Home /News /lifestyle /દર વર્ષે મોતિયાના કારણે 2 લાખ બાળકો અંધપાનો ભોગ બને છે, તમારા બાળકમાં ઘેરબેઠા કરો આટલી ચકાસણી

દર વર્ષે મોતિયાના કારણે 2 લાખ બાળકો અંધપાનો ભોગ બને છે, તમારા બાળકમાં ઘેરબેઠા કરો આટલી ચકાસણી

બાળકોમાં મોતિયાની બીમારી

Cataract in India: ભારતમાં 10 હજારમાંથી 6 બાળકો મોતિયાની સમસ્યા સાથે જન્મે છે. તમારા બાળકોમાં લક્ષણોની ચકાસણી કઈ રીતે કરશો? જાણો A to Z સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં.

  કેટરેક્ટ એ આંખની બીમારી છે જેને સફેદ મોતિયો પણ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આ બીમારી બાળકોમાં સામાન્ય છે. આંકડાઓ સૂચવે છે કે 10 હજાર બાળકોમાંથી છ બાળકો આ ગંભીર સમસ્યા સાથે જ જન્મે છે અને બાળકોમાં અંધાપાના કેસમાંથી 10 ટકા આ પ્રકારના જ હોય છે. ડોક્ટરોએ ધ્યાન દોર્યું હતું કે બાળકોમાં મોતિયો એટ્લે કે પીડિયાટ્રિક કેટરેક્ટના કેસમાં ઘણો વધારો થયો છે અને તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે.

  કેટરેક્ટ એક એવી સ્થિતિ છે કે જેમાં આંખના લેન્સની પારદર્શિતાને હાનિ પહોંચે છે. આની પાછળનું કારણ છે ડીજનરેટિવ ચેંજિસ એટ્લે કે એક પ્રકારનું ખવાણ જવાબદાર છે.

  આની પાછળનું કારણ શું?

  આંખના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યારે પારદર્શક અને સ્ફટિક જેવો લેન્સ જ્યારે ધૂંધિયો થવા લાગે ત્યારે ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા જોવા મળી શકે છે.

  જન્મજાત પણ જોવા મળી શકે

  કંજનાઇટલ એટ્લે કે જન્મજાત બાળકોમાં જોવા મળતા કેસમાં તે માતાના ઇન્ફેક્શનના આધારે અથવા ડાઉન સિન્ડ્રોમ જેવી શારીરિક સમસ્યાના કારણે પણ જોવા મળી શકે છે. તે કોઈ એક તરફ અથવા બંને તરફ જોવા મળી શકે છે. આંખના રોગોના નિષ્ણાત એવા ડો. સત્ય પ્રસાદ બાલ્કીએ ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન આ બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

  10 વર્ષ અગાઉ ગામડામાં આવા જેટલા કેસ જોવા મળતા હતા તેની સાપેક્ષમાં હાલ કેસ ઘટ્યા છે. હવે બાળકોની સંભાળ માતા પિતા દ્વારા સારી રીતે લેવામાં આવે છે. માતાઓમાં ઇન્ફેક્શન અને ડિલિવરીની સુવિધાઓ પણ સુધરી છે. શહેરી વસ્તીમાં જો કે આનું ઊંધું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એની પાછળના કારણોમાં ચયાપચયના રોગો, આનુવાંશિક રોગ અને ક્સમયની ડિલિવરી જવાબદાર હોય શકે છે.

  ડો. સત્ય પ્રસાદ બાલ્કીએ ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે પાંચ વર્ષ અગાઉ શહેરી વિસ્તારમાં મને એક વર્ષમાં 6-7 કેસ જોવા મળતા હતા જે હવે 10-15 જોવા મળે છે. જો કે આ આંકડા પણ હજુ ચિંતાજનક તો ન કહી શકાય. પરંતુ બાળકોમાં કેટરેક્ટની સમસ્યા અંગે હવે જાગૃતિ લાવવાની જરૂર છે કારણ કે તેની સીધી અસર

  વિશ્વભરમાં 2 લાખ બાળકો મોતિયાને કારણે અંધ બને છે

  ડૉક્ટર અમૃતા કપૂર ચતુર્વેદી કે જે ડિપાર્ટમેન્ટ ઑફ ઑપ્થેલ્મોલોજી, અમૃતા હોસ્પિટલ, ફરીદાબાદના વરિષ્ઠ સલાહકાર છે તેમણે જણાવ્યુ હતું કે "એવું અનુમાન છે કે વિશ્વભરમાં 2 લાખ બાળકો મોતિયાને કારણે અંધ બને છે અને દર વર્ષે 20,000-40,000 બાળકો આ સ્થિતિ સાથે જ જન્મે છે."

  નેત્રરોગ ચિકિત્સકોએ જણાવ્યું હતું કે, બાળકોના મોતિયાના મોટાભાગના કેસો, બાળકોની નિયમિત આંખની તપાસ દરમિયાન અથવા જ્યારે માતા-પિતા તેમની આંખોમાં સફેદ ચમક જોવે ત્યારે જ ધ્યાનમાં આવે છે કારણ કે બાળકો તેમની દ્રષ્ટિમાં ઘટાડો સમજી શકતા નથી.

  "અમારી પ્રેક્ટિસમાં, અમે તપાસ કરીએ છીએ તે દર 1000 બાળકોમાં 1-2 કેટરેક્ટના કેસ જોવા મળે છે," અમૃતા હોસ્પિટલ્સના ડો. ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, અન્ય સ્પેશિયાલિટી વિભાગમાંથી રેફર કરાયેલા દર્દીઓ, જેમને બીજી સિસ્ટમના રોગો પણ હોય છે, તેઓ મોટે ભાગે મોતિયા સાથે સંકળાયેલા જોવા મળે છે.

  ICARE ના ડો. ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતમાં બાળપણમાં મોતિયાની ઘટનામાં વધારો થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે.

  “બાળકોમાં મૃત્યુદર ઘટી રહ્યો છે અને અગાઉના સમયની સરખામણીમાં અકાળે ડિલિવરી થવાના કારણે મૃત્યુ ઓછા થઈ રહ્યા છે, બાળકો બચી રહ્યાં છે. હવે બાળકોમાં અસ્થમાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કિસ્સાઓમાં સ્ટેરોઇડ્સનો ઉપયોગ મુખ્યસારવાર તરીકે થાય છે, જે મોતિયાનું કારણ બની શકે છે.”

  મુખ્ય કારણો કયા છે?

  બાળરોગના મોતિયા બે પ્રકારના હોય છે: જન્મજાત અને વિકાસલક્ષી.

  જો નાની વયના જૂથોમાં મોતિયાની ફેમિલી હિસ્ટ્રી હોય, તો જન્મજાત મોતિયા થવાની સંભાવના વધી જાય છે. મોટાભાગના કેસમાં જે બાળકો કેટરેક્ટ સાથે જન્મે છે તે અન્ય આંખ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલ હોય છે. મોતિયાનું આ સ્વરૂપ આનુવંશિક પરિબળોને કારણે પણ હોય શકે છે.

  સ્ટેરોઇડ્સનો ઉપયોગ

  ઉપરાંત, માતા દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ પછી બાળક દ્વારા સ્ટેરોઇડ્સનો ઉપયોગ મોતિયા તરફ દોરી શકે છે. બાળરોગના મોતિયાના અન્ય કારણોમાં સ્ટીરોઈડનો દુરુપયોગ, ઇજા, જન્મજાત ગ્લુકોમા અને રેટિનાની સર્જરી છે પણ સમાવિષ્ટ છે.

  માતા દ્વારા પણ પ્રસરી શકે

  મીઝલ્સ એટલે કે ઓરી જેવા કેસમાં જ્યારે માતાના કારણે ગર્ભાવસ્થા દરમિયાન ચેપ લાગે છે, ત્યારે જન્મજાત કેટરેક્ટ વિકસી શકે છે. અપૂરતું પોષણ, મેટાબોલિક સમસ્યાઓ, સગર્ભાવસ્થા ડાયાબિટીસ અથવા માતામાં દવાનું રિએક્શન પણ તેનું કારણ હોઈ શકે છે.

  ચતુર્વેદીજીએ જણાવ્યું હતું કે બાળકોમાં આંખમાં ઈજા, કુપોષણ, કેમિકલ્સના સંપર્કમાં આવવાથી અથવા અમુક દવાઓની આડઅસરને કારણે જન્મ પછી મોતિયા થઈ શકે છે.

  કેટલાક મોતિયા આંખની સર્જરી પછી અથવા ટ્રોમેટિક કેટરેક્ટ તરીકે ઓળખાતી આંખની ઇજાઓના પરિણામે પણ વિકસે છે.

  બાળકોના મોતિયાનું નિદાન ત્યારે થાય છે જ્યારે શંકાસ્પદ કેસો આંખના ડોક્ટરને તપાસ માટે મોકલવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, કીકીમાં સફેદ રીફ્લેક્સ, અસ્પષ્ટ આંખ અથવા નબળી દ્રષ્ટિ જોવા મળતા માતાપિતા સીધા બાળકને લાવે છે.

  ડોક્ટરો કેવી રીતે નિદાન કરે છે?

  પ્રાથમિક સંભાળ રાખનારાઓ - જેમાં માતા-પિતા, વાલીઓ અને શાળાના શિક્ષકોનો સમાવેશ થાય છે - બાળકમાં પ્રારંભિક ચિહ્નો જેમ કે ઓછી દ્રષ્ટિ, વસ્તુઓને ઓળખવામાં નિષ્ફળતા, આંખના મધ્યમાં સફેદ ફોલ્લીઓ, સામાજિક અણગમો અને આંખનું વિચલન વગેરે જોવા મળે તો ગંભીરતાથી આ લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

  જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બાળપણના મોતિયાના લક્ષણો પણ દરેક બાળકમાં અલગ-અલગ હોય છે. “તેમાંના કેટલાકની એક અથવા બંને આંખોમાં ક્લાઊડી એટ્લે કે ઝાંખા લેન્સ હોય છે.

  બાળકોની આંખોના કાળા વિસ્તારોમાં સફેદ ટપકું જોઇ શકાય છે,” ડો. સંદીપ બટ્ટને જણાવ્યું હતું કે, માતા-પિતા આને સરળતાથી શોધી શકે છે અને તેમના બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવી શકે છે. આવા બાળકોમાં ધુમ્મસભરી દ્રષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળ જોવાની ક્ષમતા, રંગોનો ઝાંખો કે પીળો પડવો, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા તેમજ આંખની ઝડપી અને આંચકાભરી હલનચલન જોવા મળી શકે છે.

  આ મોતિયામાં આંખને કાયમ માટે અંધ કરવાની ક્ષમતા હોય છે.

  ડોકટરોએ ચેતવણી આપી હતી કે જ્યારે વહેલું નિદાન ન કરવામાં આવે અને તે કિશોરાવસ્થામાં પણ ચાલુ રહે છે. અને એટલા માટે જ બાળકો માટે નિયમિત દ્રષ્ટિ પરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે જેની ભારતીય માતાપિતાને જાણ સુદ્ધા હોતી નથી. આવા કેસમાં દ્રષ્ટિ બચાવવી ત્યારે જ સરળ છે જ્યારે તેનું નિદાન વહેલું કરવામાં આવ્યું હોય.

  શક્ય સારવાર શું છે?

  ડોકટરો સૂચવે છે કે આ સ્થિતિની વહેલી તકે સારવાર કરવી હિતાવહ છે કારણ કે આ દ્રષ્ટિના વિકાસનો સમય છે અને કોઈપણ વિલંબથી દ્રષ્ટિની કાયમી ખોટ થઈ શકે છે.

  “બાળકના લક્ષણો, ઉંમર અને સરેરાશ આરોગ્ય સારવારને પણ પ્રભાવિત કરશે. કારણ કે સમસ્યાની ગંભીરતા દ્વારા પણ નક્કી કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં બાળકને ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સની જરૂર પડી શકે છે,” ગુરુગ્રામની નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના નેત્રરોગ વિભાગના વડા ડૉ. દિગ્વિજય સિંહે આ પ્રકારે જણાવ્યું હતું.

  સિંઘે ઉમેર્યું હતું કે, માતા-પિતામાં વધેલી જાગરૂકતા અને જોખમના પરિબળો બંનેને કારણે બાળકોમાં મોતિયાની ઘટનાઓ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની ઓપીડીમાં દર 1,000 બાળકોમાંથી એકને આવી સ્થિતિ હોવાનું નિદાન થયું છે.

  નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બાળકોના મોતિયામાં સારવારની પદ્ધતિઓ આશાસ્પદ છે. શસ્ત્રક્રિયા પછી, ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન, કોન્ટેક્ટ લેન્સ અથવા ઓક્લુઝન થેરાપી બાળકને મજબૂત સપોર્ટ સિસ્ટમ આપવામાં મદદ કરી શકે છે.

  ડોક્ટરોએ જણાવ્યું હતું કે, “મોતિયાના નવજાત શિશુ પર ઓપરેશન કરવાનો શ્રેષ્ઠ સમય 6 અઠવાડિયાથી 6 મહિનાની ઉંમરનો છે, ખાસ કરીને જો આંખમાં સ્ક્વિન્ટ અથવા સફેદ ચમક હોય તો.”

  આ પણ વાંચો: જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો રાત્રે આ ખાસ દિનચર્યા અપનાવો, ઝડપથી થશે Weight Loss

  સર્જરીમાં પણ પડકાર

  જો કે, બાળકો માટે મોતિયાની શસ્ત્રક્રિયામાં પણ અનેક પડકારો રહેલા હોય છે. ડોકટરોએ સમજાવ્યું હતું કે બાળકની આંખો નાની હોય છે અને હજુ સંપૂર્ણ વિકાસ કરવાની બાકી હોય છે.

  નારાયણ સુપરસ્પેશિયાલિટીના ડો. સિંઘે સમજાવ્યું હતું કે બાળકમાં મોતિયાની શસ્ત્રક્રિયા પુખ્ત વયના લોકો કરતાં ટેકનિકળી વધારે જટિલ છે અને તેથી ફક્ત બાળરોગની મોતિયાની સર્જરી પૂરતો અનુભવ ધરાવતા સર્જન દ્વારા જ હાથ ધરવામાં આવે છે.  શસ્ત્રક્રિયા પછીના પડકારોમાં આંખમાં બળતરા થવાનું જોખમ છે અને બાળક આંખને ઘસવાથી થતી ઈજા પણ શકી છે. બાળકમાં ઇન્ટ્રાઓક્યુલર દબાણનું જોખમ ગ્લુકોમા નામની બીમારીને નોતરું આપી શકે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Children, Healthy lifestyle, Lifestyle

  विज्ञापन
  विज्ञापन