નવી દિલ્હી : એલચી (Cardamom)નો ઉપયોગ ભારતીય રસોડામાં સદીઓથી થતો આવ્યો છે. ભારતમાં એલચીનો (Cardamom in India) મહિમા ગવાય જ છે. મોટાભાગના રસોડામાં એલચી મળી આવે છે. ત્યારે હવે અમેરિકાની લેબોરેટરીએ પણ એલચીમાં શરીર માટે ફાયદાકારક ગુણધર્મો હોવાનું કહ્યું છે અને એલચી ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં કારગર હોવાનો દાવો કર્યો છે.
સ્તન કેન્સરના લગભગ 10-15 ટકા કેસ ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર (TNBC)ના હોય છે. આ પ્રકારના બ્રેસ્ટ કેન્સરની સારવાર સૌથી મુશ્કેલ હોય છે. તે ખાસ કરીને બ્લેક મહિલાઓ, યુવતીઓ અને BRCAએ મ્યુટેશનવાળી મહિલાઓમાં જોવા મળે છે. ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ રોગના કોષો ત્રણ ઘટકો - એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ અને HER2 પ્રોટીન ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા છે.
મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ ફ્લોરિડાની એ એન્ડ એમ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને રિસર્ચ એનાલિસ્ટ ડો.પેટ્રિશિયા મેન્ડોન્કાએ ફિલાડેલ્ફિયામાં એલચીના ફાયદા અંગે પુરાવા રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે, એલચીમાં કુદરતી કમ્પાઉન્ડ હોય છે, જે TNBCની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ડો.મેન્ડોન્કાએ જણાવ્યું હતું કે એલચી પર ઘણા સંશોધન કરવામાં આવ્યા હતા અને આ સંદર્ભમાં ઘણા લેખો પ્રકાશિત થયા હતા. જેમાં એલચીમાં બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સર સામે લડવાના ગુણ જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ રિપોર્ટ્સમાં ઉલ્લેખિત ઔષધીય અસરો અને ઘણા વર્ષોથી ભારતીય વાનગીઓમાં એલચીના ઉપયોગને ધ્યાનમાં રાખીને, અમે PD-L1/MRfના આધારે તેની અસરની તપાસ કરવાનું નક્કી કર્યું છે. T કોશિકાઓ અન્ય કોશિકાઓ પર હુમલો ન કરી શકે તે માટે PD-1 અને PD-L1 T કોશિકાઓને એક સાથે જોડે છે. જેના કારણે કેન્સરના કોષોને આપણી રોગપ્રતિકારક શક્તિથી બચી જાય છે અને આ રીતે કેન્સર શરીરમાં ફેલાય જાય છે.
આવી સ્થિતિમાં કેન્સરની સારવાર કરતી વખતે PD-L1ને PD-1 કોશિકાઓ સાથે જોડાણ કરતા અટકાવી શકાય છે, જેથી T કોશિકાઓ કેન્સરના કોષો પર હુમલો કરી તેને મારી શકે છે. આ માટે Avelumb (Bavencio) અને Atezolizumab (Tecentriq) એમ બે ઇમ્યુનોથેરાપી દવાઓ છે. આ દવા કેન્સરની સારવારમાં તેનો ઉપયોગ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર