Home /News /lifestyle /

Cancer and Age: આ ઉંમરના લોકોને કેન્સરનું જોખમ રહે છે સૌથી વધારે, જાણો અને ચેતો

Cancer and Age: આ ઉંમરના લોકોને કેન્સરનું જોખમ રહે છે સૌથી વધારે, જાણો અને ચેતો

કેન્સરનું જોખમ

Cancer risk: કેન્સર શબ્દનું નામ સામે આવતા જ અનેક લોકોમાં ફફડાટ થવા લાગેે છે. કેન્સર એક એવી બીમારી છે જે તમને થાય છે તો અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેન્સરની બીમારીમાં થતાની સાથે જ દરેક વ્યક્તિએ પોતાની લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  કેન્સરનું નામ સાંભળતા જ અનેક લોકોને શરીરમાં ધ્રુજારી થવા લાગે છે. કેન્સર એક એવી બીમારી છે જેની સારવાર થઇને ઠીક થવું બહુ અઘરું છે. જો કે આજના આ સમયમાં અનેક લોકો કેન્સરથી પિડીત હોય છે. કેન્સર જે લોકોને થાય છે એના ઘરનું વાતાવરણ પણ એકદમ ટેન્શનભર્યુ થઇ જાય છે. કેન્સરના 100થી વધારે પ્રકારે છે અને આ બીમારી માટે કોઇ ઉંમર નિર્ધારિત હોતી નથી. કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ઘણી વાર મોટાપા, ધુમ્રપાન અને આપણી બેકાળજીને કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અનુસાર ઉંમર કેન્સરની બીમારીના મુખ્ય કારકોમાંથી એક છે. ભારતમાં છેલ્લા ઘણાં સમયથી કેન્સરના રોગીઓની સંખ્યા વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2020માં લગભગ 1,392,179 લોકોને કેન્સર હતુ અને આ સંખ્યા 2025માં વધી શકે એમ છે.

    મહિલાઓમાં કેન્સરના મળી રહ્યા છે અનેક કેસ


    રિસર્ચ અનુસાર કેન્સરના રોગીઓમાં સૌથી વધુ કેસ ફેફસાંનું કેન્સર, મોંનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને જીભનું કેન્સર હતું. કેન્સરના સાંખ્યાકિક રિપોર્ટ  2020 અનુસાર પુરુષોમાં અનુમાનિત કેસમાં પ્રતિ 100,000 વ્યક્તિઓ પર 94.1 હતી અને મહિલાઓ માટે આ 2020 માટે પ્રતિ 100,000 પર 103.6  હતી.

    આ પણ વાંચો: આ રીતે બાળકોને પીવડાવો અજમાનું પાણી

    નાની ઉંમરના બાળકો કેન્સરનો બને છે શિકાર


    કેન્સર એક એવી બીમારી છે જે કોઇ એક વિશેષ લિંક અથવા તો કોઇ ઉંમર સુધી સિમીત રહેતું નથી. કેન્સર એક એવી બીમારી છે જે નાની ઉંમરમાં જ બાળકો શિકાર બની રહ્યા છે. આમ, કેન્સર થવા માટે કોઇ ઉંમર હોતી નથી. મેડિકલ સાયન્યનું માનીએ તો સ્તન કેન્સર 62 વર્ષની ઉંમરમાં કોલોરેક્ટલ કેન્સર 67 વર્ષની ઉંમરમાં, ફેફસાનું કેન્સર 71 વર્ષની ઉંમરમાં, પ્રોસ્ટેટ કેન્સર 66 વર્ષની ઉંમરમાં, ગર્ભાશયનું કેન્સર 50 વર્ષની ઉંમરમાં અને અંડાશયનું કેન્સર 63 વર્ષની ઉંમરમાં થવાની સંભાવના રહે છે.

    આ પણ વાંચો: શરીરમાં જો જોવા મળે આવા ફેરફાર તો ન કરતાં નજર અદાજ

    છેલ્લા ઘણાં સમયથી તો 30 વર્ષી ઉંમરમાં યુવા મહિલાઓમાં સ્તન, ગર્ભાશય ગ્રીવાના કેન્સરની જાણ થઇ છે. આ સિવાય ઘણાં બાળકોને હાડકાંનું કેન્સર, લ્યુકેમિયા અથવા લિમ્ફોમા જેવા રોગો પણ જોવા મળી રહ્યા છે. જો કે ઘણી વાર આપણી બેપરવાહીને કારણે કેન્સર જેવી બીમારીઓને નિમંત્રણ મળતુ હોય છે. જો તમે ધુમ્રપાન કરો છો તો કેન્સરને તમે આમંત્રણ આપી રહ્યા છો. જો તમારી ઉંમર 70 વર્ષ કરતા વધારે છે તો કેન્સર થવાનો ખતરો વધી જાય છે. કેન્સરથી બચવા માટે તમારી લાઇફ સ્ટાઇલમાં અનેક બદલાવ લાવવા ખૂબ જરૂરી છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Cancer, Healthy lifestyle, Lifestyle, કેન્સર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन