Home /News /lifestyle /

શું કોઈ સ્ત્રી અને પુરુષ 'માત્ર મિત્ર' હોઈ શકે? પ્રેમમાં પરિણમવાના ચાન્સ કેટલા?

શું કોઈ સ્ત્રી અને પુરુષ 'માત્ર મિત્ર' હોઈ શકે? પ્રેમમાં પરિણમવાના ચાન્સ કેટલા?

શું કોઈ સ્ત્રી અને પુરુષ 'માત્ર મિત્ર' હોઈ શકે?

કોઈપણ મિત્રતા ત્યારે શરૂ થાય છે જ્યારે સ્થિતિ-સંજોગો અથવા તમારી રુચિ-ટેવ-સ્વભાવ સમાન હોય

દિલ્હી: વર્ષ 1989માં બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ આવી હતી ‘મૈને પ્યાર કિયા’, જેમાં સલમાન ખાન અને હિરોઈન ભાગ્યશ્રી વચ્ચે મિત્રતા દ્વારા સંબંધ બંધાયો હતો અને પાછળથી તે પ્રેમમાં પરિવર્તિત થયો હતો. આ ફિલ્મનો એક ફેમસ ડાયલોગ છે, જે વિલન મોહનીશ બહલે બોલ્યો હતો કે 'એક છોકરો અને છોકરી ક્યારેય મિત્ર ન હોય શકે . તે સમયે આ વાત હકીકત સમાન લાગતી હતી, પરંતુ, 33 વર્ષ પછી લોકોની વિચારસરણી ઘણી હદ સુધી બદલાઈ ગઈ છે.

શું છોકરા-છોકરી વચ્ચે મિત્રતા શક્ય છે?

બદલાતા સમયમાં આપણે ઘણા ઉદાહરણો જોયા છે. જેમાં સ્ત્રી અને પુરૂષ માત્ર સારા મિત્રો જ નથી રહ્યા, પરંતુ ઘણા લોકોએ આ સુંદર મૈત્રીપૂર્ણ સંબંધ જીવનભર જાળવી રાખ્યો છે. કોઈપણ મિત્રતા ત્યારે શરૂ થાય છે જ્યારે સ્થિતિ-સંજોગો અથવા તમારી રુચિ-ટેવ-સ્વભાવ સમાન હોય. આ પ્રકારની મિત્રતામાં તમે સમાન લિંગના મિત્રો સાથે જેમ વર્તો છો તેમ જ રહેવાનો અવકાશ મળે છે. જો કે પુરૂષ મિત્રો તેમની સ્ત્રી મિત્રો સાથે વધુ આદરપૂર્વક વાત કરે છે, કારણ કે સ્ત્રીઓ ખરેખર પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે.

શા માટે આવી મિત્રતા મજબૂત બને છે?

મિત્રતામાં જતું કરવાની ભાવના જોઈએ. આવા સંબંધ ત્યાં સુધી ટકશે જ્યાં સુધી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન આવે. સ્ત્રીઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમના પુરૂષ મિત્રો સાથે સુરક્ષિત છે કે નહીં? જ્યારે પુરૂષ મિત્રોએ પણ ખાતરી કરવી જોઈએ કે મિત્રતાના નામે તેમનો ઉપયોગ તો નથી થઈ રહ્યોને ?

પ્રખ્યાત આઇરિશ કવિ ઓસ્કર વાઇલ્ડે કહ્યું હતું કે, 'મિત્રતા પ્રેમ કરતાં વધુ દુ:ખદ છે. તે પ્રેમ કરતાં લાંબો સમય ચાલે છે'. આ જ વાત છોકરા-છોકરીઓની મિત્રતામાં પણ લાગુ પડે છે.

આ પણ વાંચો: Hotel Booking Tips: ઓછા બજેટમાં હોટેલ બુક કરવા આટલી બાબતોનું રાખો ધ્યાન

મિત્રતા પ્રેમમાં પરિણમવાના ચાન્સ કેટલા ?

જર્નલ ઓફ સોશિયલ એન્ડ પર્સનલ રિલેશનશીપમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર છોકરો અને છોકરીની મિત્રતામાં રોમાંસની શક્યતાઓ હોય છે. સંશોધકો કહે છે કે, આપણને લાગે છે કે આપણે ફક્ત મિત્રો તરીકે રહી શકીએ છીએ, પરંતુ સત્ય એ છે કે કોઈક સમયે રોમાંસ પણ તેમાં આવી શકે છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રેમ એકતરફી હોય છે. મિત્રતા ત્યારે જ સફળ પ્રેમમાં પરિવર્તિત થાય જ્યારે બંને વ્યક્તિને પણ તે લાગણી હોય.
First published:

Tags: Friendship, Life Style News, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन