આપની કોલમમાં સેક્સ સમસ્યા અંગેના પ્રશ્નોના સચોટ જવાબ નિયમિત વાંચુ છું. તમારુ માગદર્શન ધણુ જ સ્પષ્ટ અને સચોટ હોય છે. જેથી મારી તકલીફ આપને જણાવું છું.
સમસ્યા:હાલ મારી ઉંમર 52 વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા પાંચ-છ માસથી સફેદ પદાર્થ વધારે જામે છે. જેને કારણે ધણીવાર ચળ ઉત્પન્ન થાય છે. તથા પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સંભોગ કરતી વખતે તથા કર્યા પછી દુ:ખાવો થાય છે. આ બાબતમાં માર્ગદર્શન આપશો. તથા આ માટે ક્યા નિષ્ણાત ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તે અંગે પણ અચુક જણાવશો.
ઉકેલ: સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો. ધણીવાર ડાયાબિટીસ ના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે. આ દર્દીઓમાં જો ડાયાબિટીસ કાબુમાં ના હોયતો આગળની ચામડી જાડી થઇ જાય છે અને ચોખ્ખાઇ બરાબર થતી હોતી નથી. તેમના પેશાબમાં પણ સુગર રહેલ હોય છે. જેથી ત્યાં બેકટેરિયાનો વિકાસ થતો હોય છે. તેથી ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. અને કદાચ તેજ કારણસર આપને ચળ આવતી હશે. માટે જ્યારે આપ સ્નાન કરો ત્યારે ચામડીને પુરેપુરી નિચે ઉતારી, આગળનો ભાગ સાબુથી દરરોજ સાફ કરજો.
આપની ઉંમર 52 વર્ષ છે. તેથી આપના પત્નીની ઉંમર પણ આશરે છેતાલીસ-સુડતાલીસની આસ-પાસ હશે. આ ઉંમરે સામાન્ય રીતે માસિક સ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ વખતે યોનિમાર્ગમાં ભિનાશ ઓછી થાય છે. અથવા થતી નથી. તેજ કારણે આપને સંભોગ વખતે અને તે પછી દુ:ખાવો થાય છે. આમ ના થાય તે માટે ફોરપ્લે (સંભોગ પહેલાની મસ્તી)માં થોડા સમયનો વધારો કરો. અને ફાયદો ના થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો. આ વોટરબેસ જેલી છે. એટલે તેની કોઇ જ આડઅસર થતી નથી. અને દરેક દવાની દુકાને આસાનીથી મળી શકે છે. આપ નિષ્ણાત સેકસોલોજીસ્ટને બતાવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર