Home /News /lifestyle /News18 Network એ BYJU’S Young Genius સીઝન 2 સાથે ભારતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા બાળકની શોધ શરૂ કરી છે

News18 Network એ BYJU’S Young Genius સીઝન 2 સાથે ભારતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા બાળકની શોધ શરૂ કરી છે

બાયજુ યંગ જિનિયસ

ભારતનાં સૌથી મોટા News Network Network 18 એ BYJU’S Young Genius સાથે આ જ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલના કેન્દ્રસ્થાનમાં ભવિષ્યમાં પ્રતિભાશાળી બનવાની ક્ષમતા ધરાવતા યુવાઓને શોધવાનું અને સન્માનિત કરવાનું સતત મિશન છે. સીઝન 1 માં યુવા અચીવર્સએ (પ્રતિભાસંપન્ન બાળકો) ચેનલ પર તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું જેને News 18 ના એડિટર્સ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની પેનલ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા

વધુ જુઓ ...
  આપણા બધાના જીવનમાં ક્યારેક એક ક્ષણ એવી આવે છે જ્યાં અમે એકદમ સ્વયંનાં મનથી એકાદ વિષયમાં અથવા કોઈ કળાનાં ગુણમાં પારંગત થઈએ એવી તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હશે. પ્રતિભાસંપન્ન બુદ્ધિમતા હોવું એ રોજિંદા જીવનમાં ચોક્કસપણે સુવિધાજનક હોઈ શકે છે. હકીકત એ છે કે પ્રતિભાસંપન્ન બુદ્ધિમતા અઢળક પ્રયત્નથી ઘડવામાં આવે છે તે જન્મથી જ આપમેળે આવતી નથી આ વસ્તુસ્થિતિ પર જોવાની આપણી ગેરસમજ હોય છે. જ્યારે આપણે આપણા મનપસંદ કલાકારોને ટીવી પર પ્રદર્શન કરતા જોઈએ છીએ, ત્યારે તેમનું જ્વલંત ઉત્કટ, અપ્રતિમ લવચીકતા, અને અસંખ્ય કલાકોનો સતત અભ્યાસ જે તે વ્યક્તિ દ્વારા પ્રતિભાસંપન્ન બુદ્ધિમતા ધરાવતી વ્યક્તિ તરીકે બને તે પહેલાં કરવામાં આવ્યો હતો તે આપણે જોઈ શકતાં નથી.


  તો ખરેખર તમારા પ્રમાણે પ્રતિભાસંપન્ન બુદ્ધિમતા ધરાવતા બાળક એટલે શું? તેઓ બુદ્ધિશાળી, અવિરત પ્રેરિત, અત્યંત જિજ્ઞાસુ, અત્યંત કલ્પનાશીલ, સંશોધનાત્મક અને જોખમ લેવાથી ડરે નહીં એવી વ્યક્તિ છે. Tokyo Olympics /ટોક્યો ઓલિમ્પિક્સ કે જે સપ્તાહના અંતે સમાપ્ત થયું હતું, તેની સાથે અમે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેજસ્વી દેશબંધુઓ દ્વારા કઠણ પૃષ્ઠભૂમિમાંથી આવેલા શાનદાર પ્રદર્શનની શ્રેણી જોઈ છે. પુરુષોની ભાલા ફેંકવાની રમતમાં આશ્ચર્યજનક ગોલ્ડ મેડલ જીતીને હરિયાણાના એક નાના ગામમાં નીરજ ચોપરાની આકાંક્ષા તેની ઝૂંપડીમાંથી પેદા થઈ હતી. બોજારૂપ જીવનની પરિસ્થિતિઓ, નાણાકીય મુશ્કેલીઓ અને અપર્યાપ્ત સુવિધાઓ પર કાબુ મેળવીને, તે ઑલિમ્પિકમાં(Olympics) ભારતનું પ્રતિનિધિત્વ કરનારા મહાન ખેલાડીઓ પૈકી એક બન્યો. જો અમારી પાસે તળીયાના સ્તરે વિવિધ ક્ષેત્રોમાં આવા હોશિયાર યુવા પ્રતિભાઓને શોધવા માટે, તેમજ તેમને તૈયાર કરવા માટે અને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે સંસાધનો ઉપ્લબ્ધ હોય તો વિશ્વને નિ:શંકપણે ઘણો ફાયદો થશે.
  ભારતનાં સૌથી મોટા News Network Network 18 એ BYJU’S Young Genius સાથે આ જ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલના કેન્દ્રસ્થાનમાં ભવિષ્યમાં પ્રતિભાશાળી બનવાની ક્ષમતા ધરાવતા યુવાઓને શોધવાનું અને સન્માનિત કરવાનું સતત મિશન છે. સીઝન 1 માં યુવા અચીવર્સએ (પ્રતિભાસંપન્ન બાળકો) ચેનલ પર તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું જેને News 18 ના એડિટર્સ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની પેનલ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ બધું પ્રતિભાશાળી બાળકો સાથે શરૂ થયું જેમ કે લિડિયન નાધાસાવરમ (15) એ 190 બીટ્સ પ્રતિ મિનિટની ઝડપે આંખો પર પટ્ટી બાંધીને પિયાનો વગાડીને લોકોને આશ્ચર્યજનક કર્યું અને મેઘાલીમાલાબિકા (14) ને સ્વયંનાં જબરદસ્ત આઈક્યૂ (બુદ્ધિઆંક) માટે ‘Google ગર્લ ઑફ ઇન્ડિયા' તરીકે પ્રસિદ્ધ છે. મેન્સા સોસાયટીનાં સદસ્ય, બહુવિધ એપ્સના ડેવલપર્સ અને પુસ્તકના લેખક, ઋષિ શિવ પી (6) નો અવિશ્વસનીય આઈક્યૂ (બુદ્ધિઆંક) 180 છે! અવંતિકાકામ્બલી (10), જે તિલકકેસમ (13) સાથે 6-અંકનો વર્ગમૂળ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવાનો પ્રયાસ કરનાર સૌથી નાની વયની વ્યક્તિ છે, જે 'બાર હેઠળ સૌથી દૂરનું લિમ્બો સ્કેટિંગ' માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. શાળા અને કેમ્પસમાં જાગૃતિ ફેલાવવા અને ગુંડાગીરી ઘટાડવાના ઉદ્દેશ સાથે, અનુષ્કા જોલી (12) Anti-bullying Squad/એન્ટી-બુલિંગ સ્કવોડ (ABS) નામનું વેબ પ્લેટફોર્મ બનાવીને સામાજિક ઉદ્યોગસાહસિક બની ગઈ છે.


  આ અપવાદરૂપ બુદ્ધિમતા સંપન્ન બાળકો, સોશિયલ પ્લેટફોર્મ પર 98.4% હકારાત્મક લાગણીઓ અને દેશભરના દર્શકો તરફથી નવા એપિસોડની સતત માંગ પર ભારતમાં ઘણા બાળકો માટે પ્રેરણાસ્થાન બની ગયા પ્રથમ સિઝનની આ પ્રચંડ સફળતા સાથે, News 18 Network Young Geniusની બીજી આવૃત્તિ સાથે પાછો આવ્યો છે, જે પ્રતિભા સંપન્નમાં બાળકોની વાર્તાઓની મોટી અને સારી વસ્તુઓ પ્રસ્તુત કરવા માટે વચનબદ્ધ છે. આ કાર્યક્રમની રૂપરેખા નિમ્નલિખિત છે:
  આ કાર્યક્રમ Network 18 નાં સીનિયર એડિટર અને એન્કર આનંદ નરસિંહન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ, આ શો જાન્યુઆરી 2022 માં શરૂ થશે અને 11 એપિસોડ સામેલ હશે, જેમાં 6 થી 15 વર્ષની વય જૂથના 20 જેટલા યુવાન પ્રતિભાશાળી બાળકોનું વિવિધ ક્ષેત્રોમાં જેમ કે પ્રદર્શન કળા, શિક્ષા, ટેકનોલોજી, વ્યવસાય , સ્પોર્ટ્સ અને વધુથી સન્માનિત કરવામાં આવશ. દરેક એપિસોડ એક રોમાંચક અનુભવ મહેસુસ કરાવશે કારણ કે યુવા પ્રતિભાશાળીઓમાં ભારતની સૌથી પ્રખ્યાત ભારતીય હસ્તીઓ પણ સામેલ થશે જેઓ ફક્ત બાળ પ્રાવીણ્યની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની પ્રશંસા કરતા જોવા નહીં મળે પરંતુ તેમના પોતાના ગૌરવના માર્ગનાં પ્રવાસનું સંસ્મરણ પણ કરાવશે.

  જો આ તમને પસંદ આવે છે, તો https://www.news18.com/younggenius/ પર જાઓ અને રજીસ્ટ્રેશન ફૉર્મ ભરો. આ પ્રારંભિક સબમિશન પછી મલ્ટી-સ્ટેજ મૂલ્યાંકન પ્રક્રિયા માટે બાળકની દરેક વિગત પ્રાપ્ત કરવા માટે વિગતવાર ફૉર્મ ભરવું પડશે. આ સિવાય, તમે BYJU ની એપ પણ ડાઉનલોડ કરી શકો છો અને BYJU’S Young Genius વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: BYJUS Young Genius, News18 Network

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन