Home /News /lifestyle /આ રીતે બાળકો માટે ક્રિસમસ પાર્ટી Organise કરો, મજ્જા પડી જશે અને યાદગાર બની રહેશે  

આ રીતે બાળકો માટે ક્રિસમસ પાર્ટી Organise કરો, મજ્જા પડી જશે અને યાદગાર બની રહેશે  

ઘરે કેક બનાવો અને એન્જોય કરો

Celebration of Christmas for child: હવે ક્રિસમસને થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. આમ, જો તમે આ દિવસને તમારા બાળકો સાથે ખાસ બનાવવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે સૌથી બેસ્ટ છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ક્રિસમસના તહેવારને હવે થોડાક જ દિવસો બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. નાનાં બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકો આ ફેસ્ટિવલ સેલિબ્રેશન કરતા હોય છે. દરેક લોકોમાં ફેસ્ટિવસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીના નાના બાળકોને આ તહેવાર બહુ જ ગમતો હોય છે. વિદેશોની જેમ આપણાં દેશમાં પણ ક્રિસમસનું મહત્વ ખૂબ વધતુ જાય છે. પહેલાં કરતા આજના સમયમાં લોકો ભારે ઉત્સાહથી આની ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને પેરેન્ટ્સ બાળકોની ખુશી માટે આ તહેવારની અનેક રીતે તૈયારી કરતા હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો ક્રિસમસ સેલિબ્રેશનને સ્પેશયલ બનાવી શકો છો.

ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરો


તમે બાળકો માટે મસ્ત ક્રિસમસ ટ્રી તૈયાર કરી શકો છો. ક્રિસમસ ટ્રી સજાવવા માટે તમને બજારમાંથી સરળતાથી અનેક વસ્તુઓ મળી રહે છે. આ સાથે જ તમે ગુગલ પરથી પણ નવા આઇડિયા લઇ શકો છો. ક્રિસમસ ટ્રીમાં તમે બાળકો માટે મસ્ત ગિફ્ટ છુપાવીને પણ રાખી શકો છો.

આ પણ વાંચો: લો, બોલો..2022માં લોકોએ ગુગલ પર કર્યુ કંઇક આવું સર્ચ

કેક બનાવો


આ ફેસ્ટિવલને તમે ખાસ બનાવવા માટે મસ્ત કેક પણ ઘરે બનાવી શકો છો. તમે ક્રિસમસને યાદગાર બનાવવા માટે બાળકને ગમતી મસ્ત કેક બનાવો છો તો એ ખુશ થઇ જાય છે. કેક બનાવતી વખતે તમે ખાસ કરીને બાળકોની મદદ લઇ શકો છો. આમ કરવાથી તમારા બાળકનો પણ આખો દિવસ વ્યસ્ત રહેશે અને મજા આવશે.

આ પણ વાંચો:આ રીતે કાંટા ચમચીથી રસોડાના કામને સરળ બનાવો

પાર્ટી ઓર્ગેનાઇઝ કરો


તમે તમારા બાળકો માટે સ્પેશયલ પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો. આ પાર્ટી તમારે તમારા બાળકે સરપ્રાઇઝ રીતે આપવી. તમે બાળકને સરપ્રાઇઝ પાર્ટી આપો છો તો એ ખુશ થઇ જાય છે. સરપ્રાઇઝ પાર્ટી તમે અનેક રીતે એરેન્જ કરી શકો છો. આ માટે થીમ બેસ્ડ પાર્ટીમાં બાળકોની સાથે તમે એના મિત્રોને બોલાવો છો તો બાળકને મજા આવે છે.


ગેમ્સ રમાડો


તમે તમારા બાળકોને આ ખાસ દિવસે કંઇક નવી-નવી ગેમો રમાડી શકો છો. આ માટે તમે બાળકના ફ્રેન્ડસને ઘરે બોલાવો અને ગેમ્સ રમાડો. ગેમ્સ રમાડવાથી બાળક ખુશ થઇ જશે અને તમને પણ મજા આવશે.








First published:

Tags: Child, Christmas celebration, Life style