Home /News /lifestyle /

નાનુ કપૂર આપશે મોટી મોટી સમસ્યાઓમાંથી છૂટકારો, ચોક્કસ અજમાવો

નાનુ કપૂર આપશે મોટી મોટી સમસ્યાઓમાંથી છૂટકારો, ચોક્કસ અજમાવો

સામાન્યરીતે આપણે જાણીએ છીએ કે કપૂરનો ઉપયોગ રોજબરોજની પૂજા કરવા માટે થાય છે. કપૂરનો ધૂપ કરવાથી ઘરમાં હકારાત્મક શક્તિ આવે છે અને તન મનને પણ શાંતિ મળે છે. નાનકડું કપૂર વાસ્તુદોષ,ધનની ઉણપ,ઘરમાં થતાં ઝઘડા દૂર કરવામાં પણ અકસીર છે. જો આજે જોઈએ કપૂરના થોડા ઉપાયો જે કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે.

આર્થિક સંપત્તિ
જો આર્થિક સંપત્તિની ચાહ હોય તો રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવા. આ ટોટકાને થોડા દિવસો સુધી રોજ કરવો. આ ઉપાય વ્યક્તિને માલામાલ કરી દે છે અને જીવનમાં ધનની ખામી રહેતી નથી.

કાર્યમાં સફળતા
જ્યારે અનેક પ્રયત્નો પછી પણ કામમાં સફળતા ન મળતી હોય તો દર શનિવારે રાત્રે પાણીમાં કપૂરનું તેલ ઉમેરી તેનાથી સ્નાન કરવું.

અકસ્માતોથી બચવા
અણધારી આફત કહો કે દુર્ઘટનાથી બચવા માટે રોજ રાત્રે ઘરમાં કપૂરનો ધૂમાડો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વાસ્તુદોષ માટે
વાસ્તુદોષને દૂર કરવા માટે કપૂરની બે ગોટી જે સ્થળે વાસ્તુદોષ હોય ત્યાં રાખી દેવી. આ ગોટી ઓગળી જાય પછી ફરીથી ત્યાં બીજી રાખી દેવી.

કંકાશ દૂર કરવા
જો ઘરમાં રોજ કંકાશ થતો હોય તો રોજ સવારે તેમજ સાંજે ઘીમાં કપૂર બોળી અને પ્રગટાવવું. આ ઉપાયથી ઘરમાંથી ક્લેશ કાયમ માટે દૂર થઈ જશે અને શાંતિ રહે છે.

વિવાહમાં વિલંબ
જો વિવાહની વાતમાં અડચણ આવતી હોય તો કપૂરના 6 ટુકડા અને લવિંગના 36 ટુકડા લઈ તેને પ્રજ્વલિત કરો તેમાં હળદરવાળા ચોખાની આહુતિ આપો. આ ઉપાયથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.
First published:

Tags: Camphor

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन