Viral Video: અમદાવાદી યુવતીએ જ્યારે પિતાને કહ્યું, 'સિંગલ રહેવા દો મને..'

અમદાવાદી દુલ્હનનું નામ નિતિ પંચોલી છે. તે તેની મિત્રો, બહેન અને પરિવારની મહિલાઓ સાથે ડાન્સ કરતી આ વીડિયોમાં નજર આવે છે.

News18 Gujarati
Updated: November 27, 2018, 1:16 PM IST
Viral Video: અમદાવાદી યુવતીએ જ્યારે પિતાને કહ્યું, 'સિંગલ રહેવા દો મને..'
અમદાવાદી દુલ્હન
News18 Gujarati
Updated: November 27, 2018, 1:16 PM IST
અમદાવાદ: આપે ઘણી યુવતીઓને કહેતા સાંભળી હશે કે 'મારે લગ્ન નથી કરવાં...' 'મારે એકલા જ રહેવું છે...' પણ તમે કોઇ યુવતીને લગ્નનાં આગલા દિવસોમાં જ આવું કહેતા સાંભળી છે. ત્યારે આપણી ગુજરાતી અમદાવાદી યુવતીએ તેનાં લગ્ન સમયે ખાસ સોન્ગ પર ડાન્સ કર્યો છે. તેણે કંગના રનૌટની 'સિમરન' ફિલ્મનાં સોન્ગ 'સિંગલ રહેને દે..' પર
પરફોર્મન્સ આપ્યું છે. આ વીડિયો યુટ્યુબ પર શેર કર થયો છે અને શેર થતાની સાથે જ વાઇરલ થયો છે. આ દુલ્હનનું નામ નિતિ પંચોલી છે. તે તેની મિત્રો, બહેન અને પરિવારની મહિલાઓ સાથે ડાન્સ કરતી આ વીડિયોમાં નજર આવે છે.



લગ્નજોડામાં ડાન્સ કરતી નિતિ ખુબજ સુંદર લાગી રહી છે. નિતિએ ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કર્યા હતાં આ લગ્ન થાઇલેન્ડનાં Huahin શહેરમાં કર્યા હતાં. ત્યાં જ આ પ્રી-વેડિંગ શૂટ પણ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.




ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો એક લાખથી પણ વધુ વ્યૂઝ મેળવી ચુક્યો છે
First published: November 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...