પર્સનાલિટી ગ્રૂમિંગના ચક્કરમાં લોકોને નાકના વાળ દૂર કરવા પડી શકે છે ભારે, ઇમ્યૂન સિસ્ટમને થશે મોટી અસર

તસવીર- Instagram

મોટા ભાગે લોકોને પોતાના ગ્રૂમિંગ(Grooming) તરીકે પોતાના નાકના વાળને વેક્સ કે (cut out nose hair) પછી પુલિંગ દ્વારા દૂર કરાવતા જોયા હશે. જોકે એક્સપર્ટનું માનીએ તો આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

  • Share this:
નવી દિલ્લી:  મોટા ભાગે લોકોને પોતાના ગ્રૂમિંગ(Grooming) તરીકે પોતાના નાકના વાળને વેક્સ કે (cut out nose hair) પછી પુલિંગ દ્વારા દૂર કરાવતા જોયા હશે. જોકે એક્સપર્ટનું માનીએ તો આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. બ્રિટિશ ડોક્ટર(british doctor) કરન રાજને (Dr Karan Rajan) સોશ્યલ મીડિયા (Social Media) પર લોકોએ આ વાતને લઇને ચેતવણી આપતા કહ્યું કે નાકના વાળને ન હટાવો.

ઇન્સ્ટાગ્રામ પર આ મુદ્દાને લઇને તેમણે એક પોસ્ટ શેર કરી છે અને લોકોને જણાવ્યું છે કે ગ્રૂમિંગ તરીકે નાકના વાળ દૂર કરાવવું તેમના માટે જાનલેવા સાબિત થઇ શકે છે. તેમણે રિતસર ડાયાગ્રામ દ્વારા દર્શાવી સમજાવ્યું છે કે નાકના વાળ કઇ રીતે આપણા માટે મહત્વપૂર્ણ છે અને તેમને હટાવવું આપણને કઇ રીતે અસરગ્રસ્ત કરી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતા ડોક્ટર કરન રાજને લોકોને અપીલ કરી કે, લોકો સુંદર દેખાવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ન મૂકે.

નાકના વાળ આપે છે સુરક્ષા

ડોક્ટરનું કહેવું છે કે આપણાં નાકની અંદર બે પ્રકારના વાળ હોય છે. એક માઇક્રોસ્કોપિક સિલિયા(Microscopic Cilia) હેર, જે નાકની અંદરના દ્રવને ફિલ્ટર કરે છે અને તેને પરત ગળા તરફ મોકલે છે. જ્યારે મોટા પાર્ટિકલ્સ બહાર આવે છે. ડોક્ટર આ મોટા રૂંવાટા વાળા વાળને બહાર કાઢવાની મનાઇ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે જો તે દેખાવમાં સારા ન લાગે તો તેને ખેંચીને દૂર કરવાની જગ્યાએ કાપીને નાના કરી શકો છો. આ વાળ નાકની અંદર બેક્ટેરિયા અને જર્મ્સને અંદર જવાથી રોકે છે. જો તેને હટાવી દેવામાં આવે તો આ જર્મ્સ અંદર જઇને ઇન્ફેક્શન પેદા કરે છે.

આ પણ વાંચો: OMG! નાગપંચમીઃ અહીં ઝેરી સાપ સાથે રમે છે બાળકો, કારણ જાણી ચોંકી જશો તમે

વાળ દૂર કરવા થઇ શકે છે જીવલેણ

ડાયાગ્રામ દર્શાવતા ડોક્ટરે કહ્યું કે, નાકની અંદર થતા ડેંજર ટ્રાએંગલના કારણે બ્રેઇન ઇન્ફેક્શન પણ થઇ શકે છે. કારણ કે નાકની અમુક નસો નાકમાં લોહીનું સંચાર કરે છે, જે મસ્તિષ્કને લોહી પહોંચાડતી નસો સાથે મળે છે. જો તેમાં જર્મ્સ કે બેક્ટેરિયા લાગી જાય તો તે મસ્તિષ્ક સુધી સરળતાથી પહોંચી શકે છે. તેના કારણે મસ્તિષ્ક સુધી ઇન્ફેક્શન ફેલાઇ શકે છે. ડોક્ટરનું કહેવું છે કે, આ સમગ્ર પ્રક્રિયા એટલી ઝડપે તો થતી નથી. પરંતુ તે આપણી ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. એવામાં નાકના વાળને બિનજરૂરી સમજી તેને વેક્સ કે કોઇ અન્ય રીતે દૂર કરવાની જગ્યાએ તેને ટ્રિમ કરો. ડોક્ટરના આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજાર વખત જોવાઇ ચૂક્યો છે અને લોકો આ વાત માને છે કે તેનાથી નુકસાન થાય છે.
Published by:kuldipsinh barot
First published: