Home /News /lifestyle /કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય? જાણો હકીકત અને પછી ડાયટમાં સામેલ કરો નહીં તો..

કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય? જાણો હકીકત અને પછી ડાયટમાં સામેલ કરો નહીં તો..

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે.

How much cashews a day: કાજુ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. કાજુ ખાવાથી અનેક સમસ્યાઓમાંથી તમે છૂટકારો મેળવી શકો છો. પરંતુ દરરોજ કેટલી માત્રામાં કાજુ ખાવા જોઇએ એ એક મહત્વનું છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાજુ એક એવું ડ્રાય ફ્રૂટ છે જે અનેક લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણાં લોકોને ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ જ ભાવતા હોય છે. કાજુ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. પરંતુ કેટલાક લોકો હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યાને કારણે કાજુ ખાતા હોતા નથી. પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે કાજુ ખાવાથી ખરેખર કોલેસ્ટ્રોલ વધે છે કે પછી આ એક ભ્રમ છે. આમ, આ વિશે indiatv પરથી લખનઉ ડાયટ ક્લિનીકના ડાયટ એક્સપર્ટ અશ્વિની એચ કુમાર આ વિશે જણાવે છે કે કાજુ બેડ જ નહીં માત્ર ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો આ વિશે વિસ્તારથી..

આ પણ વાંચો:શું તમને પણ વારંવાર રડવાનું મન થાય છે?

શું કાજુ કોલેસ્ટ્રોલ વધારે?


ડાયટ એક્સપર્ટ અશ્વિની એચ કુમાર આ વિશે જણાવે છે કે કાજુ ભારત અને આફ્રિકાની ઉપજ છે અને હાઇ કોલેસ્ટ્રોલમાં આ બદામ અને અખરોટ કરતા સારી હોય છે. સાચુ એ છે કે કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધતુ નથી. વાસ્તવમાં કાજુ પોષક તત્વોનું એક પાવરહાઉસ છે જે નસોને હેલ્ધી રાખવાનું કામ કરે છે. દરરોજ એક મુઠ્ઠી કાજુ ખાવાથી રાત્રે પગ ખેંચાતા નથી. આટલું જ નહીં કાજુ બ્લડ સુગરને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આમ, કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધતુ નથી.

હાર્ટ માટે ફાયદાકારક છે વિટામીન સીથી ભરપૂર કાજુ


ડાયટ એક્સપર્ટ અશ્વિની એચ કુમાર જણાવે છે કે એક સંતરાની તુલનામાં કાજુમાં વિટામીન સીની માત્રા પાંચ ગણી વધારે હોય છે. આનું વિટામીન સી કાર્ડિયો પ્રોટેક્ટિવ પણ છે. આ સાથે બીજા અન્ય પોષક તત્વો તમારા હાર્ટના કામ કાજને તેજ કરે છે અને બ્લડ વેસેલ્સને હેલ્ધી રાખે છે.

આ પણ વાંચો:આ નેચરલી રીતે બાળકોના સફેદ વાળ કાળા કરો

હાઇ બીપીમાં ફાયદાકારક છે કાજુ


હાઇ બીપીથી ભરપૂર કાજુ, પોટેશિયમ, વિટામીન ઇ અને બી 6 તેમજ ફોલિક એસિડથી ભરપૂર હોય છે. આ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ આ માટે જરૂરી છે કે સાચા ટાઇમ પર અને સાચી માત્રામાં કાજુ ખાવા જોઇએ.


એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઇએ


એક દિવસમાં 10 થી 15 કાજુ ખાવા જોઇએ. તમે હેલ્ધી સ્નેક્સની જેમ કાજુ ખાઇ શકો છો. આ સાથે જ સ્મૂધીમાં અને નાસ્તામાં પણ લઇ શકો છો. બસ ધ્યાન એ રાખો કે વધારે કાજુ ના ખાઓ નહીં તો તમને નુકસાન થઇ શકે છે.

(નોંધ: આ આર્ટિકલ સામાન્ય માહિતી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Cholesterol, Health care tips, Life Style News