અકારણ ગુસ્સો, ચીડિયાપણું આ બીમારી તરફ કરે છે સંકેત, જાણો લક્ષણ

News18 Gujarati
Updated: January 22, 2020, 4:32 PM IST
અકારણ ગુસ્સો, ચીડિયાપણું આ બીમારી તરફ કરે છે સંકેત, જાણો લક્ષણ
પ્રતિકાત્મક તસવીર

થોડો સમય કામ કર્યા પછી શરીરમાં એનર્જી ઓછી થઇ જવી, આ બિમારીના લક્ષણોમાંથી એક છે.

  • Share this:
જો તમે આખો દિવસ થાકેલા, ચીડિયા અને ગુસ્સે ભરેલા રહો છો તો આ લેખ જરૂર વાંચો. કારણ કે બની શકે તે તમારા માટે આ સામાન્ય ગુસ્સો હોય પણ તમે એક તેવી બીમારીથી પીડાઇ રહ્યા હોય જે વિષે તમારે જાણવું જરૂરી હોય. શું તમે કદી બર્ન આઉટ સિંડ્રોમ વિષે જાણ્યું છે. શું તમે લાંબા સમય સુધી સ્ટ્રેસ અને તણાવની સ્થિતિમાં રહો છો અને આવી સ્થિતિમાંથી બહાર નથી આવી શકતા તો તમે પણ બર્ન આઉયની પીડિત હોઇ શકો છો. સામાન્ય રીતે તે સાંભળવામાં ડિપ્રેશન જેવું જ લાગે છે પણ તે ડિપ્રેશનથી અલગ હોય છે કારણ કે ડિપ્રેશનની સ્થિતિમાં વ્યક્તિમાં પ્રત્યેક ક્ષણે આત્મવિશ્વાસની અછત હોય છે અને તે અકારણે જ નેગેટીવિટીથી ભરાયેલો હોય છે. જ્યારે બર્ન આઉટમાં થાક અને ચીડિયાપણું વધુ જોવા મળે છે.

એક શોધમાં તે વાત બહાર આવી છે કે બર્ન આઉટની સ્થિતિનો તેવા લોકો વધુ ભોગ બને છે જે ઘર કે ઓફિસમાં લાંબા સમયથી તણાવમાં કામ કરી રહ્યા હોય અને વધુ પડતો થાક, શરીરમાં સોજા, સાયકોલોજિકલ તણાવ વધતા એક બીજાથી વસ્તુઓને લિંક કરી શકાય છે. જ્યારે આ સ્થિતિ લાંબા સમય સુધી બની રહે છે તો હાર્ટ ટિશ્યૂઝને ડેમેજ કરવાનું કામ કરે છે. અને આ કારણે અરિદ્મિયાની સ્થિતિ બનવા લાગે છે અને હાર્ટબીટ વધુ કે ઓછી થઇ જાય છે. આ સ્થિતિમાં હાર્ટ બીટ્સ સરખી રીતે કામ નથી કરતી. અને બ્લડ ક્લોટ્સ, હાર્ટ ફેલ્યોર અને દિલ સંબંધી અનેક બિમારીનો ખતરો વધી જાય છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન મુજબ બર્ન આઉટ જેવી બીમારી પ્રોફેશન લોકોથી જોડાયેલા લોકો ખાસ કરીને મહિલાઓ જે ઘર અને ઓફિસ બંનેમાં કામ કરે છે તેમને થવાના ચાન્સ વધુ હોય છે. ડબ્લ્યૂએચઓના કહેવા મુજબ બર્ન આઉટના લક્ષણો આ મુજબ છે.

1.વધુ પડતો થાક

2.થોડો સમય કામ કર્યા પછી શરીરમાં એનર્જી ઓછી થઇ જવી
3.કામ કરતી વખતે મગજ આઉટ ઓફ ફોકસ થવું
4. મગજમાં હંમેશા નેગેટિવ વિચારો આવવા.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर