Home /News /lifestyle /

Holi 2021: કોરોનાના ખતરા વચ્ચે આ રીતે ઉજવો હોળી

Holi 2021: કોરોનાના ખતરા વચ્ચે આ રીતે ઉજવો હોળી

કોરોનાનાં ખતરા વચ્ચે 2021 ની હોળી આ રીતે ઉજવજો.. Image/shutterstock

હોળીના તહેવાર દરમિયાન તમારે ખૂબ સાવધાની પૂર્વક ઉજવણી કરવી જોઈએ. જેથી તમે કોરોના વાયરસથી સુરક્ષિત રહી શકો અને તહેવારોના સમયે ખુશીનો રંગ ઓછો ન થાય. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે સુરક્ષિત રીતે હોળી ઉજવી શકશો.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક:  આ વર્ષે 28 અને 29 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવાશે. પરંતુ બીજી તરફ દેશમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેને લઈને હોળીના તહેવાર દરમિયાન તમારે ખૂબ સાવધાની પૂર્વક ઉજવણી કરવી જોઈએ. જેથી તમે કોરોના વાયરસથી સુરક્ષિત રહી શકો અને તહેવારોના સમયે ખુશીનો રંગ ઓછો ન થાય. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે સુરક્ષિત રીતે હોળી ઉજવી શકશો.

    ગળે મળવાથી અને હાથ મિલાવવાથી બચો- યાદ રાખો કે હોળી ઉજવતી વખતે તમારા હાથ આંખ, નાક અને કાનને ન અડકે. તેમજ સફાઈનું પણ ધ્યાન રાખો. આ રીતે તમે પોતાને સુરક્ષિત રાખી શકશો.

    સેનેટાઇઝરનો કરો ઉપયોગ- હોળીના તહેવારમાં આપણે ગમે ત્યારે ગમે તેવા હાથે કંઈ પણ ખાઈ લઈએ છીએ. પરંતુ આવું કરવાથી બચવું જોઈએ. હોળીની ઉજવણી દરમિયાન હાથમાં સેનેટાઇઝર રાખવું જોઈએ. તેમજ સમયે-સમયે જરૂરત પડતાં તેનો ઉપયોગ કરવો જોઈએ.

    ભીડથી બચો- હોળીના તહેવારમાં લોકો સમૂહમાં ભેગા થાય છે અને ઉજવણી કરે છે. પરંતુ મહામારીને કારણે ઓછા લોકો હોય તેવા ગ્રુપમાં હોળી રમવી જોઈએ. જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે.

    હર્બલ રંગોથી રમો હોળી- લોકો આજકાલ કેમિકલવાળા રંગોથી હોળી રમતા હોય છે. પરંતુ તમારે હર્બલ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગો તમે ઘરે જ બનાવી શકો છો, જો તમે વધુ મહેનત ન કરવા માંગતા હોય તો બજારમાં પણ આવા હર્બલ રંગો ઉપલબ્ધ છે, જે તમે ખરીદી શકો છો.

    માસ્ક છે ખૂબ જરૂરી- હોળી રમતી વખતે આંખો પર ચશ્મા અવશ્ય પહેરો. જેનાથી કોઈક પ્રકારના સંક્રમણથી બચી શકાશે અને તમારી આંખો પણ સેફ રહેશે. બીજી તરફ હોળી મિલન વખતે લોકોના ઘરે જતા સમયે માસ્ક પહેરવાનું ન ભૂલશો. પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો.
    First published:

    Tags: 5 TIPS For Safe Holi, Celebrate Holi, Happy Holi, Holi 2021, News in Gujarati, Safe Holi 2021, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन