Home /News /lifestyle /

હવે કેન્સરની સારવાર થશે વધુ અસરકારક, ઈમ્યૂનોથેરાપી બનશે વધુ ઉપયોગી - સ્ટડી

હવે કેન્સરની સારવાર થશે વધુ અસરકારક, ઈમ્યૂનોથેરાપી બનશે વધુ ઉપયોગી - સ્ટડી

પ્રતીકાત્મક તસવીર

cancer treatment study: કેન્સરની સારવારમાં સૌથી મોટી સમસ્યા છે શરીરનો થેરાપી પ્રત્યેનો ઓછો રિસ્પોન્સ.

Effect of cancer treatment will increase : કેન્સરના જે દર્દીઓ પર કોઈ સારવારની અસર થતી નથી, તેમની માટે એક સ્ટડી હવે આશિર્વાદ સમાન બને તેવું લાગી રહ્યું છે. અમેરિકાના માયો ક્લિનિક (Mayo Clinic) દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર એમઆરએનએ થેરાપી (mRNA therapy)માં કેન્સર ઈમ્યૂનોથેરેપી (Cancer Immunotherapy)ની અસરમાં સુધારો આવશે. જણાવી દઈએ કે, કોરોનાકાળ દરમ્યાન મેસેન્જર આરએનએ (messenger-RNA) વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. કોરોના સામે રક્ષણ આપતી એમઆરએનએ રસી (anti-coronavirus mRNA vaccine) શરીરના કોષો (Cells)ને નિર્દેશ આપે છે કે વાયરસ સામે ઈમ્યૂન રિસ્પોન્સ કરવા માટે કઈ રીતે પ્રોટિન બનાવવામાં આવે. આ જ ગુણને કારણે એમઆરએનએ ટેક્નિક કેન્સર પર રિસર્ચ કરનારા લોકો અને ડોક્ટરો માટે મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય બની રહ્યો છે.

કેન્સરની સારવારમાં સૌથી મોટી સમસ્યા છે શરીરનો થેરાપી પ્રત્યેનો ઓછો રિસ્પોન્સ. આ સમસ્યા ખાસ કરીને એવા દર્દીઓમાં જોવા મળતી હોય છે, જેમને ઈમ્યૂન ચેકપોઈન્ટ ઈન્હીબિટર (immune checkpoint inhibitor) આપવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત થતા રોકી શકાય કેમ કે વધુ મજબૂત ઈમ્યૂન સિસ્ટમથી હેલ્ધી સેલ્સને પણ ખતરો પેદા થાય છે.

માયો ક્લિનિક (Mayo Clinic)ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી સ્ટડીના તારણો અમેરિકન એસોસિયેશન ફોર કેન્સર રિસર્ચ (American Association for Cancer Research) જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

શું કહે છે જાણકારો

માયો ક્લિનિક (Mato Clinic)માં કેન્સર રિસર્ચર ડો. હૈંડોંગ ડોંગ જણાવે છે કે, અમે જોયું છે કે ઈમ્યૂન સેલમાં એમઆરએનએ (mRNA) નો પ્રવેશ કરાવી ઉપયોગી પ્રોટિનના ઉત્પાદનમાં સુધારો લાવવો શક્ય છે. જેના કારણે જિનોમ (genome)માં ફેરફાર કર્યા વિના ટ્યૂમર વિરોધી કાર્યો (anti-tumor activities)માં વધારો કરી શકાય છે. તેમના મતે આ રીત સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ (Single Cell RNA Sequencing) માં એમઆરએનએ (mRNA) સંબંધિત સૂચનાઓઓ મેળવી તેનો ઉપયોગ સારવારમાં કરી શકાય છે.

આ પણ વાંચો - Side Effects of Frozen Food: ફ્રોઝન ફૂડ ખાવાની આદત હોય તો જાણી લો તેનાથી થતા નુકસાન, હૃદયરોગીઓ માટે છે જોખમી

કઈ રીતે કરાઈ સ્ટડી

ડોક્ટર ડોંગ અને તેમની રિસર્ચ ટીમે પ્રયોગ માટે લેબમાં એક ઈમ્યૂન સિસ્ટમ પ્રોટિન (immune system proteins) તૈયાર કર્યું. મોનોક્લોનલ એન્ટિબોડી (monoclonal antibody)ના માધ્યમથી ટ્યૂમર ટિશ્યુમાં પ્રોટિનનું લેવલ જાણી શકાય છે. અસલમાં આ પાછળનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે શું કેટલાક રોગીઓના ટ્યૂમર રિએક્ટિવ ઈમ્યૂન સેલ (Tumor Reactive immune cells)માં પ્રોટિન યોગ્ય પ્રમાણમાં છે અને તેમાં સારવાર માટે ઉપયોગી બાયોમાર્કર હોવાની શક્યતા છે. આ એટલા માટે ખાસ છે કેમ કે એડવાન્સ સ્ટેજ કેન્સર ધરાવતા મોટાભાગના રોગીઓ હાલમાં ઉપલબ્ધ ચેકપોઈન્ટ બ્લોક્ડ થેરાપીનો લાભ મેળવી શકતા નથી.

આ પણ વાંચો - Sinus Infection (Sinusitis): સાઈનસ ઈન્ફેક્શન એટલે શું? જાણો તેના લક્ષણો અને ગંભીરતા વિશે

શું કહે છે સ્ટડીના પરિણામો

ડોક્ટર ડોન્ગ અનુસાર, અમારી સ્ટડી એક એવું ટૂલ ઉપલબ્ધ કરાવે છે, જે સમસ્યાની ઓળખ કરી શકે છે અને તેની સારવાર માટે એમઆરએનએ (mRNA) આધારિત થેરાપી પણ આપી શકે છે. એમઆરએનએ આધારિત એક એવી રીતનો વિકાસ કરવામાં આવ્યો છે જે, ઈમ્યૂન ચેકપોઈન્ટ ઈન્હીબિટર (immune checkpoint inhibitor) પ્રત્યે ટી-સેલના રિસ્પોન્સમાં સુધારો લાવી શકે છે. ખાસ કરીને એવા રોગીઓમાં જેના પર સારવારની કોઈ અસર જોવા મળતી નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Cancer, Lifestyle, Reserch, આરોગ્ય

આગામી સમાચાર