Home /News /lifestyle /#કામનીવાત: શું કોઇ યુવતીને જોઇને ખબર પડી શકે તે સેક્સુઅલી એક્ટિવ છે કે નહીં?

#કામનીવાત: શું કોઇ યુવતીને જોઇને ખબર પડી શકે તે સેક્સુઅલી એક્ટિવ છે કે નહીં?

    પ્રશ્ન: શું સેક્સુઅલી એક્ટિવ થયા બાદ શરીરમાં બદલાવ આવે છે. જે બહાર પણ નજર આવવા લાગે છે. શું આપણાં શરીરની બનાવટમાંકંઇક પરિવર્તન આવે છે? શું કોઇને બહારથી જોઇને કહી શકાય કે તે સેક્સુઅલી એક્ટિવ છે કે નહીં?

    ડો. પારસ શાહ

    જવાબ: આ સવાલ એવો છે કે, જેમ કોઇને બહારથી જોઇને તેમ કહી દેવું કે તે HIV/એઇડ્સથી પીડાય છે. શું આપણે કોઇને બહારથી જોઇને તે વાતનો અંદાજો લગાવી શકીયે છીએ? નહીં ને. એવી જ રીતે કોઇને બહારથી જોઇને તેમ પણ ન કહી શકાય કે તે સેક્સુઅલી એક્ટિવ છે કે નહીં

    આ એક પ્રકારની ભ્રમણા છે. આપણાં સમાજમાં સેક્સ અંગે ઘણી બધી ભ્રમણા અને મિથ્યા વાતો થાય છે. તેમાં આ એક પણ છે. ખાસ કરીને યુવતીઓ વિશે આવી ભ્રમણા પ્રચલિત છે. એક વખત સેક્સુઅલી એક્ટિવ થયા બાદ તેમની શારીરિક સંરચનામાં કોઇ બદલાવ નથી આવતો. વજન વધવા લાગે છે બ્રેસ્ટ વધુ વિકસે છે. જોકે આ તમામ ભ્રમ છે. બહારનો રૂપ-રંગ પરિવર્તિત થઇ જાય છે. તેને જોઇને જ આ વાતનો અંદાજ લગાવી લેવાય છે કે તે સેક્સુઅલી એક્ટિવ છે કે નહીં. આવા પ્રશ્નો આપણાં મનમાં ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે વિવાહ સંબંધીત કોઇ વાતો થવા લાગે છે. લગ્ન બાદ યુવતીઓનું શારીરિક ગઠન બદલાઇ જાય છે.



    આ વાત ખુબજ હાસ્યાસ્પદ છે અને તેને સત્ય સાથે કંઇ જ લેવા-દેવા નથી. શરીરમાં થનારા બદલાવને સેક્સુઅલી એક્ટિવ થવા કે ન થવા સાથે કોઇ જ સંબંધ નથી. કોઇ યુવતીની શારીરિક સંરચનામાં બદલાવનો અર્થ તે નથી કે તેને કોઇની સાથે સેક્સ સંબંધ છે. આ તદ્દન અવૈજ્ઞાનિક વાત છે. શારીરિક બનાવટનાં સંબંધમાં આપણું ખાનપાન, મેટાબોલિઝમ અને સ્વાસ્થ્ય મહત્વ ધરાવે છે.

    હા, સેક્સુઅલી એક્ટિવ થવાથી એક અસર થાય ચે કે, યુવક અને યુવતી બંનેની બોડી લેન્ગવેજ અને વ્યવહારમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળે છે. કારણ કે તે તેમનાં શરીરને લઇને વધુ સહજ થાય છે. સામાન્ય રીતે એક વખત સંબંધ બાદ લિંગ પ્રત્યેનાં વ્યવહારમાં પણ એક પ્રકારે સહજતા આવી જાય છે. તેનાં સિવાયની તમામ વાતો મિથ્યા છે. તેનાં પર વિશ્વાસ કરવા કે તે વિશે વિચારીને ચિંતિત થવાની કોઇ જરૂર નથી.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ સેક્સોલોજિસ્ટ છે.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr paras shah, Kaamniwaat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन