Dhanteras 2021: સોના-ચાંદી જ નહિં, ધનતેરસના દિવસે આ 4 ધાતુઓની ખરીદી કરવી પણ શુભ

આ વાસણોની ખીરીદી કરવાથી ધનતેરસ પર થશે જોરદાર ફાયદો. (પ્રતિકાત્મક તસવીર)

Dhanteras 2021: ભારતમાં દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસ (Dhanteras 2021) ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસથી દિવાળી (Diwali 2021) શરૂ થાય છે.

  • Share this:
    Dhanteras 2021: ભારતમાં દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસ (Dhanteras 2021) ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસથી દિવાળી (Diwali 2021) શરૂ થાય છે. સમુદ્ર મંથન દરમિયાન, ધનતેરસના દિવસે, 'ભગવાન ધન્વંતરી' તેમની સાથે અમૃત અને આયુર્વેદના કલશ સાથે પ્રગટ થયા હતા. આયુર્વેદના દેખાવને કારણે ભગવાન ધન્વંતરીને ઔષધના પિતા પણ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા 'ભગવાન કુબેર'ની પણ પૂજા કરવામાં આવે છે. કુબેરને લક્ષ્મીજીના કેશિયર એટલે કે ખજાનચી કહેવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે પૈસાની લેવડ-દેવડ અથવા ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના (Dhanteras Date 2021) દિવસે જે પણ સામાન ખરીદવામાં આવે છે, તેમાં 13 ગણો વધારો થાય છે. ધનતેરસના દિવસે ખરીદી કરવાથી આખું વર્ષ ઘરમાં સૌભાગ્ય આવે છે.

    પિત્તળના વાસણો લેવાથી થશે ફાયદો

    ધનતેરસના દિવસે સોના-ચાંદી પછી પિત્તળના વાસણો ધનતેરસ પર સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પિત્તળના વાસણો ઘરની પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. પૂજાના કામમાં પિત્તળના વાસણોનો મહત્તમ ઉપયોગ થાય છે. એટલા માટે પિત્તળના વાસણો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    આ પણ વાંચો: Gurupushya Nakshatra: જાણો ક્યારે છે ગુરુપુષ્ય નક્ષત્ર, આ સમયે સોના-ચાંદીની ખરીદી કરવી શ્રેષ્ટ

    લોખંડના વાસણોની ખીરીદી પણ શુભ

    ધનતેરસના દિવસે 'લોખંડ'થી બનેલા વાસણો અથવા વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલ હોય કે સ્ટીલ, બંને લોખંડના બનેલા છે. તેથી જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી, તો નિરાશ થશો નહીં. આ 'ધનતેરસ' પર તમે તમારા રસોડા માટે 'સ્ટેનલેસ સ્ટીલ'ના વાસણો ખરીદી શકો છો. લોખંડની કડાઈમાં રાંધેલો ખોરાક ખાવાથી આયર્ન મળે છે.

    તાબાના વાસણોની પણ કરો ખરીદી

    ધનતેરસના દિવસે તાંબાના વાસણો ખરીદવા પણ સોના-ચાંદીની જેમ શુભ માનવામાં આવે છે. આયર્નની જેમ તાંબુ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી અને ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં ખાવાથી વજન ઓછું થાય છે અને સંધિવા અને સાંધાનો દુખાવો પણ મટે છે.

    આ પણ વાંચો: પૈસા અને સફળતા બાબતે આ 4 રાશિના લોકો હોય છે ખૂબ ભાગ્યશાળી, ઝડપથી મેળવે છે સિદ્ધિ

    પૈસાદાર લોકોમાં પ્લેટિનિમ ખરીદવાનો ટ્રેન્ડ

    જો તમારા ખિસ્સામાં ઘણા પૈસા છે, તો તમે આ ધનતેરસ પર 'પ્લેટિનમ' પણ ખરીદી શકો છો. સોના-ચાંદીની જેમ તેને પણ શુભ માનવામાં આવે છે. પ્લેટિનમ અત્યંત શુદ્ધ અને દુર્લભ ધાતુ ગણાય છે. તેની સફેદ ચમક સૂર્ય અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, પ્લેટિનમ ખૂબ મોંઘું છે.
    Published by:kuldipsinh barot
    First published: