Home /News /lifestyle /દરરોજ શુદ્ધ મધનું સેવન કરવાથી થાય છે અસંખ્ય સ્વાસ્થ્યવર્ધક ફાયદા, અભ્યાસમાં થયો ખુલાસો

દરરોજ શુદ્ધ મધનું સેવન કરવાથી થાય છે અસંખ્ય સ્વાસ્થ્યવર્ધક ફાયદા, અભ્યાસમાં થયો ખુલાસો

દરરોજ શુદ્ધ મધનું સેવન કરવાથી થાય છે મોટા ફાયદા

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, મધ કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્યના બહુવિધ મુખ્ય માપદંડોને સુધારે છે - ખાસ કરીને જો મધ કાચું હોય અને એક જ ફ્લોરલ સ્ત્રોતમાંથી આવે છે.

  Health Benefits in Honey: મધ (Honey) સ્વાદમાં ખૂબ જ મધુર અને દેખાવમાં ચીકણું સોનેરી લિક્વિડને 'જીવનનું અમૃત' (elixir of life) કહેવામાં આવે છે, કારણ કે તે કેટલાક આવશ્યક પોષક તત્વોથી ભરેલું (Health Benefits in Honey) છે અને જ્યારે તેનું સેવન અથવા ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ઘણા સ્વાસ્થ્ય લાભો મળી રહે છે. શાલીમાર બાગની મેક્સ હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સના વડા ડો. ગીતા બુર્યોકે (Dr Geeta Buryok) indianexpress.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાચા મધમાં "ઘાને રૂઝવવા અને ચેપ સામે લડવાની દ્રષ્ટિએ ખૂબ જ સારા સ્વાસ્થ્ય લાભ (Honey for healing wounds and fighting infections) આપવાની ક્ષમતા છે."

  તો હવે યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મધ કાર્ડિયોમેટાબોલિક હેલ્થના પ્રોબ્લેમમાં મદદ કરે છે - ખાસ કરીને જો મધ કાચું હોય અને એક જ પ્રકારના ફૂલોમાંથી બનેલું હોય. તેમણે મધ પર ક્લિનિકલ ટ્રાયલ્સની સિસ્ટેમેટિક રીવ્યૂ અને મેટા-એનાલિસિસ હાથ ધર્યું હતું અને શોધી કાઢ્યું હતું કે "તે ભૂખ્યા પેટે બ્લડ ગ્લૂકોઝ, ટોટલ અને એલડીએલ અથવા 'ખરાબ' કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને ફેટી લીવર ડિસિઝ માર્કર ઘટાડે છે. તે એચડીએલ અથવા 'ગુડ' કોલેસ્ટ્રોલ અને ઇન્ફ્લામેશનના કેટલાક માર્કર્સમાં પણ વધારો કરે છે.

  આ પણ વાંચો: યુરિક એસિડ વધવાથી થાય છે દિનચર્યામાં સમસ્યા, તો અપનાવો આ 5 ઔષધિઓ

  આ સ્ટડીના સિનિયર રીસર્ચર અને યુ ઓફ ટીની ટેમેર્ટી ફેકલ્ટી ઓફ મેડિસિનના ન્યુટ્રિશનલ સાયન્સના રીસર્ચ એસોસીએટ તૌસીફ ખાને જણાવ્યું હતું કે, "આ પરિણામો આશ્ચર્યજનક છે, કારણ કે મધ લગભગ 80 ટકા ખાંડ છે. પરંતુ મધ એ સામાન્ય અને દુર્લભ શુગર, પ્રોટીન, કાર્બનિક એસિડ્સ અને અન્ય બાયોએક્ટિવ કમ્પાઉન્ડની જટિલ રચના પણ છે જે સંભવતઃ અનેક સ્વાસ્થ્ય લાભ ધરાવે છે."

  ખાને જણાવ્યું હતું કે, જોતમે હાલ શુગર લેવાનું ટાળી રહ્યા છો તો આ સ્ટડી તમને મધનું સેવન કરવાની સલાહ આપતી નથી. તેમણે જણાવ્યું હતું કે, "ટેકઅવે એ રિપ્લેસમેન્ટ અંગે છે - જો તમે ટેબલ સુગર, સિરપ અથવા અન્ય સ્વીટનરનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો મધને શુગર સાથે બદલવાથી કાર્ડિયોમેટાબોલિક જોખમો ઘટી શકે છે."

  ન્યૂટ્રિશન રિવ્યુઝ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ માટે સંશોધકોએ 18 નિયંત્રિત પરીક્ષણો અને 1,100થી વધુ સહભાગીઓનો સમાવેશ કર્યો હતો. ટ્રાયલમાં મધની દૈનિક માત્રા 40 ગ્રામ અથવા લગભગ બે ચમચી હતી. તેમાં જાણવા મળ્યું છે કે એક જ ફૂલોના સ્ત્રોતમાંથી બનેલ મધ શરીર પર "સતત તટસ્થ અથવા ફાયદાકારક અસરો કરે છે".

  આ પણ વાંચો: 'ડાર્ક ચોકલેટ કોફી' પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે, માત્ર 5 મિનિટમાં બનાવો ઘરે

  ખાને એ પણ ખુલાસો કર્યો હતો કે, પ્રોસેસ્ડ મધ પેસ્ટ્યુરાઇઝેશન પછી તેની ઘણી સ્વાસ્થ્ય અસરો ગુમાવી દે છે, સામાન્ય રીતે ઓછામાં ઓછા 10 મિનિટ માટે 65 ડિગ્રી સેલ્સિયસ. તેમણે જણાવ્યું હતું કે, "આપણે એક કન્સિસ્ટન્ટ પ્રોડક્ટની જરૂર છે, જે કન્સિસ્ટન્ટ સ્વાસ્થ્ય લાભ આપી શકે."

  એઇમ્સના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઓલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક કાર્ડિયોલોજિસ્ટ ડો. બિમલ છજેરે આ અભ્યાસ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, "અનપ્રોસેસ્ડ મધ (પ્રિઝર્વેટિવ્સ અથવા ફ્લેવર્સ વિનાનું સૌથી શુદ્ધ) વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારું છે, કારણ કે તેમાં અન્ય સામાન્ય અને દુર્લભ શુગર, પ્રોટીન અને ઓર્ગેનિક એસિડનો સમાવેશ થાય છે. કાચા મધની જેમ હેલ્થી શુગર પણ કાર્ડિયોમેટાબોલિકના જોખમોને ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં તેના સેવનથી સતત આરોગ્યલક્ષી લાભો પણ થઈ શકે છે. આ અભ્યાસ નવો છે અને નિર્ણાયક પુરાવા માટે વધુ નમૂનાની જરૂર છે, પરંતુ સામાન્ય લોકોમાં પૌરાણિક કથાઓ અને ગેરસમજોને દૂર કરવામાં મદદ કરવા માટે આ યોગ્ય દિશામાં લેવામાં આવેલું એક પગલું છે."

  તેમણે ઉમેર્યું હતું કે, ખાંડ ઉમેરવાને બદલે કાચા મધના સેવનથી ભૂખ્યા પેટે બ્લડગ્લુકોઝ અને લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં મદદ મળી શકે છે, કારણ કે મધ પ્રકૃતિમાં જોવા મળતો કુદરતી પદાર્થ છે અને તે કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અથવા રસાયણો વિના પ્રોસેસ કર્યા વિનાનો હોય છે. ડો. છજેરે જણાવ્યું હતું કે, "એક દિવસમાં 35-45 ગ્રામ અનપ્રોસેસ્ડ મધનું સેવન કરવાથી, પછી તે ચા દ્વારા હોય, કાચું અથવા અન્ય કોઈપણ રીતે હોય, તે માનવ શરીર પર ઘણી ફાયદાકારક અસરો કરે છે. જો કે સંપૂર્ણપણે મધમાં શિફ્ટ કરવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે અભ્યાસ હજી પણ નવો છે અને નિર્ણાયક પુરાવાની જરૂર છે ".
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Benefits of honey, Health care tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन