શું અનમેરીડ કપલ હોટલમાં રૂમ બુક કરી શકે? જાણો શું છે કાયદો અને તમારો અધિકાર
શું અનમેરીડ કપલ હોટલમાં રૂમ બુક કરી શકે? જાણો શું છે કાયદો અને તમારો અધિકાર
'અંગત' પળો માટે શું અનમેરીડ કપલ હોટલમાં રૂમ બુક કરી શકે?
પ્રાઇવસી (Privacy) મેળવવા માટે જો કોઈ અપરિણીત દંપતી થોડા કલાકો માટે હોટલનો રૂમ બુક (Unmarried Couples Hotels Rooms) કરાવે છે, તો હોટલના સત્તાધીશો દ્વારા તેમને શંકાસ્પદ રીતે જોવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે. ઉપરાંત, સ્થાનિક પોલીસ (Police) ઘણી વખત સામેલ થાય છે અને હંગામો મચાવે છે.
Unmarried Couple Hotel Room Law: છેલ્લા કેટલાક દાયકાઓથી ભારત એક દેશ તરીકે અને એક સમાજ તરીકે ઝડપથી આધુનિકીકરણ (Modern India) તરફ આગળ વધી રહ્યું છે. આપણે આપણી જીવનશૈલી, અભિગમ અને આપણા રોજિંદા જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓ પ્રત્યેના દૃષ્ટિકોણમાં ઘણું પરિવર્તન જોયું છે. પરંતુ એક વાત જે હજુ પણ જોવા મળે છે તે એ છે કે પ્રેમમાં હજુ શું કરવું અને શું ન કરવું જેવા પ્રતિબંધો છે. પ્રાઇવસી (Privacy) મેળવવા માટે જો કોઈ અપરિણીત દંપતી થોડા કલાકો માટે હોટલનો રૂમ બુક (rooms for couples on hourly basis) કરાવે છે, તો હોટલના સત્તાધીશો દ્વારા તેમને શંકાસ્પદ રીતે જોવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે. ઉપરાંત, સ્થાનિક પોલીસ (Police) ઘણી વખત સામેલ થાય છે અને હંગામો મચાવે છે. જો કે અપરિણીત યુગલો માટે સાથે રહેવું આપણા દેશમાં ગેરકાયદેસર નથી, પરંતુ અવિવાહિત યુગલોને તેમની હોટલમાં રહેવાની મંજૂરી આપવી અથવા ન આપવી તે હોટલોની મરજી પર આધારિત છે. પરંતુ તે ગેરકાયદેસર નથી તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.
અહીં અધિકારો અને ભૂલો પરના તમામ પ્રવચનો તમને વિશ્વાસ અપાવશે કે એક અપરિણીત દંપતી માટે સાથે રહેવું તે "ગેરકાયદેસર" છે. પરંતુ તેવું બિલકુલ નથી. જ્યારે હોટલિયર્સ તમને કહે છે કે કાયદો તેમને અપરિણીત યુગલોને રૂમ ભાડે આપવાની મંજૂરી આપતો નથી, ત્યારે તે એક જૂઠ્ઠાણું છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે ક્યાંય એવું જણાવ્યું નથી કે અપરિણીત યુગલો માટે હોટલનો રૂમ બુક કરાવવો ગેરકાયદેસર છે. એક પણ કાયદામાં ક્યાંય ઉલ્લેખ નથી કે અવિવાહિત દંપતી હોટલમાં સાથે રહી શકે નહીં.
ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોએ ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી છે કે ભારતીય બંધારણમાં એવો કોઈ કાયદો કે કલમ નથી કે જે હોટલ, લોજ, હોમસ્ટેને અપરિણીત યુગલોને રૂમ આપવા પર પ્રતિબંધ મૂકે. વાસ્તવિકતા એ છે કે અપરિણીત યુગલોને જગ્યા ન આપવી એ હકીકતમાં તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
ન્યૂઝ પોર્ટલ ન્યૂઝ મિનિટ દ્વારા પ્રકાશિત કરાયેલી એક ઘટના મુજબ જ્યારે પુણેના છ વિદ્યાર્થીઓ, ચાર છોકરાઓ અને બે છોકરીઓનું એક ગ્રુપ કેરળની મુલાકાતે નીકળ્યું હતું. તેમની પાસે હોટલ પ્રી બુકિંગ નહોતું. જ્યારે તેઓએ કોઈ સારી હોટલનો સંપર્ક કર્યો, ત્યારે તેઓને રૂમનો ઇનકાર કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ "અપરિણીત યુગલો" ની શ્રેણીમાં હતા. આવા તો અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે.
શા માટે હોટલ સંચાલકો કરે છે મનાઇ?
હોટલો અવિવાહિત યુગલોને રૂમ આપવાનો ઇનકાર કરે છે, કારણ કે તેઓ જજ થવાના ડરથી અને હોટલની પ્રતિષ્ઠા વિશે ડરમાં હોય છે. પોલીસ ઘણી વખત હોટલ માલિકો સાથે મળીને આવા યુગલોની ધરપકડ કરે છે, જેઓ હોટલના રૂમની બંધ દિવાલો પાછળ પોતાની અંગત પળો માણી રહ્યા હોય છે.
વર્ષ 2015માં એક એવી ઘટના બની હતી. જ્યારે 40 યુગલોને મુંબઈની એક હોટલમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા, કારણ કે તેઓ અપરિણીત હતા. તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમને રૂ. 1200 નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. અન્ય આ સ્થિતિ કોઈપણ પુખ્ત વયના લોકો અને તેમના ફેમિલી માટે ખૂબ જ શરમજનક છે.
અપરિણીત કપલને કઇ રીતે બુક કરવી હોટલ?
- ભારતમાં ઘણી હોટલો અવિવાહિત યુગલો માટે છે, જે કોઇ પણ સમસ્યા વિના યુગલોને રૂમ ભાડે આપે છે. તમારે વિવિધ પોર્ટલો દ્વારા હોટલ બુકિંગ ઓનલાઇન કરવું જોઇએ. જ્યારે તમે હોટલનો રૂમ ઓનલાઇન બુક કરો છો, ત્યારે તમે બે લોકો માટે તમારા નામ પર રૂમ બુક કરી શકો છો. આ પોર્ટલો તમને પ્રશ્નો પૂછ્યા વિના સુરક્ષિત રીતે હોટલનો રૂમ બુક કરવાની મંજૂરી આપે છે.
- અને બીજી સૌથી અગત્યની બાબત એ છે કે હોટેલની પોલિસીઓને કાળજીપૂર્વક વાંચવી. કારણ કે કેટલીક હોટલો તેમના માટે જાણીતા કારણોસર અપરિણીત યુગલોને રૂમ બુક કરવાની મંજૂરી આપતી નથી. તમે એક સારી હોટલ બુક કરાવી શકો છો જે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની તસ્કરીમાં સામેલ નથી હોતી.
- વિશ્વાસ રાખો અને હોટલનો રૂમ બુક કરાવતી વખતે ડરશો નહીં, જેથી કોઈ તમને બ્લેકમેલ ન કરી શકે અથવા તમને ધમકાવી ન શકે.
- જો તમે અપરિણિત દંપતી છો અને હોટેલનો રૂમ બુક કરાવવાનું નક્કી કરો છો, તો તમારે તમારી ઓળખના પુરાવા સાથે રાખવા જોઈએ. ચેક-ઇનના સમયે તમારી પાસેથી માન્ય સરકારી આઈડી પ્રૂફ માંગવામાં આવે છે.
હોટલના અધિકારીઓ આઈડીની સ્કેન કરેલી નકલ રાખશે અને તમને ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ પરત આપશે. જણાવી દઇએ કે અવિવાહિત યુગલો હોટલનો રૂમ બુક કરાવી શકતા નથી તેવો કોઈ કાયદો નથી.
પરંતુ જો તમારી અને તમારા પાર્ટનરની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો તમે ભારતમાં રૂમ બુક કરી શકતા નથી. ફક્ત યુગલો કે જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે તેઓ જ રૂમ બુક કરાવી શકે છે.
એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ એ છે કે તમારા શહેરમાં કલાકના ધોરણે રૂમ ભાડે રાખવો. હોટલ ઉદ્યોગ પણ લોકોની બદલાતી માંગને ધ્યાનમાં રાખીને બદલાવ કરી રહ્યો છે.
આ હોટેલ્સ માત્ર સારી અને સલામત જ નથી પરંતુ મુખ્ય વિસ્તારોમાં પણ આવેલી છે અને તમામ સ્ટાન્ડર્ડ સુવિધાઓ પૂરી પાડે છે. તે થોડા કલાકો માટે હોય કે દિવસો માટે એક દંપતી આરામ કરી શકે છે અને પોતાની પ્રાઇવેટ ટાઇમ માણી શકે છે.
ટૂંકમાં, ભારતમાં ગમે ત્યાં તમારા પાર્ટનર સાથે ગમે ત્યાં હોટેલમાં રોકાવું યોગ્ય છે. એવો કોઈ કાયદો નથી કે જે અવિવાહિત દંપતીને ભારતભરની કોઈપણ હોટલમાં રોકાવા પર પ્રતિબંધ મૂકે. જો કે, યાદ રાખો કે હોટલમાં તેના રોકાણ દરમિયાન કોઈ પણ ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું. આવા કિસ્સામાં હોટલ પોલીસ અધિકારીઓને જાણ કરી શકે છે.
આપણા દેશમાં એજ્યુકેશન અને જાગૃતતા વધી રહી છે, ત્યારે કપલ શેમિંગ પ્રત્યેની માનસિકતા પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પરંતુ આટલા મોટા દેશમાં જે પ્રણાલી પાયો નાખીને બેઠી છે તેને સંપૂર્ણ દૂર થતા ચોક્કસ થોડો સમય હજુ પણ લાગશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર