Home /News /lifestyle /

વૈજ્ઞાનિકોએ શોધમાં કર્યો દાવો, તમારી આંખની કીકીની સાઇઝ જણાવી શકે છે કે તમારી બુદ્ધિમત્તા

વૈજ્ઞાનિકોએ શોધમાં કર્યો દાવો, તમારી આંખની કીકીની સાઇઝ જણાવી શકે છે કે તમારી બુદ્ધિમત્તા

(પ્રતીકાત્મક તસવીર-Reuters/Lucas Jackson)

કીકીની સાઇઝ જણાવે છે કે, મસ્તિષ્કના વિભિન્ન ભાગો વચ્ચે કેટલું વિનિયમન, સંગઠન અને સમન્વય થઇ રહ્યો છે

આંખોને આત્માની બારી (Window of the Soul) કહેવામાં આવે છે. આ લોકપ્રિય માન્યતાનો વિજ્ઞાન (Science) સાથે ઘેરો સંબંધ છે. જ્યારે તમે કોઇ એવા વ્યક્તિને જુઓ છો કે જેને તમે પસંદ કરો છો, તો તમારી આંખની કીકીની સાઇઝ મોટી થઇ જાય છે. રસપ્રદ વાત એ છે તમારી કીકી (Pupil) તમારા વિશે ઘણુ બધુ કહી શકે છે. હાલમાં જ થયેલ નવી શોધમાં અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Georgia Institute of Technology)ના વૈજ્ઞાનિકોએ શોધ કરી કે, કીકીની સાઇઝ (Pupil Size) કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા (Intelligence) વિશે પણ જણાવી શકે છે. સંશોધન કરનાર વૈજ્ઞાનિક જેસન ત્સુકાહારા (Jason Tsukahara) અને રેન્ડલ એન્ગલ (Randall Engle)એ એલેક્ઝાન્ડર બર્ગોય (Alexander Burgoyne) સાથે એક સાઇન્ટિફીક અમેરિકન આર્ટિકલ લખ્યો હતો. આ લેખ કોગ્નિશનના જૂનના અંકમાં પ્રકાશિત થયો હતો.

જેમાં લખ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે સંજ્ઞાનાત્મક પરીક્ષણોમાં ઉચ્ચત્તમ સ્કોર કરનારા લોકો અને સૌથી ઓછો સ્કોર કરનારા લોકો વચ્ચે બેસલાઇનમાં તફાવત આંખ દ્વારા શોધી શકાય તેટલો મોટો હતો.

આ પણ વાંચો, લાગણીઓને મનમાં ન રાખો તેને બહાર આવવા દો, જેનાથી તણાવ દૂર થશે: કંચન રાય

18થી 35 વર્ષની વયના 500થી વધુ લોકો પર વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો. તેમને અભ્યાસમાં ભાગ લેનાર લોકોને ડીમ લેબોરેટરી લાઇટમાં ખાલી કમ્પ્યૂટર સ્ક્રીનને જોવા માટે કહ્યું હતું. બાદમાં વૈજ્ઞાનિકોએ એક આઇ ટ્રેકરનો ઉપયોગ કરી લોકોની કીકીની સાઇઝનું માપ લીધું. કોર્નિયા અને કીકીનું સાચું માપ જાણવા એક હાઇ પાવર કેમેરાને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આઇ ટ્રેકર દ્વારા તમામની કીકીની સરેરાશ સાઇઝ કેલક્યુલેટ કરી હતી.

બાદમાં, તમામ લોકોને અમુક ટાસ્ક આપવામાં આવ્યા હતા, જે તેમની પ્રવાહી બુદ્ધિને માપવા માટે, નવી સમસ્યાઓના માધ્યમથી તર્ક મેળવવાની અને ઉકેલવાની ક્ષમતા, તેમજ ધ્યાન નિયંત્રણ, વિક્ષેપોની વચ્ચે ધ્યાન લગાવી રાખવાની ક્ષમતા અને કાર્યશીલ સ્મૃતિ ક્ષમતા, એક નિશ્ચિત સમયમાં જાણકારી સંગ્રહિત કરવાની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, શું રસીકરણ બાદ કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, જે લોકોની કીકીની સાઇઝ મોટી હતી, તેમનામાં પ્રવાહી(ફ્લુઇડ) બુદ્ધિ અને ધ્યાન નિયંત્રણ વધુ હોય છે. તેમનામાં ઉચ્ચ સ્મૃતિ ક્ષમતા પણ હતી, પરંતુ પ્રવાહી બુદ્ધિ અને ધ્યાન નિયંત્રણ વચ્ચે વધુ અંતર નહોતું.

કીકીની સાઇઝ જણાવે છે કે, મસ્તિષ્કના વિભિન્ન ભાગો વચ્ચે કેટલું વિનિયમન, સંગઠન અને સમન્વય થઇ રહ્યો છે. જો આ સમન્વય સારો છે, તો એક વ્યક્તિ વધુ વિક્ષેપો ભર્યા કામો પૂર્ણ કરી શકે છે. જેનાથી સારુ મસ્તિષ્ક પ્રદર્શન અથવા સંજ્ઞાત્મક ક્ષમતા હોય છે, જે કોઇ વ્યક્તિની કીકીના આકારમાં આરામ કરતી સમયે પણ દેખાય છે.
First published:

Tags: Eye, Intelligence, OMG, Pupil, Research, Science, Viral news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन