Home /News /lifestyle /

Coronavirus: કોરોનામાંથી રિકવર થયા બાદ પણ લોંગ કોવિડના કારણે હ્રદય પર રહે છે જોખમ

Coronavirus: કોરોનામાંથી રિકવર થયા બાદ પણ લોંગ કોવિડના કારણે હ્રદય પર રહે છે જોખમ

કોરોનામાંથી રિકવર થયા બાદ પણ લોંગ કોવિડની રહે છે અસર

Long covid symptoms and Treatment: સાજા થયેલા લોકોને આજે પણ પડતી મુશ્કેલીને લોંગ કોવિડ અસર તરીકે ઓળખવામાં આવે છે. તે 2020ની પ્રારંભિક લહેરમાંથી જોવા મળી રહી છે અને 2021ના વેરિયન્ટમાં પણ ચાલુ રહે તેવું લાગે છે.

  કોરોના વાયરસ (Coronavirus)ની ભયાવહતા હજી ટળી નથી. નવા નવા વેરિયન્ટ (New variant of Corona)ના કારણે આજે પણ વિશ્વમાં ખૌફ છે. ફેસ માસ્ક (Mask) અને રસી (Vaccines)ઓના કારણે મહામારી ધીમી કરવા અને મૃત્યુ દર ઘટાડવાનો પ્રયાસ થયો છે, પણ સંક્રમણ (Infaction) લાગ્યા પછી બચી ગયેલા લોકો આજે પણ લોન્ગ ટર્મ અસરથી પીડાઈ રહ્યા છે. કોરોનાના ચેપમાંથી મુક્ત થયા બાદ પણ લોન્ગ ટર્મના કારણે અનેક લોકોને શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે, આ સાથે હ્રદય પર પણ મોટું જોખમ ઊભું થયું છે.

  ઓમિક્રોનમાં લોન્ગ કોવિડનું જોખમ ઓછું


  સાજા થયેલા લોકોને આજે પણ પડતી મુશ્કેલીને લોંગ કોવિડ અસર તરીકે ઓળખવામાં આવે છે. તે 2020ની પ્રારંભિક લહેરમાંથી જોવા મળી રહી છે અને 2021ના વેરિયન્ટમાં પણ ચાલુ રહે તેવું લાગે છે.

  ઓમિક્રોન ફેમિલી સાથે આ કેટલી લાંબી તકલીફ થાય છે તેનું હજુ પણ મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેના પાછળ વાયરસે તેના વાઇરલ્યુન્સને ટેમ્પર કરી દીધું હોવાનું કારણ જવાબદાર હોય શકે છે અથવા તેની અસરો અગાઉના સંક્રમણ કે રસીકરણથી મળેલી રોગપ્રતિકારક શક્તિના કારણે ઓછી થઈ ગઈ છે. કોઈપણ કિસ્સામાં, લોન્ગ કોવિડનું જોખમ વાયરસના અગાઉના સ્વરૂપોની તુલનામાં ઓમિક્રોનમાં ઓછું હોવાનું જણાય છે.

  આ પણ વાંચો: લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે ખુબ ફાયદાકારક, પરંતુ કેટલીક ભૂલો કરવાથી બચવું છે જરૂરી

  લોંગ કોવિડ એટલે શું?


  લોંગ કોવિડની વ્યાખ્યા સામે આવવામાં સમય લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) લોંગ કોવિડને તીવ્ર સંક્રમણના ત્રણ મહિના પછી દેખાતા કોવિડના કારણે ઉભા થતા લક્ષણો તરીકે વ્યાખ્યાયિત કરે છે.

  વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર કોવિડ 19 પછીની સ્થિતિ સંભવિત કે પુષ્ટિ થયેલ સાર્સ-કોવ -2 ચેપ લાગ્યો હોય તેવા વ્યક્તિઓમાં જોવા મળે છે, સામાન્ય રીતે આવું ત્રણ મહિના પછી જોવા મળે છે અને ઓછામાં ઓછા બે મહિના સુધી ચાલે છે અને વૈકલ્પિક નિદાન દ્વારા ઈલાજ થઈ શકતો નથી.

  અમેરિકાના ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ (CDC)એ ગંભીર બીમારી પછીના ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલનારા લક્ષણોને લોંગ કોવિડ તરીકે ગણે છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ સબસેટને ચાલુ લક્ષણોવાળા કોવિડ -19 (4-12 અઠવાડિયા) અને પોસ્ટ-કોવિડ -19 સિન્ડ્રોમ (12 અઠવાડિયાથી વધુ) તરીકે વ્યાખ્યાયિત કર્યા છે.

  કોરોનાથી બચી ગયેલા 50 ટકા લોકોમાં લોંગ કોવિડની અસર


  વિશ્વભરમાંથી પ્રકાશિત વૈજ્ઞાનિક અહેવાલો તેઓ કયા માપદંડનો ઉપયોગ કરે છે તેના આધારે લોંગ કોવિડના તેમના અંદાજોમાં અલગ પડે છે. સીડીસી દ્વારા તાજેતરના વિશ્લેષણમાં કોવિડથી બચી ગયેલા લોકોમાં આ તકલિફનો 20 ટકાનો અંદાજ છે.

  માર્ચ 2022માં પ્રકાશિત થયેલા કેટલાક અભ્યાસોમાંથી એકત્રિત વૈશ્વિક ડેટાનું મેટા-એનાલિસિસ થયા બાદ કોરોનાથી બચી ગયેલા 50 ટકા લોકોમાં લોંગ કોવિડની અસર હોવાનું ખુલ્યું છે. વાસ્તવિક ટકાવારી ગમે તે હોય પણ લોકોને ખૂબ પરેશાની થતી હોવાથી આ ચિંતાનો વિષય છે.

  લોન્ગ ટર્મ કોવિડમાં નીચે મુજબ આરોગ્ય અસરો જોવા મળો શકે


  - વાયરસને કારણે અંગને થતું નુકસાન

  - વાયરસનો સામનો કરતી વખતે શરીર દ્વારા લગાવવામાં આવેલા જોરદાર રોગપ્રતિકારક શક્તિને કારણે થતી ઇજાની અસર

  - કોવિડથી ઇન્ફેલશનને કારણે અન્ય સ્વાસ્થ્યની તકલીફો અને એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસમાં વધારો.

  - કોવિડ મેનેજમેન્ટ પર ફોકસના કારણે આરોગ્યની અન્ય તકલીફો પર ધ્યાન ન આપવું

  - કોવિડ કેર માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્ટીરોઇડ્સ સહિતની દવાઓ અને તકનીકોની આડઅસરો.

  - એપસ્ટેઇન-બાર વાયરસથી સુપ્ત ચેપને ફરીથી સક્રિય કરવાથી પણ લોંગ કોવિડના કારણ તરીકે દોષિત ઠેરવવામાં આવે છે.

  લોંગ કોવિડની અન્ય અસરો


  આ તકલીફના કારણે ક્રોનિક થાક પણ જોવા મળ્યો છે. કોરોના વાયરસ સાથે લાંબા ગાળાની બીમારી પણ જોવા મળી છે. તેથી લોંગ કોવિડનો મોટાભાગનો ભાગ વાયરસ અને માનવ શરીર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા સાથે સંબંધિત હોવાનું જણાય છે.

  બીજી તરફ કોવિડથી બચી ગયેલા લોકોની ફરિયાદોને સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક ગણાવી તેના પર ધ્યાન ન આપવાની ડોકટરોની વૃત્તિ ભૂલભરેલી હોવાનું સામે આવ્યું છે.

  આવી ગંભીર સમસ્યા થઈ શકે


  લોંગ કોવિડમાં મગજ અને હૃદયથી લઈને જઠરાંત્રિય પ્રણાલી અને સ્વાદુપિંડ સુધીના વિવિધ અંગોની બિમારીઓ શામેલ છે. વાયરસને કારણે પેશીઓને થયેલા નુકસાન ઉપરાંત ક્રેનિયલ ચેતા (ધ વેગસ)ને અસર થઈ શકે છે તેવું સૂચવતા કેટલાક પુરાવા છે.

  તે સૌથી લાંબી ક્રેનિયલ ચેતા છે અને ઘણા મહત્વપૂર્ણ અવયવોને કંટ્રોલ કરે છે. આમ તો ઘણા અવયવો અને શરીરના કાર્યોને લોંગ કોવિડથી અસર થઈ શકે છે, પરંતુ હૃદય અને રક્તવાહિનીઓ પર તેની અસરે નોંધપાત્ર રહી હોવાથી તેના તરફ ધ્યાન ખેંચાયું છે.

  હૃદયના ઇન્ફલેમેશન એટલે કે માયોકાર્ડિટિસ સ્નાયુ તંતુઓને નુકસાન પહોંચાડતા વાયરસની સીધી અસરને કારણે અથવા શરીરના પોતાના સંરક્ષણને કારણે થતી રોગપ્રતિકારક ઇજાના પરિણામે ઉભી થઈ શકે છે. હૃદયને આવરી લેતા પટલમાં પણ સોજો આવી શકે છે.

  કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં હૃદયના સ્નાયુઓને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બચી ગયેલા લોકોમાં ક્ષતિગ્રસ્ત હૃદયના સ્નાયુઓ દ્વારા લોહીમાં મુક્ત થતા એન્ઝાઈમ્સ સ્તરમાં વધારો, ઇકોકાર્ડિયોગ્રાફી અથવા રેડિયોન્યુક્લાઇડ ઇમેજિંગ દ્વારા નોંધવામાં આવેલા હૃદયના સ્નાયુની પમ્પિંગ ક્ષમતામાં ઘટાડો અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલા સ્નાયુના ફાઇબરના નુકસાન પરથી હૃદયની તકલીફો થઈ હોવાના પુરાવા મળે છે.

  થાક અને છાતીમાં ઊંડે બળતરા જેવા લક્ષણો પરથી હૃદયની કામગીરી નબળી થઈ હોવાનો અંદાજ આવે છે, જો કે હૃદયરોગ ન હોય તેવી વ્યક્તિઓમાં હાર્ટ ફેઈલના ક્લિનિકલ ચિહ્નો ભાગ્યે જ જોવા મળે છે.

  ચારમાંથી ત્રણ દર્દીઓમાં કાર્ડિયાક તકલીફ


  કોવિડથી બચેલા લોકોના માત્ર થોડોક જ ભાગ મૂલ્યાંકન થઈ શકે છે. તેથી કોવિડમાં હૃદયની તકલીફની માપણી કરવી મુશ્કેલ છે. ઓમિક્રોન આવ્યો તે પહેલા ફ્રેન્કફર્ટમાં વેલેન્ટિના પન્ટમેને 100 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો, તેઓ સંક્રમિત થયાના 10 અઠવાડિયા પછી આ અભ્યાસ થયો હતો.

  જેમાં તેમણે કાર્ડિયાક એમઆરઆઇ (MRI) કર્યું હતું. તેઓએ ચારમાંથી ત્રણ દર્દીઓમાં કાર્ડિયાક અસામાન્યતા હોવાનું જોયું હતું. હૃદયની નબળી પમ્પિંગ ક્રિયા, હૃદયના સ્નાયુઓમાં સોજો અથવા ફાઇબ્રોસિસ અને પેરીકાર્ડાઇટિસ જેવા તારણોમાં સામેલ હતા. મોટા ભાગના દરદીઓ છ મહિના સુધીમાં સારા થઈ ગયા હતા, જોકે એનાં લક્ષણો એક વર્ષ સુધી ચાલ્યાં હતાં

  હૃદયના ધબકારાની થઈ જાય છે અસામાન્ય


  હૃદયના ધબકારાની અસામાન્ય હોવાનું જોવા મળી શકે છે. હૃદયના ધબકારા પર ધીમી અસર કરતી વેગસ નર્વ સામાન્ય રીતે હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે. આ કામગીરી પર અસર થાય છે અને તણાવગ્રસ્ત શરીર એડ્રેનાલિન અને અન્ય કેટેકોલેમાઇન્સને પંપ કરે છે.

  પરિણામે હૃદય ખૂબ ઝડપી ધબકવા લાગે છે. કોઈ વ્યક્તિ ઊભી રહે ત્યારે તેમાં વધારો થઈ શકે છે. આ સ્થિતિ પોસ્ટ્યુરલ ઓર્થોસ્ટેટિક ટાકીકાર્ડિયા સિન્ડ્રોમ (પોટ્સ) તરીકે ઓળખાય છે. આ તકલીફમાં પુખ્ત વયના લોકોમાં 30થી વધુ અને બાળકોમાં 40થી વધુ ધબકારા ધબકારા વધી જાય છે. હૃદય ચૂકી પણ જવાય છે.

  કોરોનાના કારણે ફેફસાંને અસર થઈ હોય તો હૃદય પણ તાણમાં આવી શકે છે. જ્યારે હૃદય લોહી પમ્પ કરે અને ક્ષતિગ્રસ્ત ફેફસાં હૃદયમાં પાછા ફરતા લોહીને અસરકારક રીતે ઓક્સિજન આપે નહીં ત્યારે ફેફસાંનું ફાઇબ્રોસિસ હૃદય માટે વધુ તકલીફ પેદા કરે છે. ગંભીર કોવિડના તબક્કામાં ક્ષતિગ્રસ્ત રક્ત વાહિનીઓને કારણે જે રક્ત ગંઠાઈ જાય છે તે વ્યક્તિ સક્રિય થાય ત્યારે તે દૂર થઈ શકે છે.

  બ્લડપ્રેશર, એક્સિલરેટેડ એથરોસ્ક્લેરોસિસ અને હાર્ટ એટેકનું જોખમ


  રક્તવાહિનીઓનું આંતરિક અસ્તર એટલે કે એન્ડોથિલિયમ ડાયનેમિક સ્ટ્રકચર છે. જે ધમનીને પહોળી અથવા સંકુચિત કરવામાં મદદ કરીને લોહીના પ્રવાહને જાળવી રાખવાનું કામ કરે છે અને સાથે સાથે ઇચ્છનીય રેન્જમાં બ્લડ પ્રેશરને જાળવી રાખે છે.

  કોવિડને કારણે એન્ડોથેલીયલ ડિસફંક્શન થાય છે, જેના પરિણામે જરૂર પડે ત્યારે રક્તવાહિનીઓ પહોળી થવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર, એક્સિલરેટેડ એથરોસ્ક્લેરોસિસ અને હાર્ટ એટેક આવી શકે છે.

  પુરુષોમાં લાંબા ગાળાના ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ખતરો


  પુરુષ જનનાંગોની રક્તવાહિનીઓમાં એન્ડોથેલિયલ વસોડિલેટેશન ગુમાવવાને કારણે પુરુષોમાં લાંબા ગાળાના ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ પણ વધતું હોવાનું સામે આવ્યું છે.

  લોંગ કોવિડમાં હૃદય અને રક્તવાહિનીઓના અનેક વિકાર જોવા મળ્યા છે અને કોવિડથી બચી ગયેલા મોટાભાગના લોકો તેનો અનુભવ કરશે અથવા તેમની અસરો કાયમી રહેશે. લોન્ગ કોવિડનો ભોગ બનેલા ઘણા લોકો સમય જતાં સ્વસ્થ થઈ જાય છે. ખાસ કરીને જો પ્રારંભિક ચેપ હળવો હતો અને કોઈ ફરીથી ચેપ ન લાગ્યો હોય તો તકલીફોથી છુટકારો મળી શકે છે.

  આ પણ વાંચો: Mosquito Bites on Babies: નાના બાળકોને મચ્છર કરડે તો અપનાવો આ 10 ઘરેલું ઉપચાર

  રિકવરીમાં કેટલો સમય લાગે?


  રિકવરી માટે લાગતો સમય શરૂઆતના ચેપની તીવ્રતા, વ્યક્તિની ઉંમર અને અન્ય બીમારીઓના આધારે અલગ-અલગ હોઈ શકે છે. ગંભીર બીમારીથી બચવા માટે સલાહ મુજબ માસ્ક પહેરવું અને રસી લેવી હિતાવહ છે.

  લોન્ગ કોવિડ માટે હજી સુધી કોઈ વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી, પરંતુ તેનો અભ્યાસ હજી પણ ચાલી રહ્યો છે. અત્યારે તો માસ્ક પહેરો અને રસી લેવી એ શ્રેષ્ઠ સલાહ છે.
  First published:

  Tags: Covid, Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन