મજેદાર Video જુઓ અને કહો, આ બટર ચીકન છે કે કેક?

મજેદાર Video જુઓ અને કહો, આ બટર ચીકન છે કે કેક?
બટર ચિકન કેક

આ કેકના BTS વિડીયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેને 18 લાખથી વધુ લોકોએ જોયો છે અને 88 હજાર કરતા વધુ લાઈક્સ મળી

  • Share this:
શું તમે બટર ચીકનના બાઉલને જોઈને, ક્યારેય વિચાર્યું છે કે આ એક મિઠાઈ છે? જ્યાં સુધી આ ‘બટર ચીકન કેક’ તમે જોશો નહીં, ત્યાં સુધી તમને લાગશે અમે પાગલ થઈ ગયા છીએ. હા, આ બટર ચીકનનો રિઅલ બાઉલ નથી, પરંતુ માત્ર એક વાર જોઈને તમે ન કહી શકો કે આ અસલી નથી. યુ ટ્યુબ પર સાઈડસર્ફ કેક સ્ટુડિયો દ્વારા ‘બટર ચીકન કેક’નો વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ‘ચીકન ચંક્સ’ કેક સ્ક્રેપ્સ ટોપ્ડ સાથે સ્પેશિયલ સ્ટ્રોબેરી સોસથી બનાવવામાં આવ્યા છે.

આ કેકના BTS વિડીયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેને 18 લાખથી વધુ લોકોએ જોયો છે અને 88 હજાર કરતા વધુ લાઈક્સ મળી છે.ભારતમાં બટર ચીકનના શોખીન લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, “આ ખૂબ જ અમેઝિંગ છે, આ એકદમ રિઅલ બટર ચીકન બાઉલ લાગી રહ્યું છે.” અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, “હું વેજિટેરિયન છું, મમ્મા આઈ એમ નોન વેજ કેકટેરિયન.”

આ પણ વાંચોમોરબી : પુત્રએ માતાને નીચે પટકી સાવરણીથી માર મારવાનો મામલો, પોલીસે પુત્રની શાન ઠેકાણે લાવી દીધી - Video

નતાલી સાઈડસર્ફ, ‘સાઈડસર્ફ કેક સ્ટુડિયો’ને મેનેજ કરે છે અને રિઅલ લુકીંગ કેકના વિડીયોઝ શેર કરે છે. તે એવા રિઅલ પ્રકારની કેક બનાવે છે, જે જોઇને તમે એકદમ આશ્ચર્યમાં મુકાઈ જાવ. નતાલીએ એક એવી કેકનો વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે મોડેલિંગ ચોકલેટની મદદથી ‘હ્યુમન બસ્ટ કેક’ બનાવી છે. આ કેક જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ કેક છે કે માણસ.

આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

જો નતાલી ‘માનવ બસ્ટ કેક’ બનાવી શકે, તો તે ‘ડોગ કેક’ કેવી રીતે ઇસ કરી શકે. તેણે ડોગની સાઈઝની કેક પણ બનાવી હતી, જેને જોઈને તમારે માનવું જ પડે કે આ એક ડોગ છે કેક નહીં, પરંતુ ખરેખર તે એક ડોગના આકારની કેક છે. આ વિડીયો જોઈને ખાત્રી કરો કે આ કેક છે કે ડોગ છે?

અમને ખબર છે કે આ દરેક વસ્તુ જે રિઅલ લાગે છે તે કેક છે. આ ચેનલ પરના વિડીયો જોઈને અમે ભ્રમમાં મુકાઈ ગયા છીએ, આ કેક છે કે રિઅલ છે. આ વિડિયો જોઈને તમે કોઈપણ વસ્તુને કેકના રૂપમાં જોઈ શકો છો. (કદાચ તે આપણી સિક્રેટ વિશ હોઈ શકે).
Published by:News18 Gujarati
First published:May 12, 2021, 22:51 pm

ટૉપ ન્યૂઝ