Home /News /lifestyle /પાર્ટીમાં બહુ બધો દારૂ પી લીધો છે? તો આ રીતે અજમો ખાઓ, ઉલટીથી લઇને બીજી સમસ્યા નહીં થાય

પાર્ટીમાં બહુ બધો દારૂ પી લીધો છે? તો આ રીતે અજમો ખાઓ, ઉલટીથી લઇને બીજી સમસ્યા નહીં થાય

અજમો અનેક રીતે ગુણકારી છે.

Benefits of carom seeds: અજમો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. અજમાનું સેવન સાચી રીતે કરવુ ખૂબ જરૂરી છે. અજમો રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. આ સાથે જ અજમો શરીરની અનેક બીમારીઓ સામે રાહત અપાવવાનું કામ કરે છે.

Benefits of carom seeds: અજમો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. અજમો દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે. અજમામાં રહેલા ગુણો હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમાનું સાચી રીતે સેવન કરવુ ખૂબ જરૂરી છે. અજમો રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે તમારી અનેક સમસ્યાઓને દૂર કરે છે. અજમામાં એન્ટી ઓક્સિડન્ટસ, મિનરલ્સ તેમજ બીજા અનેક ગુણો રહેલા છે. અજમાનો તમે આ પ્રોપર અને સાચી રીતે ઉપયોગ કરો છો તો અનેક સમસ્યાઓ સામે લડી શકો છો. તો જાણો આ વિશે વધુમાં..

આ પણ વાંચો:ડાયાબિટીસને કંટ્રોલ કરે છે આ લાકડાની છાલ

પિરીયડ્સમાં દુખાવો


તમે પિરીયડ્સમાં થાવો અને તમને બહુ દુખાવો થાય છે તો તમે અજમાનું સેવન શરૂ કરી દો. અજમો તમારી આ સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે દરરોજ બપોરે જમ્યા પછી અજમો અને મીઠાની ફાકી લો. આ ફાકી તમને પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત અપાવે છે.

પેટના દુખાવામાંથી રાહત


ઘણી વાર જમવામાં કોઇ એવી વસ્તુ આવી જાય તો એના કારણે સતત પેટમાં દુખતુ હોય છે. આ સમયે અજમો તમારા માટે બેસ્ટ દવાનું કામ કરે છે. તમને પેટમાં બહુ દુખે છે તો તમે અજમો અને મીઠું મોંમા મુકીને પાણી પીલો. આ સાથે જ તમે મીઠું નાંખેલો અજમો પણ પાણી સાથે લઇ શકો છો. અજમો અને મીઠું તમને પેટમાં થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો:આ રીતે નારિયેળ પાણી પીશો તો થશે ગજબના ફાયદા

ખાંસીની સમસ્યા દૂર


તમને બહુ ખાંસી થઇ છે તો તમે અજમાનો સેવન શરૂ કરી દો. અજમાનું સેવન તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે બે કપ પાણી લો અને એમાં અડધો કપ અજમો નાખો. પછી આ પાણીને સવારે અને સાંજે પીવાનું રાખો. આમ કરવાથી તમને ખાંસીમાંથી રાહત થઇ જશે. તમે આમાં થોડુ સંચળ નાખી શકો છો.


દારૂ વધારે પીધો હોય ત્યારે


ઘણાં લોકો હદ વગરનો દારૂ પી લેતા હોય છે. જો કે આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાન કરે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે દારૂ વઘારે પી લીધો હોય અને ઉલટીઓ થતી હોય તો એક ચમચી અજમો ખવડાવવાથી આરામ મળે છે. આ સાથે જ શરીર નોર્મલ આવતા સમય લાગતો નથી.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: COLD, Drink, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો