Home /News /lifestyle /બ્રેસ્ટફીડિંગથી માતાને કેન્સર થવાનું જોખમ ઓછુ થઇ જાય છે, જાણો બાળક-માતાને થતા બીજા ફાયદાઓ વિશે

બ્રેસ્ટફીડિંગથી માતાને કેન્સર થવાનું જોખમ ઓછુ થઇ જાય છે, જાણો બાળક-માતાને થતા બીજા ફાયદાઓ વિશે

બ્રેસ્ટફીડિંગ કરાવવાના ફાયદા

breastfeeding benefits: બાળકનો જન્મ ત્યારે એને માતાનું દૂધ પીવડાવવામાં આવે છે. માતાના દૂધમાં રહેલી તાકાત નાના ભૂલકાઓની અનેક નાની-મોટી તકલીફો દૂર થઇ જાય છે. બ્રેસ્ટફિડીંગ કરાવવાથી માતા અને બાળક એમ બન્નેના સ્વાસ્થ્યને અનેક ઘણો લાભ થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેસ્ટફીડિંગથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. નાના બાળકોને ફીડિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. ફીડિંગ કરાવવાથી બાળક અને માતા એમ બન્ને ખૂબ જ ફાયદા થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે બ્રેસ્ટફીડિંગથી બાળકનો આઇક્યૂ વધે છે અને સાથે માતાને કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. જો કે આમાં ઘણાં પેરેન્ટ્સની ખૂબ જ મોટી ભૂલ થતી હોય છે. ઘણાં બધા પેરેન્ટ્સ એવા હોય છે જે બાળકોને સમય કરતા પહેલાં જ ફીડીંગ છોડાવી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તો જાણો તમે પણ બ્રેસ્ટફીડિંગ કરાવવાથી માતા અને બાળકને શું ફાયદાઓ થાય છે.

    • માતા જ્યારે બ્રેસ્ટફીડિંગ કરાવે ત્યારે બાળકને ખોળામાં બેસાડે છે, જેના કારણે બાળકને સ્પર્શ અને હૂંફ મળે છે. આ સાથે જ બાળકને ખાધા પછી અને પહેલા સંતોષ પણ થાય છે.


    આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી હાર્ટની બંધ નસો ખુલી જશે

    • બ્રેસ્ટફીડિંગ કરાવવાથી બાળક અને માતા એમ બન્નેને એકબીજાની હૂંફ મળે છે. આ સાથે જ આંખોની રોશની એક થવાને કારણે સંબંધોમાં મીઠાશ આવે છે.

    • બ્રેસ્ટફીડિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી બાળકનો આઇક્યૂ લેવલ બહુ સારો થાય છે. આ માટે દરેક માતાએ એક વર્ષ સુધી બાળકને ફીડિંગ કરાવવું જ જોઇએ.

    • સૌથી મહત્વની વાત એ છે કે તમે જ્યારે બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવો છો ત્યારે માતાને કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. આ સાથે જ માતાનું મનોબળ પણ સ્ટ્રોંગ થાય છે.


    આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી ઉઠતાંની સાથે જ પેટ સાફ થઇ જશે



      • તમારું બાળક જ્યારે બહુ રડે ત્યારે તમે એને ફીડિંગ કરાવવા માટે ખોળામાં લઇ લો. ખોળામાં બાળકને લેવાથી એ રડતું બંધ થઇ જાય છે અને સાથે એને હૂંફ પણ મળે છે.






    • એક અહેવાલ મુજબ બાળકને ફીડિંગ કરાવવાથી બાળક અને માતા એમ બન્નેને ડાયાબિટીસનું જોખમ ટળી જાય છે. આ આપણાં માટે બહુ જ એક મહત્વની બાબત છે. કારણકે આજના આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આનાથી બચવા લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે.

    • ખુશીની વાત તો એ છે કે બ્રેસ્ટફીડિંગ કરાવવાથી માતાની કેલરી વપરાય છે જેના કારણે વજન ઉતરવા લાગે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Breastfeeding, Healthy lifestyle, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन