નિયમિત સેવન કરો આ 4 ચીજોનું, શરીરની આટલી તકલીફોમાં અક્સિર!

News18 Gujarati
Updated: October 19, 2019, 11:31 AM IST
નિયમિત સેવન કરો આ 4 ચીજોનું, શરીરની આટલી તકલીફોમાં અક્સિર!
નિયમિત સેવન કરો આ 4 ચીજોનું, જે ફક્ત 100 રૂ.માં મળી જશે

નિયમિત સેવન કરો આ 4 ચીજોનું, જે ફક્ત 100 રૂ.માં મળી જશે

  • Share this:
કેટલીક એવી તકલીફો છે, જેનું સમય પહેલા જ ધ્યાન રાખવામાં આવે તો તે તકલીફોને ટાળી શકાય છે. જેમાં લીલા શાકભાજી, ફળો, કસરત વગેરે દરેક બાબતોનો સમાવેશ થાય છે. ત્યારે ચાલો જાણીએ તમને તંદુરસ્ત અને સુંદર બનાવતા ફળે વિશે...

આ એ 4 શ્રેષ્ઠ ફળો છે, જેને ખાવાથી આટલા બધા ફાયદા મળે છે. ચાલો જાણીએ વિસ્તારથી...

પપૈયું

પપૈયામાં ઘણાં પોષક તત્વો હોય છે, જે તમારી ચામડીને યંગ રાખવામાં તમારી મદદ કરે છે.
પપૈયામાં એન્ટી-ઑક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી ચામડીને મુલાયમ બનાવે છે અને ગ્લો જાળવી રાખે છે.
પપૈયું કરચલીને પણ ઓછી કરે છે.પપૈયામાં વિટામિન A, વિટામિન C, વિટામિન K અને ચામડી માટે સૌથી જરૂરી વિટામિન E થી ભરપૂર હોય છે.
આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે.
પપૈયામાં રહેલા એન્ટી-ઑક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સ સાથે લડવામાં મદદ કરે છે. તેમજ ઘડપણના લક્ષણો આવતા પહેલાં જ તેને રોકે છે.
તેથી કોશિશ કરો કે તમે દરરોજ તમારા ડાયટમાં પપૈયાને શામેલ કરો.

સફરજન
સફરજન ખાવું ચામડીની સાથે સાથે આખા શરીર માટે પણ ફાયદાકારક છે.
પરંતુ સફરજનને તેની છાલ સહિત જ ખાવ.
સફરજનની છાલમાં એવા પોષક તત્વો હોય છે, જે તમારી ચામડીને ઍજિંગથી બચાવે છે.
સફરજનના સેવનથી આંતરડામાં સારા ઈન્ઝઆઈમ્સ વધે છે, જે તમારા શરીરમાં પાણીનું લેવલ જાળવી રાખે છે.
રોજ સફરજનના સેવનથી ચામડીની ચમક જળવાઈ રહે છે. અને વૃદ્ધાવસ્થાના લક્ષણો નથી દેખાતા.

દાડમ
દાદમમાં એક ખાસ તત્વ રહેવું છે, જેને રાઈબોફ્લેવિન કહે છે.
આ સિવાય તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ તેમજ ખાસ કરીને ફૉસ્ફોરસ સારી માત્રામાં હોય છે.
તેથી દાડમ ચામડીને વૃદ્ધ થતી બચાવે છે.
દાડમમાં રહેલાં તત્વો એન્ટી-ઑક્સિડન્ટ્સ કોલેજનની પ્રક્રિયા તેજ કરે છે.
કોલેજનના કારણે ચામડીની ઈલાસ્ટિલિટી વધે છે. તેનાથી કરચલી નથી પડતી.

કીવી
કીવીમાં પાવરફૂલ એન્ટી-ઑક્સિડન્ટ્સ હોય છે. જેના કારણે તેની દુનિયાના સૌથી હેલ્ધી ફળોમાં ગણતરી થાય છે.
તેમાં રહેલા તત્વો રેડિકલ્સ સામે લડે છે. અને ચામડીને નુક્સાન થતાં બચાવે છે.
કીવીમાં રહેલાં એન્ટી-ઑક્સિડન્ટ્સના કારણે ચહેરા પર કરચલી નથી પડતી.
તેમજ કીવીના નિયમિત સેવનથી ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.
તેના સેવનથી ફાઈન લાઈન્સ પણ દૂર થાય છે.
આ સાથે નિયમિત કીવીના સેવનથી ચામડીનો રંગ અને સુંદરતા વધે છે.
First published: October 19, 2019, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading