Home /News /lifestyle /શું ડોક્ટરની સલાહ વગર લેવી જોઇએ કેલ્શિયમની ગોળીઓ? જાણો શું કહે છે એક્સપર્ટ

શું ડોક્ટરની સલાહ વગર લેવી જોઇએ કેલ્શિયમની ગોળીઓ? જાણો શું કહે છે એક્સપર્ટ

જાણો કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવું કેટલું યોગ્ય છે. (તસવીર- Shutterstock)

Calcium Supplements: આજનું તણાવભર્યુ જીવન લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાનો પૂરતો સમય આપતું નથી. જેથી ખોરાકની અપૂરતી કાળજી અને કામના તણાવ વચ્ચે શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપનો સામનો કરવા પડે છે.

નવી દિલ્હી:  મજબૂત હાડકાઓ અને સારા સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. આ વાત તો સૌ જાણે છે. પરંતુ આજનું તણાવભર્યુ જીવન લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાનો પૂરતો સમય આપતું નથી. જેથી ખોરાકની અપૂરતી કાળજી અને કામના તણાવ વચ્ચે શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપનો સામનો કરવા પડે છે. જેના કારણે તમારા શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે, જેવી કે ઓસ્ટિયોપારોસિસ(Osteoporosis), એનિમિટા, કેલ્શિયમની ઉણપ(Calcium Deficiency)ના કારણે હાડકાઓ નબળા પડવા કે પછી શરીરમાં થાકનો અહેસાસ થવો વગેરે લક્ષણો દેખાવા લાગે છે, જેનો અર્થ છે કે તમારા શરીરમાં પોષણની કમી છે.

જંક ફૂડ(Junk Food) ઘેલા લોકો ઘરનો ખોરાક ખાવાની જગ્યાએ વધુ પડતું બહારનું ખાય છે અને શરીરમાં તત્વોની પૂરતી માટે સપ્લીમેન્ટ્સ (Supplements)નો સહારો લે છે. ખાસ કરીને કેલ્શિયમ (Calcium)ની ઉણપ માટે જાણીતી ગોળીઓ અને પ્રોટીન પાઉડર વગેરે આજે સામાન્ય બાબાત બની ચૂકી છે. ત્યાં સુધી કે આવી વસ્તુઓ માટે અનેક બ્રાન્ડ્સ પણ માર્કેટમાં છે અને જાહેરાતોથી આકર્ષાઇને લોકો તેનો ઉપયોગ પણ કરવા લાગે છે. પરંતુ અહીં સવાલ એ છે કે શું આ રીતે શરીરમાં કેલ્શિયમની ઉણપે પૂરી કરવા માટે લેવામાં આવી ગોળીઓ ફાયદાકારક છે કે તેના પણ અમુક નુકસાન છે.

જાણો શું કહે છે વિશેષકો

આ એક ખૂબ ગંભીર મુદ્દો હોઇ શકે છે. તેથી આ અંગે એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને કરનાલ સ્થિત ભારતી હોસ્પિટલના જાણીતા એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. સંજય કાલરા કહે છે કે, જ્યાં સુધી કેલ્શિયમની ગોળીઓની વાત છે, તો મીનોપોઝ(Menopause) બાદ દરેક મહિલાએ આ ગોળીઓનું સેવન કરવું જોઇએ. તેના માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત રહેતી નથી. મીનોપોઝ બાદ ડોક્ટર મહિલાઓ માટે તેને આવશ્યક માને છે. કારણે મીનોપોઝ બાદ હાડકાઓ જકડાવા લાગે છે.

વિટામિન-ડી લેવું પણ છે જરૂરી

આ ઉપરાંત જો મહિલાઓ કેલ્શિયમની સાથે જો વિટામિન-ડી પણ લે છે તો વધુ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો તમે સૂર્ય પ્રકાશમાં પર્યાપ્ત રીતે રહો છો, તો વિટામિન ડીની જરૂરિયાત રહેતી નથી. આ સિવાય જો મહિલાઓમાં કેલ્શિયમની કમી મીનોપોઝ પહેલા પણ હોય તો તેઓ આ સપ્લીમેન્ટ્સ લઇ શકે છે. ડો.કાલરા જણાવે છે કે ભારતની વાત કરીએ તો અહીં લગભગ દરેક મહિલામાં કેલ્શિયમ અને વિટામિન – ડીની કમી છે. તેથી જો કોઇ પણ પ્રકારના નિદાન વગર ક્લિનીકલ સસ્પીશન કે શંકાના આધારે પણ મહિલાઓ થોડા સમય માટે આ દવાઓ લે છે તો તે સુરક્ષિત છે.

આ પણ વાંચો: બદલાતી ઋતુ લઈને આવે છે અનેક બિમારીઓ, આ રીતે Immunity વધારવાથી શરીરમાં નહિં આવે રોગ

પ્રસૂતિ દરમિયાન પણ લઇ શકે છે સપ્લીમેન્ટ્સ

ડો. કાલરા આગળ જણાવે છે કે, પ્રેગ્નેંસી(Pregnancy) દરમિયાન પણ મહિલાઓ આ દવાઓ ચાલું રાખી શકે છે અને આ ગોળીએ ત્યાં સુધી ચાલું રાખો જ્યાં સુધી બાળકને ફીડીંગ કરાવો છો. તેનાથી બાળકના હાકડાઓ પણ મજબૂત બનશે અને મહિલાઓના શરીરને આગળ જતા ઓછું નુકસાન થશે. જો તમે સામાન્ય સ્થિતિમાં સંપૂર્ણ સ્વસ્થ છો તો લાંબા સમય સુધી કેલ્શિયમની ગોળીઓનો ઉપયોગ કરશો નહીં. આ દવા જરૂરિયાત કરતા વધુ લેવાથી અન્ય બીમારીઓ જેવી કે કિડની(Kidney) કે ગોલ બ્લેડરમાં પથરી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: 10 Health tips, Health Tips, Vitamin D

विज्ञापन
विज्ञापन