Home /News /lifestyle /

Male periods: પુરુષોમાં પણ જોવા મળે છે પીરિયડ્સના લક્ષણો! જાણો ક્યારે થાય છે આવું

Male periods: પુરુષોમાં પણ જોવા મળે છે પીરિયડ્સના લક્ષણો! જાણો ક્યારે થાય છે આવું

પુરુષોમાં પણ જોવા મળે છે પીરિયડ્સના લક્ષણો! જાણો ક્યારે થાય છે આવું

Does man have period: મહિલાઓની જેમ પુરુષોને પણ માસિક ધર્મ (Male Menstruation) હોય છે. પીરિયડ્સ (Male periods) દરમિયાન પુરુષોને પણ પેટમાં દુ:ખાવો, મૂડ સ્વિંગ અને ઉદાસી જેવી સમસ્યાઓ સામે લડવું પડે છે. આ બધું સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત સાચી છે.

વધુ જુઓ ...
    મહિલાઓની જેમ પુરુષોને પણ માસિક ધર્મ (Male Menstruation) હોય છે. પીરિયડ્સ (Male periods) દરમિયાન પુરુષોને પણ પેટમાં દુ:ખાવો, મૂડ સ્વિંગ અને ઉદાસી જેવી સમસ્યાઓ સામે લડવું પડે છે. આ બધું સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત સાચી છે.

    પીરિયડ્સના સમય દરમિયાન પુરુષોમાં બ્લીડિંગ (Bleeding) થતું નથી, પરંતુ અન્ય તમામ લક્ષણો મહિલાઓની જેમ જ હોય છે. આમ તો માસિક ધર્મ મહિલાઓના સ્વાસ્થ્ય (Women Health) સાથે જોડાયેલ હોય છે, તેનો સામનો દરેક મહિલાને કરવો પડે છે. પરંતુ પુરુષોમાં માસિક ધર્મની વાતથી અનેક લોકો અજાણ હોય છે. આજે અહીં તે અંગે વાત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: Conceive period days : આ દિવસોમાં સબંધ બાંધવાથી થઈ શકો છો તમે પ્રેગ્નેન્ટ, જાણો શું કહે છે ડોક્ટર?

    પુરુષોમાં પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ


    મહિલાઓની જેમ કેટલાક પુરુષોને પણ પીરિયડ્સની સમસ્યા હોય છે. શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે પુરુષોમાં પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણો જોવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ઇરિટેબલ મેલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરમાં.વધઘટ થાય ત્યારે આ સમસ્યા ઉભી થાય છે. આ કારણે ડિપ્રેશન, થાક, ચિંતા અને ચીડિયાપણું જેવા લક્ષણો જોવા મળે છે. એક સર્વે મુજબ દર 4 પુરુષોમાંથી 1માં આ લક્ષણો જોવા મળે છે.

    ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમ એટલે શું?


    ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમ શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે જોવા મળે છે. આ સમસ્યામાં મૂડ ચેન્જ, ચીડિયાપણું, ગુસ્સો, ચિંતા અને ડિપ્રેશન જેવી તકલીફ સામેલ હોય છે. આ સિન્ડ્રોમ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરમાં ફેરફારને કારણે થાય છે. ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમની અસર માત્ર 24 કલાક જ રહે છે, કેટલાક લોકોમાં તે 48 કલાક સુધી રહી શકે છે.

    પુરુષોમાં પીરિયડ્સના લક્ષણો


    ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમને કારણે પુરુષોમાં પીરિયડ્સ આવે છે. ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમના લક્ષણો સ્ત્રીઓમાં પીરિયડ્સ સમયે જોવા મળતા લક્ષણો જેવા જ હોય છે. પુરુષોમાં પીરિયડ્સના કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:

    - થાક અને ચક્કર આવવા
    - સ્નાયુઓમાં દુઃખાવો અને ખેંચાણ
    - કામ કરવાની ઇચ્છા ન થવી
    - ચિંતા અને હતાશા
    - મિજાજમાં ફેરફાર અથવા ચીડિયાપણું
    - સેક્સ માણવાની ઇચ્છા ન હોવી

    આ પણ વાંચો: Infertility test: લગ્ન અને ફેમિલી પ્લાનિંગમાં નથી ઈચ્છતા કોઈ પ્રોબ્લમ તો પુરૂષોએ કરાવવા જોઇએ આ ટેસ્ટ...

    અહીં ઉલ્લેખનીય છે કે, તમારી કેટલીક કુટેવો શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરમાં વધઘટ માટે પણ જવાબદાર છે. માનસિક તણાવ, ચિંતા અને અસંતુલિત જીવનશૈલીને કારણે આ સમસ્યા થઈ શકે છે. ડાયાબિટીસ અને હાઈ બીપીની સમસ્યા પણ આના કારણે વધી જાય છે. જેથી તમારે લાઈફસ્ટાઈલ અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો લક્ષણો ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन