Home /News /lifestyle /આ કારણે પેટમાં પડે છે કીડા, આ ઘરેલું નુસખાઓથી તરત મેળવો રાહત
આ કારણે પેટમાં પડે છે કીડા, આ ઘરેલું નુસખાઓથી તરત મેળવો રાહત
પેટમાં કીડા પડે તો અનેક તકલીફ થાય છે.
cause of stomach worms: નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ઘણી વાર પેટમાં કીડા પડતા હોય છે. પેટમાં કીડા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ ઘરેલું ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વાર બાળકોના પેટમાં કીડા પડતા હોય છે. પેટમાં કીડા પડવા આમ તો સામાન્ય વાત છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે પેટમાં કીડા ગમે તે ઉંમરના લોકોને પડી શકે છે. ઘણી વાર લોકોને આ વિશેની જાણકારી હોતી નથી. જો કે પેટમાં કીડા હાઇજીનની ઉણપને કારણે વધારે થાય છે. આ લક્ષણો સામાન્ય હોય છે જેને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. જો તમે આ લક્ષણો પર ધ્યાન આપતા નથી તો અનેક મોટી બીમારીઓનો શિકાર બની જાવો છો.
ગંદકી અને સારી સાફ-સફાઇ ના થવાને કારણે પેટમાં મોટાભાગના લોકોને કીડા પડતા હોય છે. આ સાથે ગંદુ પાણી પીવાથી પણ પેટમાં કીડા પડી શકે છે. આ માટે હંમેશા બને ત્યાં સુધી હુંફાળુ પાણી પીઓ. આમ, પાણી જ નહીં, પરંતુ જંક ફૂડ ખાવાથી પણ પેટમાં કીડા પડી જાય છે. બાળકોની વાત કરવામાં આવે તો ઘણાં બાળકો માટી ખાતા હોય છે જેના કારણે પણ પેટમાં કીડા પડતા હોય છે.