કપુર+દિવેલનો આ નુસખો દૂર કરશે મોઢાની દુર્ગંધ અને પેઢામાં આવતા લોહીની સમસ્યા

આ માટે બે ચમચી દિવેલ લો અને તેમાં કપુરની એક ગોટી મિક્સ કરી દો. કપુર તેમાં આપો આપ ઓગળી જશે

News18 Gujarati
Updated: July 11, 2018, 12:22 PM IST
કપુર+દિવેલનો આ નુસખો દૂર કરશે મોઢાની દુર્ગંધ અને પેઢામાં આવતા લોહીની સમસ્યા
આ માટે બે ચમચી દિવેલ લો અને તેમાં કપુરની એક ગોટી મિક્સ કરી દો. કપુર તેમાં આપો આપ ઓગળી જશે
News18 Gujarati
Updated: July 11, 2018, 12:22 PM IST
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરરોજ સવારે અને રાત્રે ટૂથબ્રશ કર્યા પછી પણ કેટલાક લોકોના મોંમાંથી દુર્ગંધ આવતી રહે છે. અને પેઢામાંથી લોહી નીકળતું રહેવે છે. એવા સમયે ઘણી વખત વ્યક્તિ શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ જાય છે. ત્યારે અમે આપને કેટલીક એવી આસાન ઘરગત્થુ ટ્રિક બતાવીયે જેનાંથી તમારી આ સમસ્યાનો અંતઆવી જશે. અને મોમાં આવતી દુર્ગંધ પણ મટી જશે.

દિવેલ અને કપુરનો ઉપાય
આ માટે બે ચમચી દિવેલ લો અને તેમાં કપુરની એક ગોટી મિક્સ કરી દો. કપુર તેમાં આપો આપ ઓગળી જશે. આ મિશ્રણને એક ચોખ્ખી ડબ્બીમાં ભરી દો. હવે દરરોજ સવાર અને સાંજ આંગળીનાં વેઢા વડે આ મિશ્રણ લો અને પછી તેને પેઢવા પર બરાબર ઘસો. જાણે મસાજ કરતાં હોવ. આમ કરવાથી પેઢવા મજબૂત થશે. પેઢામાંથી આવતુ લોહી પણ બંધ થઇ જશે. સાથે જ મોમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થઇ જશે.દિવેલ ઉપરાંત અન્ય પણ ઉપાય છે જે તમે આજમાવી શકો છો. જોકે દિવેલનો ઉપાય એકદમ કારગાર છે તે તમારી સમસ્યાનું તુંરત સમાધાન આપશે.

અન્ય ઉપાય

લવિંગનું તેલ- આપ લવિંગનું તેલ લઇને આંગળી વડે પેઢા પર મસાજ કરી શકો છે. તેનાંથી પણ ફાયદો થશે.
Loading...

એપલ સાઇડર વિનેગર- એપલ સાઇડર વિનેગર મોંમાથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. માટે 1/4 ગ્લાસ પાણીમાં 2 ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરી લો. તે પછી તેને પાણીમાં 15-20 મિનિટ માટે મોમાં રાખીને કોગળા કરો. આમ કરવાથી મિનિટોમાં મોંમાંથી આવતી દુર્ગંધ ગાયબ થઇ જશે.

વરિયાળી- માઉથ ફ્રેશનેસ માટે વરિયાળીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. વરિયાળી મોંમાં રહેલા જીવાણુંને મારવામાં મદદરૂપ છે. રોજ વરિયાળીનું સેવન કરવાથી શ્વાસમાં તાજગી આવી જાય છે.

 
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...