સાવધાન! આંસુઓથી પણ ફેલાઈ શકે છે કોરોના? લાલ આંખ પણ સંક્રમણનું એક લક્ષણ

News18 Gujarati
Updated: April 17, 2020, 11:59 AM IST
સાવધાન! આંસુઓથી પણ ફેલાઈ શકે છે કોરોના? લાલ આંખ પણ સંક્રમણનું એક લક્ષણ
આંખો લાલ થવી તે પણ કોરોનાનું લક્ષણ (પ્રતીકાત્મક તસવીર)

38 કોરોનાના દર્દીઓ પર કરવામાં આવેલા રિસર્ચ બાદનું તારણ, આંસુથી પણ કોરોના ફેલાઈ શકે

  • Share this:
નવી દિલ્હીઃ ચીન થી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના લગભગ તમામ દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. આ સંક્રમણને રોકવા માટે દુનિયાના અનેક વૈજ્ઞાનિક પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે ઝડપથી તે ફેલાતો જાય છે તેવી જ રીતે તેના નવા-નવા લક્ષણ પણ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે આંખોનું લાલ થવું અને આંસુ આવવા પણ આ વાયરસના સંક્રમણનું એક લક્ષણ હોઈ શકે છે.

આંખો લાલ થવી તે પણ કોરોનાનું લક્ષણ

અમેરિકન એકેડમી ઓફ ઓપ્થલમોલોજીએ એક એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે વાયરસના સંક્રમણના કારણે કન્ઝેકટિવાઇટિસ થઈ શકે છે. તેમાં આંખોમાં બળતરા સાથે આંખો લાલ થઈ જાય છે. વોશિંગટનના કિર્કલેન્ડમાં કોરોનાની સારવાર કરી રહેલી નર્સ ચેલ્સી અર્નેન્ટનું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત લગભગ તમામ વ્યક્તિઓમાં આંખો લાલ થવાના લક્ષણ જોવા મળ્યા છે.

આ લક્ષણોથી થાય છે કોરોના

જોકે, સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને આંખો લાલ થવી, કોરોના વાયરસથી સંક્રમિત થવાનું લક્ષણ નથી ગણાવ્યું. યાદીમાં આવા કોઈ લક્ષણની વાત નથી કરવામાં આવી. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, તાવ, કફ અને શ્વાસ લેવા માં તકલીફ કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ હોઈ શકે છે. છાતીમાં દુખાવો અને હાઠો ફીકા પડવા પણ સંક્રમણના લક્ષણ હોઈ શકે છે.

આ પણ વાંચો, સ્પેનમાં કોરોનાથી 19000થી વધુ મોત, આ ગામ દિવસ-રાત બનાવી રહ્યું છે માત્ર કૉફિન38 દર્દીઓ પર કરવામાં આવ્યું રિસર્ચ

અમેરિકન વિશેષજ્ઞોએ આ વાતની જાણકારી આપી છે કે થોડા દિવસ પહેલા ચીનના રિસર્ચો દ્વારા થયેલી શોધમાં એવું માનવામાં આવ્યું છે કે કોરોના આંખના આંસુઓથી પણ ફેલાઈ રહ્યો છે. આ શોધ કોરોના વાયરસના 38 દર્દીઓ પર કરવામાં આવી છે અને તેમાં જાણવા મળ્યું છે કે લગભગ એક ડઝન સંક્રમિત વ્યક્તિઓની આંખો લાલ રંગની થઈ ગઈ છે.

આ પણ વાંચો, Pizza ડિલીવરી બૉયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં 72 ઘરો પર ખતરો!
First published: April 17, 2020, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading