એક રિપોર્ટ અનુસાર, બ્લેક વોટર એ આલ્કલાઇન બેઝ્ડ પાણી (Alkaline Based Water) છે, જેનું પીએચ લેવલ નોર્મલ ડ્રિંકિંગ વોટર કરતા વધારે છે. એવું માનવામાં આવે છે કે તેને પીવાથી શરીરનું એસિડ ન્યુટ્રલાઇઝ થઇ જાય છે અને સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. સામાન્ય પીવાના પાણીનું pH લેવલ 7 હોય છે જ્યારે બ્લેક વોટરનું pH લેવલ 8-9 છે. તેમાં ઘણાં મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જે તેને સાદા પાણી કરતાં ખાસ બનાવે છે. તે નેચરલ પણ છે અનેઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ દ્વારા પણ બનાવવામાં આવે છે.

    Black Alkaline Waterના 5 હેલ્થ બેનેફિટ્સ


    ડાઇજેશન ઇમ્પ્રુવ કરે છે : એક રિપોર્ટ અનુસાર બ્લેક વોટર પીવાથી ડાયજેશન સુધરે છે. તે ગુડ ગટ બેક્ટેરિયાનો ગ્રોથ વધારે છે, જે ડાયજેશનમાં સુધારો કરે છે. આલ્કલાઇન વોટરમાં હાઇ પીએચ લેવલ હોય છે, જેના કારણે શરીરમાં ઉત્પન્ન થતું વધારાનું એસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.

    આ પણ વાંચો : આ દિવસોમાં રિલેશન રાખવાથી પ્રેગનન્સી કન્સિવ થવાના ચાન્સિસ છે સૌથી વધારે, છોકરીઓ ખાસ જાણો

    સ્કીનને ગોરી બનાવે છેઃ બ્લેક વોટર પીવાથી આપણી સ્કીનમાં મેલાનિનનું કંસ્ટ્રક્શન ઘટી જાય છે અને સ્કીનનો કલર નિખરે છે. બ્લેક વોટર પીવાથી ખીલ અને પિગમેન્ટેશનની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી તમારી સ્કીન નિખરે છે અને ચમકદાર બની શકે છે.

    ઇમ્યુનિટીને કરે છે બૂસ્ટ : આપણા શરીરને રોગો સામે લડવા માટે મજબૂત ઇમ્યુનિટીની જરૂર હોય છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ઇમ્યુનિટી સૌથી મોટું હથિયાર સાબિત થયું. બ્લેક આલ્કલાઇન વોટર આપણી ઇમ્યુનિટી વધારે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.



    ફર્ટિલિટીની સમસ્યાઓથી મળે છે રાહત: બ્લેક વોટરમાં હાઇ pH લેવલ હોય છે, જે શરીરમાં ઉત્પન્ન થતા એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. આનાથી લોકોની પ્રજનન ક્ષમતા સુધરે છે અને મહિલાઓ માટે ગર્ભાવસ્થાને સરળ બનાવે છે. આલ્કલાઇન વોટર રિપ્રોડક્ટિવ હેલ્થ સુધારે છે.
    Published by:Bansari Gohel
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन