જો જો તાપણાંની મજા ક્યારેક સજા ન બની જાય, રાખો આ સાવધાની

આવો જાણો ડૉક્ટરો અનુસાર તાપણાંમાં ઉપયોગમાં લેવાતા લાકડા અને કોલસા કેટલા હાનિકારકહોય છે..

 • Share this:
  ઠંડીના વાતાવરણમાં શરીરને ગરમી આપવા માટે લોકો તાપણાંનો સહારો લેતા હોય છે. શું તમને પણ ઠંડીમાં તાપણાંની મજા લેવી ગમે છે? તો જો જો આ સજા ન મળે ક્યારેક, રાખો આ સાવધાની પણ આવો જાણો આ તાપણું કેવી રીતે તમારો જીવ લઈ શકે છે...

  આવો જાણો ડૉક્ટરો અનુસાર તાપણાંમાં ઉપયોગમાં લેવાતા લાકડા અને કોલસા કેટલા હાનિકારકહોય છે..

  ઘટે છે ઑક્સિજનનું સ્તર
  ભંધ રૂમમાં લાકડાં કે કોલસાથી તાપણું કરવાથી ઑક્સિજનનું સ્તર ઘટે છે. આ સાથે જ રૂમમાં મોનોઑક્સાઈડનું સ્તર વધી જાય છે, જેનાથી સીધી મનુષ્યના મગજ પર અસર પડે છે. મગજ પર મોનોક્સોઆડની અસર આખા શરીરમાં થાય છે અને સૂતેલો વ્યક્તિ બેહોશ થઈ જાય છે.

  લોહીને નુક્સાન પહોંચાડે છે
  બંધ રૂમમાં તાપણું કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઈડ શ્વાસના માધ્યમથી ફેફસાં સુધી પહોંચ્યા બાદ સીધું લોહીમાં ભળી જાય છે, જેનાથી હિમોગ્લોબિનનું લેવલ ઘટી જાય છે અને વ્યક્તિનું મોત થઈ જાય છે.

  આંખોને નુક્સાન પહોંચાડે છે
  તાપણાંમાંથી નીકળતો ગૅસ ફક્ત ફેફસાંને જ નહીં પરંતુ આંખોને પણ નુક્સાન પહોંચાડે છે. તાપણાંની સામે બેસવાથી આંસુઓની પરત સૂકાઈ જાય છે. જે લોકો કમ્પ્યૂટર પર વધારે કામ કરે છે, તેમની આંખોમાં ડ્રાયનેસ આવે છે. ઘણી વખત તેના કારણે આંખોમાં ઘા પણ જોવા મળે છે.  તાપણું કરતી વખતે રાખો આ સાવધાની
  - ઠંડીમાં જો તમે તાપણું કરતા હોવ, તો ક્યારેય તે રૂમને સંપૂર્ણ રીતે બંધ ન કરો. રીમની બારી હંમેશા ખુલ્લી રાખો.
  - તાપણું કરી તેની આસપાસ ન ઉંઘશો.
  - રૂમમાં તાપણું કરતી વખતે હંમેશા એક ડોલ પાણી ભરીને ખૂણામાં અવઅશય રાખો.
  - જમીન પર ઉંઘવાથી દૂર રહો. તાપણાંની આસપાસ કોઈ પમ પ્રકારનું પ્લાસ્ટિક, કેમિકલ, કપડા વગેરે જેવી ચીજો ન રાખશો.
  Published by:Bansari Shah
  First published: