#કામની વાતઃ મુખમૈથુન કરવાથી H.I.V એઇડ્સ થાય કે નહી?

#કામની વાતઃ મુખમૈથુન કરવાથી H.I.V એઇડ્સ થાય કે નહી?
મુખમૈથુન વખતે બન્નેના પ્રાઇવેટ ભાગની સફાઇ અને ચોખ્ખાઈ હોવી જરૂરી છે. વિર્ય મોં મા જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. તેમજ અન્ય કોઇ નુકસાન થતું નથી

મુખમૈથુન વખતે બન્નેના પ્રાઇવેટ ભાગની સફાઇ અને ચોખ્ખાઈ હોવી જરૂરી છે. વિર્ય મોં મા જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. તેમજ અન્ય કોઇ નુકસાન થતું નથી

 • Share this:
  મુખમૈથુન અંગે વિસ્તૃત માહિતી આપશો. ‘એચ. આઇ. વી.’ એઇડ્સ થાય કે નહી?

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)  સમસ્યા- ડોક્ટર સાહેબ અમે તમારી કોલમનાં નિયમિત વાંચક છીએ હું અને મારી પત્ની સંભોગ દરમ્યાન મુખમૈથુન કરવા માટેની તીવ્ર ઇચ્છાઓ દાખવીએ છીએ પરંતુ અમને ‘એચ. આઇ. વી.’ એઇડ્સ થવાના ડરથી અમે તે ક્રિયાથી દુર રહીએ છીએ તો આપને વિનંતી કરીએ છીએ કે મુખમૈથુન વિશે વિસ્તૃત જાણકારી આપીને તેનાથી એઇડ્રસ થાય કે નહી તેની સ્પષ્ટ જાણકારી આપવા મહેરબાની કરશોજી.

  ઉકેલ-  સૌ પ્રથમ તો આપને જણાવી દઉ કે મુખમૈથુન એ 21 મી સદીની દેણ નથી. હજારો વર્ષોથી પ્રચલિત જાતીય જીવનનો ભાગ છે. લગભગ ઇસવીસનની શરૂઆતથી આ પધ્ધતિ પ્રચલિત હોવાનું મનાય છે. લગભગ બે હજાર વર્ષ પૂર્વે વૈદિક સર્જન સુક્ષુતે પણ દંતક્ષતથી ધવાયેલ ઇન્દ્રિયની સારવાર વિષે લખેલ છે. લોકોની જાતીય જીંદગી વિવિધ ટેવોથી ભરેલ હોય છે એમાંથી મોટાભાગની ટેવો આનંદપ્રદ અને બિનહાનીકારક હોય છે. ઓરલ સેકસ અર્થાત મુખમૈથુન પણ આવીજ એક ટેવ છે. પરંતુ તેની એક શરત છે પતિ પત્ની લગ્નતેર સંબધથી દુર રહેવું જોઇએ. જેથી તેઓને એચ.આઇ.વી. / એઇડ્સ ના હોય. ટૂંકમાં જો બન્નેમાંથી એક પણ જણાને એચ.આઇ.વી. ના હોય તો મુખમૈથુન અઇડ્રસ માટે સેફ છે. એઇડ્રસ ના થઇ શકે. મુખમૈથુન વખતે બન્ને વ્યક્તિના પ્રાઇવેટ ભાગની સફાઇ અને ચોક્કખાઇ હોવી જરૂરી છે. વિર્ય મોંમા જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. તેમજ અન્ય કોઇ નુકસાન થતું નથી. તમે વીર્યને બહાર થૂંકી કાઢી શકો. અથવા ગળી પણ જઇ શકો, શારીરિક રીતે આ બન્નેમાં કશુ ખોટુ નથી. પરંતુ વીર્ય મોઢામાં જવાથી અણગમો કે ઉબકો આવે તો એવું ન થવા દેવું જોઇએ. સૌથી મહત્વનું એ છે કે, આ પ્રકિયા પતિ પત્ની બન્નેની ઇચ્છા હોય તો જ કરવી.

  મિત્રો મુખમૈખુન આપણા દેશમાં કાયદાની નજરે ગુનાપાત્ર ક્રિયા છે એ યાદ રાખશો.
  Published by:News18 Gujarati
  First published:January 10, 2019, 17:29 pm

  ટૉપ ન્યૂઝ