Home /News /lifestyle /ફરી લો ભારતની આ જગ્યાઓ, રહેવા-જમવાનો નહીં થાય ખર્ચ, બધુ મફ્ત

ફરી લો ભારતની આ જગ્યાઓ, રહેવા-જમવાનો નહીં થાય ખર્ચ, બધુ મફ્ત

આ જગ્યાઓમાં ઋષિકેશનો પણ સમાવેશ થાય છે

Budget Trip: બહુ ઓછા લોકો જાણે છે ભારતની આ જગ્યાઓ વિશે જ્યાં તમે એકદમ ફ્રીમાં રહી શકો છો અને સાથે જમી પણ શકો છો

દિલ્હી: બહુ ઓછા લોકો જાણે છે ભારતની આ જગ્યાઓ વિશે જ્યાં તમે એકદમ ફ્રીમાં રહી શકો છો અને સાથે જમી પણ શકો છો. આ જગ્યાઓમાં ઋષિકેશનો પણ સમાવેશ થાય છે. આ ટ્રિપ તમે કરશો તો બજેટ સાવ ઓછુ થશે અને ફરવાની પણ મજા આવશે.

ટ્રિપનું પ્લાનિંગ કરતી વખતે અનેક લોકો એવી કોશિશ કરતા હોય છે કે આપણું બજેટ જળવાઇ રહે. બજેટને ધ્યાનમાં રાખીને ફરવું એ ખૂબ જરૂરી છે. જો તમે બજેટ વગર ફરે રાખો છો તો પાછળથી તમને ઘરમાં અનેક તકલીફો પડે છે. ઓન સિઝનમાં હોટલોના રૂમ ઘણાં વધી જાય છે ત્યારે આ સમયે આપણું બજેટ ખોરવાઇ જતુ હોય છે અને કોઇ ઓપ્શન ના મળવાને કારણે આપણે મોંઘી જગ્યા પર રહેવાનો વારો આવતો હોય છે.

આમ, જો તમે ટ્રાવેલિંગ કરવા ઇચ્છો છો અને પૈસા સાવ ઓછા છે તો આ જગ્યાઓ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ એવી જગ્યાઓ છે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો અને મસ્ત ટ્રિપ પણ કરી શકો છો. આ સાથે જ તમે ફુલ ટુ એન્જોય ફેમિલી સાથે પણ કરી શકો છો. તમને જણાવી દઇએ ભારતમાં ઘણી બધી ધર્મશાળાઓ અને આશ્રમ એવા છે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો. તો જાણો આ જગ્યાઓ વિશે તમે પણ..

ઇશા ફાઉન્ડેશન
ઇશા ફાઉન્ડેશન કોઈમ્બતુરથી લગભગ 40 કિલોમીટર દૂર સ્થિત છે. આ સદગુરૂનું એક ધાર્મિક કેન્દ્ર છે જ્યાં આદિયોગીનું બહુ મસ્ત અને મોટુ સ્ટેચ્યુ છે. આ સેન્ટર યોગ, પર્યાવરણ અને સામાજીક કાર્યોના ક્ષેત્રમાં કામ કરે છે. આ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.

આ પણ વાંચો: તમારે ક્યારથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ માપવાનું શરુ કરવું જોઈએ

મણિકરણ (હિમાચલ પ્રદેશ)
તમે હિમાચલ પ્રદેશ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. મણિકરણ ગુરુદ્રારામાં તમે ફ્રીમાં રહી શકો છો. આ સાથે જ તમને અહિંયા પાર્કિંગ અને જમવાની સુવિધા પણ મળે છે. મણિકરણ સાહેબ ગુરુદ્રારા પાર્વતી નદીની પાસે સ્થિત છે.

આનંદાશ્રમ
કેરળની આ એક બહુ મસ્ત જગ્યા છે. આ જગ્યા એટલી મસ્ત છે કે જ્યાં પગ મુકતાની સાથે જ તમે એકદમ રિફ્રેશ થઇ જાવો છો. આ આશ્રમમાં તમે ફ્રીમાં રહી શકો છો. એટલું જ નહિં આ આશ્રમમાં તમે જમી પણ શકો છો. અહિંયા જમવાનું પણ બહુ ટેસ્ટી મળે છે.

ગીતા ભવન (ઋષિકેશ)
પવિત્ર ગંગા નદીના તટ પર સ્થિત ગંગા ભવનમાં તમે ફ્રીમાં રહી શકો છો. આ સાથે જ તમને અહિંયા જમવાનું પણ ફ્રીમાં મળે છે. આ આશ્રમમાં 1000 રૂમો છે જ્યાં અનેક જગ્યાએથી લોકો રહેવા માટે આવતા હોય છે.

ગોવિંદ ઘાટ
આ ગુરુદ્રારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અલકનંદા નદી પાસે આવેલું છે. અહિંયા તમે ફરવાનો પ્લાન કરો છો તો ચોક્કસ આ જગ્યા પર રહેજો. અહિંયા તમે એકદમ ફ્રીમાં રહી શકો છો.
First published:

Tags: Life style, Tourism, Tourist attraction