Obesity and Non-Veg: શું નોન-વેજ ખાવાથી વધે છે જાડાપણું? અહી જાણો શું છે હકીકત
Obesity and Non-Veg: શું નોન-વેજ ખાવાથી વધે છે જાડાપણું? અહી જાણો શું છે હકીકત
શું નોન-વેજ ખાવાથી વધે છે જાડાપણું? અહી જાણો શું છે હકીકત
obesity and non veg diet: શું નોન-વેજ ખાવાથી મેદસ્વીતા વધે છે? (Can Non-Veg Cause Obesity) કેટલાક લોકો આ વાતને સાચી માને છે તો કેટલાક લોકો તેને ખોટી ગણાવે છે. જો તમે પણ આ બાબતને લઈને મૂંઝવણમાં છો તો અહીં છે જવાબ, જાણો આ વિશે રિસર્ચ અને અભ્યાસ શું કહે છે?
Obesity and Non Veg : સ્થૂળતા (Obesity) આજકાલ એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહી છે. દરેક ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. જાડાપણાંના કારણે લોકો અનેક રોગોનો સામનો પણ કરી રહ્યા છે. જો કે સ્થૂળતાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ ક્યારેક સવાલ એ થાય છે કે શું નોન-વેજ ખાવાથી મેદસ્વીતા વધે છે? (Can Non-Veg Cause Obesity) કેટલાક લોકો આ વાતને સાચી માને છે તો કેટલાક લોકો તેને ખોટી ગણાવે છે. જો તમે પણ આ બાબતને લઈને મૂંઝવણમાં છો તો આજે તમને આ સવાલનો જવાબ મળી જશે. આજે અમે તમને જણાવીશું કે આ વિશે રિસર્ચ અને અભ્યાસ શું કહે છે?
જાણો શું કહે છે અભ્યાસ?
PETAના રિપોર્ટ અનુસાર, પ્રાણી આધારિત પ્રોડક્ટસમાં પ્લાન્ટ આધારિત ખોરાક કરતાં વધુ ચરબી હોય છે. લાંબા સમય સુધી વજનને નિયંત્રિત કરવા માટે, વ્યક્તિએ શાકાહારી ખોરાક લેવો જોઈએ. રિપોર્ટ અનુસાર, ઘણા અભ્યાસો દર્શાવે છે કે નોન-વેજ ખાનારા લોકોમાં સ્થૂળતાનો દર શાકાહારી લોકો કરતા 3 ગણો વધારે છે.
નવાઈની વાત એ છે કે જે લોકો શાકાહારી આહાર અપનાવે છે તેમનું વજન નોન-વેજ ખાનારા કરતા 4 થી 8 કિલો જેટલું ઓછું હોય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાકાહાર અપનાવવાથી તમને માત્ર સ્લિમ ડાઉન કરવામાં જ મદદ મળશે નહીં, પરંતુ તે તમને હૃદય રોગ, ડાયાબિટીસ, સંધિવા અને કેન્સર સહિત વિવિધ રોગો સામે લડવામાં પણ મદદ કરશે.
શું હોય શકે છે જાડાપણાંનું પ્રમુખ કારણ?
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના અહેવાલ મુજબ, સ્થૂળતા એ એક જટિલ રોગ છે જે ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનું વજન તેની ઊંચાઈ માટે તંદુરસ્ત માનવામાં આવે છે તેનાથી વધી જાય છે. સ્થૂળતા બાળકો તેમજ પુખ્ત વયના લોકો પર અસર કરે છે. સ્થૂળતા વધારવા માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાં ખાવાની પેટર્ન, શારીરિક પ્રવૃત્તિનું લેવલ અને અશક્ત ઊંઘનું ચક્ર સામેલ છે.
કેટલીકવાર આનુવંશિકતા અને અમુક દવાઓ લેવાથી પણ સ્થૂળતા વધી શકે છે. વજનને નિયંત્રિત કરવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર અને સારી લાઇફસ્ટાઇલ જરૂરી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર