મુંબઇ: કોરોના (corona) મહામારીના કારણે ઘણા લોકોના જીવનને અસર પહોંચી છે. કોરોડની સંખ્યામાં લોકો આ સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે અને હજુ સુધી કોરોનો કહેર વર્તાઇ રહ્યો છે. એક વખત ફરી દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જે લોકો બ્રેન (brain) એટલે કે મગજ સંબંધિત સમસ્યાઓનો (brain diseases) સામનો કરી રહ્યા છે તેમને સવાલ થતો હશે કે, શું કોરોના સંક્રમણની સીધી અસર મગજ પર થાય છે? આ સવાલના જવાબ માટે કેટલાક નિષ્ણાતો (experts) સાથે વાત કરવામાં આવી. જાણીએ તેમનું શું કહેવું છે...
શું કહે છે ન્યૂરોસર્જન?
સર્વોદય હોસ્પિટલ (ફરીદાબાદ)ના ન્યૂરોસર્જન ડૉ, ગૌરવ કેસરી અનુસાર, કોવિડ દરમિયાન અમુક દર્દીઓમાં બ્રેન સ્ટોક અને એટેકની સમસ્યા જોવા મળી છે. જોકે, આ અંગે અત્યાર સુધી કોઇ પ્રૂવન સ્ટડી સામે આવી નથી. આથી તે કહેવું મુશ્કેલ છે કે કોવિડને કારણે બ્રેન સંબંધિત કોઇ સમસ્યા હોઇ શકે છે. જે લોકો પહેલાથી જ બ્રેન સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા છે, તેમણે આ દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. તેમણે સમયસર દવા લેવી જોઇને અને કોઇપણ પ્રકારની મુશ્કેલી લાગે તો ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઇએ.
ગોયલ હોસ્પિટલ (ફરીદાબાદ)ના ફિઝિશિયન ડૉ. અમિત કુમારનું કહેવું છે કે, કોવિડની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે. ફેફસાનું સંક્રમણ ફેલાય છે ત્યારે શરીરમાં ઓક્સિજન ઘટે છે અને તે હાર્ટ, કિડની સહિત અન્ય અંગોને પ્રભાવિત કરે છે. બ્રેન પર તેની અસર શું થાય છે, તે અંગે અત્યાર સુધી કોઇ પ્રૂવન રિસર્ચ સામે આવ્યું નથી. જોકે, કેટલાક દર્દીઓને સંક્રમણને લીધે માથામાં દુખાવાની સમસ્યા સામે આવી ચૂકી છે. આનાથી બચવા માટે તમામ સાવચેતીઓ રાખવી જોઇએ.
કેવી રીતે કરશો બચાવ?
નિષ્ણાતો અનુસાર, કોવિડ-19થી બચવા માટે તમામ લોકોએ માસ્ક પહેરવું જોઇએ, સેનિટાઇઝર યુઝ કરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ. સૌથી જરૂરી છે કે કોરોનાથી બચવા માટે ઇમ્યુનિટી મજબૂત કરવી જોઇએ. દરરોજ કસરત કરવી જોઇએ અને પોતાને ફિટ રાખવા માટે વિટામીન સીથી ભરપૂર હેલ્થી ડાયટ લેવું જોઇએ. નાની-નાની વાતોનું ધ્યાન રાખી લોકો પોતાને સ્વસ્થ રાખી શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર